Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૨૬/૦૪/૨૦૨૬)
- આજનું પંચાંગ (૨૬/૦૪/૨૦૨૬)
- જાહેર વિતરણ વ્યવસ્થા ‘કૌભાંડ’ કેસમાં EDએ બંગાળમાં નવ સ્થળોએ દરોડા પાડ્યા
- પ્રધાનમંત્રી મોદીએ નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ અશોક લાહિરી અને અન્ય પૂર્ણ-સમયના સભ્યોને શુભેચ્છાઓ પાઠવી
- CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ કરતી રાજ્યસભામાં વિરોધ પક્ષોએ નવી નોટિસ રજૂ કરી
- દાઉદ ઇબ્રાહિમના શંકાસ્પદ સાથી સલીમ ડોલાની તુર્કીમાં ધરપકડ
- અમેરિકા, ઇઝરાયલ સાથેના યુદ્ધ પછી ઈરાને પહેલી વાર તેહરાન આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી વાણિજ્યિક ફ્લાઇટ્સ ફરી શરૂ કરી
- તેલંગાણાના નેતા કે. કવિતાએ પોતાની રાજકીય પાર્ટી બનાવી, તેલંગાણા રાષ્ટ્ર સેનામાં નામ ઉમેર્યા
- ભાજપમાં જોડાયા બાદ રાઘવ ચઢ્ઢાએ કેજરીવાલ પર ‘શીશ મહેલ 2’ નો કટાક્ષ કર્યો
- ‘નરક’ વાળી પોસ્ટ શેર કરવા બદલ યુએસ કાયદા નિર્માતાઓએ ટ્રમ્પની ટીકા કરી
- નેતન્યાહૂને પ્રોસ્ટેટ કેન્સરના પ્રારંભિક તબક્કાની સારવાર કરાવી
- ઈરાને શંકાસ્પદ યુએસ લિંક્સના આધારે જહાજ જપ્ત કર્યું, દરિયાઈ ઉલ્લંઘનનો ઉલ્લેખ કર્યો
Author: devarshi
ત્રણ શંકરાચાર્ય, 13 અખાડા, મહામંડલેશ્વર અને અન્ય સંતો અને ઋષિઓની સાથે સામાન્ય લોકો પણ ગંગામાં સ્નાન કર્યું (જી.એન.એસ) તા. 29 પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે અતિ પવિત્ર મહાકુંભમાં મૌની અમાસ પર નાગા સાધુઓના શાહી સ્નાનની શરૂઆત થઈ ગઈ છે. મોડા પહોંચવા અને નાસભાગને કારણે નાગા સાધુઓનું જૂથ નિર્ધારિત સમય કરતાં લગભગ દસ કલાક મોડું સંગમ પહોંચ્યું હતું, સૌથી પહેલા મહાનિર્વાણ અખાડાના ઋષિ-મુનિઓ અને નાગા સાધુઓનું એક જૂથ સ્નાન કરવા સંગમ પહોંચ્યું છે. સ્નાન દરમિયાન હેલિકોપ્ટરમાંથી ફૂલોની વર્ષા પણ કરવામાં આવી હતી. નાસભાગના કારણે સવારે શાહી સ્નાન રદ કરવાની જાહેરાત અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર ગિરીએ કરી હતી. પરંતુ સીએમ યોગી સાથે…
અમદાવાદમાં ગુરુની ગરિમાને લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો (જી.એન.એસ) તા. 29 અમદાવાદ, અમદાવાદના ખોખરા વિસ્તારમાંથી એક ખુબજ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક વિદ્યાર્થિની ઇંગ્લિશ શીખવા માટે સ્પોકન ઈંગ્લીશના ક્લાસમાં ગઈ ત્યારે શિક્ષકે તેને પ્રેમ જાળમાં ફસાવી અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું અને તે પછી યુવતીના અશ્લીલ ફોટા પણ વાયરલ કરવાની ધમકી આપી. અંતે યુવતીએ પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ગુરુ એક એવી વ્યક્તિ કે જે જીવનને સાચી દિશા બતાવે છે અને સારા સંસ્કારનું સિંચન કરે છે. જોકે શહેરના એક ગુરુએ વિદ્યાર્થિનીનું જીવન બરબાદ કરી નાખ્યું છે. ખોખરા વિસ્તારમાં રહેતી યુવતીને ઇંગ્લિશ…
પીએમ મેલોની પર સરકારી ભંડોળનો દુરુપયોગ કરવાનો અને એક ગુનેગારને મદદ કરવાનો આરોપ (જી.એન.એસ) તા. 29 રૉમ, ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની ના આદેશ પર ધરપકડ કરાયેલા લિબિયન પોલીસ અધિકારીને મુક્ત કરવાનો આરોપ છે, જેના કારણે તેમની ન્યાયિક તપાસ પણ શરૂ કરવામાં આવી છે. આ પોલીસ અધિકારીની આંતરરાષ્ટ્રીય ગુનાહિત અદાલત (ICC) દ્વારા જારી કરાયેલ ધરપકડ વોરંટ બાદ ધરપકડ કરવામાં આવી હતી. ICCનું કહેવું છે કે એલ્મસરી નજીમ પર જાતીય હિંસા, બળાત્કાર, હત્યા અને ત્રાસ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. 18 જાન્યુઆરી 2025ના રોજ ઇટાલી સહિત અન્ય સભ્ય દેશોમાં તેમની વિરુદ્ધ વોરંટ મોકલવામાં આવ્યું હતું. કોર્ટે નાઝિમના યુરોપમાં પ્રવેશના વાસ્તવિક સમય વિશે…
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૭૬મું અંગદાન અમદાવાદ/ગોંડલ, સિવિલ હોસ્પિટલમાં ૧૭૬મું અંગદાન કરવામાં આવ્યું; અમદાવાદની સિવિલ હોસ્પિટલનું રીટ્રાઇવલ (અંગોને કાઢવાનુ) ઓપરેશન થીયેટર વોર રૂમ બન્યું હતું. આ જંગ હતી કોઇ જરૂરિયાતમંદને નવજીવન આપવાની, એક બ્રેઇનડેડ વ્યક્તિના અંગદાનમાં મળેલા અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા ચાલુ હતી. આ સ્પેશ્યાલિસ્ટ તબીબો પળે પળની તકેદારી, સજાગતા રાખીને પોતાના કુનેહથી મહત્તમ અંગો દાનમાં મળી શકે તે પ્રયાસો કરી રહ્યાં હતા. આખરે સવારે સવારે ૭:૦૦ કલાકે, ૫ કલાકની મહેનતના અંતે પરિણામ મળ્યું . જેમાં હ્રદય, 2 કિડની અને 1 લીવરનું દાન મળ્યું. આજે આ તબીબોને એક તરફ દર્દીનું જીવ ન બચાવી શકવાનું દુ:ખ હતું તો બીજી તરફ 4 જેટલા પીડિત…
(જી.એન.એસ) તા. 29 દક્ષિણ કોરિયાના એરપોર્ટ પર એક પેસેન્જર વિમાનમાં આગ લાગી લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આ ઘટના રાત્રે 10.15 વાગ્યે (1315 GMT) બની હતી, એમ અહેવાલમાં જણાવાયું છે. ફ્લેટેબલ સ્લાઇડનો ઉપયોગ કરીને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા અને આગને ઝડપથી કાબુમાં લેવામાં આવી હતી. જો કે આગ લાગવાના કારણ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ મીડિયાના અહેવાલ મુજબ વિમાનના પાછળના ભાગમાં આગ લાગી હતી. દક્ષિણ કોરિયાના બીજા સૌથી મોટા શહેરના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મંગળવારે એક પેસેન્જર વિમાનની પાછળની સીટમાં આગ લાગી હતી, જેના કારણે વિમાનમાં સવાર તમામ 176 લોકોને બહાર કાઢવાની ફરજ પડી…
આ નિર્ણય ગ્રાહક કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે, સાથે સાથે વ્યવસાય કરવાની સરળતા અને પાલનનો બોજ ઘટાડવાની વાતને પણ સુનિશ્ચિત કરે છે (જી.એન.એસ) તા. 29 નવી દિલ્હી, ભારત સરકારે લીગલ મેટ્રોલોજી (પેકેજ્ડ કોમોડિટીઝ) રૂલ્સ, 2011માં સુધારાઓ લાગુ કરવા માટે એક સુધારેલી સમયરેખા રજૂ કરી છે. અમલીકરણને સરળ બનાવવા માટે એવું નક્કી કરવામાં આવ્યું છે કે લેબલિંગ જોગવાઈઓમાં કોઈપણ સુધારા 1 જાન્યુઆરી અથવા 1 જુલાઈથી અમલમાં આવશે, જે સૂચનાની તારીખથી 180 દિવસના ઓછામાં ઓછા સંક્રમણ સમયગાળાને આધીન છે. આ અભિગમ વ્યવસાયોને ફેરફારોને અનુકૂલન કરવા માટે પૂરતો સમય પૂરો પાડે છે. આ નિર્ણય ગ્રાહક કલ્યાણ પ્રત્યે કેન્દ્રની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે, સાથે સાથે વ્યવસાય…
(જી.એન.એસ) તા. 29 પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મૌની અમાસ પર, જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજે મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યું હતું. આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે હું ભક્તોને અપીલ કરું છું કે ધીરજ રાખો અને મહાકુંભ વિસ્તારમાં ગમે ત્યાં પવિત્ર સ્નાન કરો, એક કોઈ ખાસ જગ્યા નથી કે જ્યાં સ્નાન માટે ભેગા થવું પડતું હોય છે. બુધવારે ત્રણ શંકરાચાર્ય, 13 અખાડા, મહામંડલેશ્વર અને અન્ય સંતો અને ઋષિઓની સાથે સામાન્ય લોકો પણ ગંગામાં સ્નાન કર્યું હતું. મહાકુંભમાં મૌની અમાસના દિવસે મચેલી નાસભાગમાં 10થી વધુ લોકોના મોત થયાં છે. મોતનો આંકડો વધી શકે છે. પીએમ મોદી…
(જી.એન.એસ) તા. 29 વોશિંગ્ટન, અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડને પેલેસ્ટાઈન દેશ ગાઝામાં કોન્ડોમ માટે જાણે તિજોરી ખોલી દીધી હતી. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે આ વાતનો ખુલાસો કર્યો અને વિદેશી સહાયના સંચાલન માટે બાઈડનના વહીવટની પણ ટીકા કરી. 28 જાન્યુઆરી મંગળવારે લેવિટે જણાવ્યું હતું કે “ગાઝામાં કોન્ડોમ પર યુએસ કરદાતાઓના 50 મિલિયન ડોલર (આશરે 4,32,94,99,130 રૂપિયા) ખર્ચાવવાના હતા, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રએ ગયા અઠવાડિયે તેનું પુનઃમૂલ્યાંકન કરીને તમામ વિદેશી સહાય બંધ કરવાનો નિર્ણય કર્યો છે જેમાં ગાઝા માટે કોન્ડોમ ખરીદવા માટે ઉપયોગમાં લેવાતા અમેરિકન ભંડોળનો પણ સમાવેશ થાય છે. લેવિટે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) અને ઓફિસ ઓફ મેનેજમેન્ટ…
સામાન્ય નાગરિકો માટે સંવેદનશીલ ગુજરાત પોલીસ અસામાજીક તત્વો માટે તેટલી જ કડક રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા શહેરમાં ૧૧૫૭ રીઢા આરોપીઓને પોલીસે ગુનાખોરીના રસ્તે પુન: ન વળવા ગુનેગારો જે ભાષામાં સમજે છે તે કાયદાની ભાષામાં સ્પષ્ટ સમજ આપી (જી.એન.એસ) તા. 29 ગાંધીનગર/અમદાવાદ, ગુજરાત પોલીસ રાજ્યના નાગરિકોની સુરક્ષા અને કલ્યાણ માટે તેમની પ્રતિબદ્ધતા સાથે કાર્ય કરી રહી છે. એક તરફ મહિલા, બાળકો અને વયસ્ક નાગરિકોની સંવેદનશીલ જરૂરિયાતોને અનુરૂપ “સાંત્વના કેન્દ્ર”, “શી ટીમ”, “ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી” અને “તેરા તુજકો અર્પણ” જેવા વિવિધ કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ દ્વારા ગુજરાત પોલીસ સહાનુભૂતિપૂર્વક સહાય પૂરી પાડે છે. બીજી તરફ, ગુજરાત પોલીસ રાજ્યની શાંતિ…
રાજ્યમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી માટે ૨૦૬ ખરીદ કેન્દ્રો સૂચિત કરાયા ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરવા ખેડૂતો આગામી તા. ૩ થી ૨૦ ફેબ્રુઆરી સુધી ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી શકશે (જી.એન.એસ) તા. 29 ગાંધીનગર, ગુજરાતના ખેડૂતોને પોતાના ઉત્પાદિત પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા શુભ આશયથી કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં આગામી સમયમાં તુવેર પાકની ટેકાના ભાવે ખરીદી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતોએ આગામી તા. ૩ થી ૨૦ ફેબ્રુઆરી-૨૦૨૫ સુધીમાં ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર વિનામૂલ્યે નોંધણી કરાવી…
