Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૨૬/૦૪/૨૦૨૬)
- આજનું પંચાંગ (૨૬/૦૪/૨૦૨૬)
- જાહેર વિતરણ વ્યવસ્થા ‘કૌભાંડ’ કેસમાં EDએ બંગાળમાં નવ સ્થળોએ દરોડા પાડ્યા
- પ્રધાનમંત્રી મોદીએ નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ અશોક લાહિરી અને અન્ય પૂર્ણ-સમયના સભ્યોને શુભેચ્છાઓ પાઠવી
- CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ કરતી રાજ્યસભામાં વિરોધ પક્ષોએ નવી નોટિસ રજૂ કરી
- દાઉદ ઇબ્રાહિમના શંકાસ્પદ સાથી સલીમ ડોલાની તુર્કીમાં ધરપકડ
- અમેરિકા, ઇઝરાયલ સાથેના યુદ્ધ પછી ઈરાને પહેલી વાર તેહરાન આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી વાણિજ્યિક ફ્લાઇટ્સ ફરી શરૂ કરી
- તેલંગાણાના નેતા કે. કવિતાએ પોતાની રાજકીય પાર્ટી બનાવી, તેલંગાણા રાષ્ટ્ર સેનામાં નામ ઉમેર્યા
- ભાજપમાં જોડાયા બાદ રાઘવ ચઢ્ઢાએ કેજરીવાલ પર ‘શીશ મહેલ 2’ નો કટાક્ષ કર્યો
- ‘નરક’ વાળી પોસ્ટ શેર કરવા બદલ યુએસ કાયદા નિર્માતાઓએ ટ્રમ્પની ટીકા કરી
- નેતન્યાહૂને પ્રોસ્ટેટ કેન્સરના પ્રારંભિક તબક્કાની સારવાર કરાવી
- ઈરાને શંકાસ્પદ યુએસ લિંક્સના આધારે જહાજ જપ્ત કર્યું, દરિયાઈ ઉલ્લંઘનનો ઉલ્લેખ કર્યો
Author: devarshi
(જી.એન.એસ) તા. 30 નવી દિલ્હી, દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ દ્વારા દેશભરની હાઈકોર્ટમાં પેન્ડિંગ ફોજદારી કેસોના નિરાકરણ માટે એક મહત્વનું પગલું ભર્યું છે જેમાં હવે તમામ હાઈકોર્ટને નિવૃત્ત જજોની એડ-હોક (અસ્થાયી) જજ તરીકે નિમણૂકની ભલામણ કરવાનો અધિકાર મળી ગયો છે. આ પહેલા એપ્રિલ 2021 માં, સુપ્રીમ કોર્ટે એક આદેશમાં કહ્યું હતું કે, એડ-હોક ન્યાયાધીશોની નિમણૂક ફક્ત તે જ હાઈકોર્ટમાં થઈ શકે છે જ્યાં ખાલી જગ્યાઓની સંખ્યા 20% કરતા ઓછી છે. પરંતુ હવે ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાના નેતૃત્વ હેઠળની ત્રણ જજોની બેન્ચે આ શરતને હટાવી દીધી છે અને તે આદેશની અસરને અસ્થાયી રૂપે મુલતવી રાખી છે. આ વિશેષ પહેલથી હાઈકોર્ટમાં પેન્ડિંગ…
ગાંધીનગર ખાતે બે દિવસીય “નેશનલ કોન્ફરન્સ ઓન ગુડ ગવર્નન્સ”નો શુભારંભ સુશાસન એ વિકસિત સમાજનો મહત્વનો પાયો: નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ (જી.એન.એસ) તા. 30 ગાંધીનગર, ગાંધીનગર ખાતે આયોજિત બે દિવસીય “નેશનલ કોન્ફરન્સ ઓન ગુડ ગવર્નન્સ”નો આજે ભારત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંઘ તેમજ ગુજરાત સરકારના નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ શુભારંભ કરાવ્યો હતો. આ શુભારંભ સમારોહ દરમિયાન મહાનુભાવોના હસ્તે ‘મીનીમમ ગવર્મેન્ટ, મેક્સીમમ ગવર્નન્સ ઈ-જર્નલ’ તેમજ ‘સ્ટેટ કોલાબોરેટીવ ઈનીશીયેટીવ પોર્ટલ” લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંઘે આ પરિષદની સુવ્યવસ્થિત યજમાની કરવા બદલ ગુજરાત…
મનુષ્યમાં ચેપ લાગ્યા બાદ ૧-૩ દિવસમાં દેખાય છે રોગના લક્ષણો ક્રીમિયન કૉંગો હેમરેજીક ફીવર એક વાયરલ રોગ (જી.એન.એસ) તા. 30 ગાંધીનગર, રાજ્યમાં ક્રીમિયન કૉંગો હેમરેજીક ફીવર (સી.સી.એચ.એફ) અંગે જનજાગૃતિ માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ક્રીમિયન કૉંગો હેમરેજીક ફીવર એક વાયરલ રોગ છે. મનુષ્યમાં વાયરસનો ફેલાવો ઇતરડીના કરડવાથી અથવા ચેપગ્રસ્ત પ્રાણીના રકત કે અન્ય સ્ત્રાવના સંપર્કમાં આવવાથી થાય છે. મોટા ભાગના ક્રીમિયન કોંગો હેમરેજીક ફીવરના કેસોમાં પશુધન ઉધોગ સાથે સંકળાયેલા લોકો અને પશુ ચિકિત્સકોને ચેપ લાગવાનો ભય હોય છે. વ્યક્તિ થી વ્યક્તિ સંક્રમણ ચેપી વ્યક્તિના લોહી અથવા અન્ય સ્ત્રાવના ગાઢ સંપર્કમાં આવવાથી થાય છે. હોસ્પિટલમાં આ ચેપ…
(જી.એન.એસ) તા. 30 નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી લગભગ 13 વર્ષ બાદ ફરીથી રણજી મેચ રમવા આવ્યો છે. કોહલી દિલ્હીની ટીમ તરફથી રમી રહ્યો છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ગુરુવાર (30 જાન્યુઆરી)થી મેચ શરૂ થઈ છે. મેચમાં દિલ્હીની ટીમ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરી રહી છે. કોહલીને જોવા ફેન્સ પાગલ થઈ ગયા, કેટલાક ફેન્સ ઘાયલ થયા દિલ્હીના ચાહકો વિરાટ કોહલીને જોવા માટે ઉત્સાહિત હતા. સવારે 3 વાગ્યાથી અરુણ જેટલી સ્ટેડિયમની બહાર મોટી સંખ્યામાં ચાહકો એકઠા થયા હતા. ચાહકો સ્ટેડિયમમાં પ્રવેશવા માટે ઉન્મત્ત થઈ ગયા હતા. આવી સ્થિતિમાં સ્ટેડિયમની બહાર અંધાધૂંધી મચી ગઈ હતી, જેના કારણે કેટલાક…
ચિંતિન શિબિર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા દર્શાવવામાં આવેલી શ્રેષ્ઠ પ્રથાઓ વચ્ચે વાતચીત અને શેરિંગ માટે સહયોગી પ્લેટફોર્મ પૂરું પાડે છે (જી.એન.એસ) તા. 30 નવી દિલ્હી, કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના માનનીય શ્રમ મંત્રીઓ અને શ્રમ સચિવો સાથે બે દિવસીય કાર્યશાળાનું આજે સમાપન થયું હતું. શ્રમ અને રોજગાર મંત્રાલયનાં રાજ્ય મંત્રી સુશ્રી શોભા કરંદલાજે, વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોનાં માનનીય શ્રમ મંત્રીઓ, શ્રમ અને રોજગાર મંત્રાલયનાં સચિવ સુશ્રી સુમિતા દાવરા તથા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોનાં વરિષ્ઠ અધિકારીઓ આ કાર્યશાળામાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકોએ તમામ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે છેલ્લા એક વર્ષમાં યોજાયેલી છ પ્રાદેશિક કાર્યશાળાઓ અને અન્ય કેટલીક…
(જી.એન.એસ) તા. 30 લખનૌ, કોંગ્રેસ માટે માઠા સમાચાર, વધુ એક કોંગ્રેસ નેતા ની તકલીફોમાં વધારો; કોંગ્રેસ પાર્ટીના સિતપુરથી લોકસભા સાંસદ રાકેશ રાઠોડની તેમના નિવાસસ્થાનેથી ઉત્તર પ્રદેશ પોલીસ ધરપકડ કરી હતી, તેમના દ્વારા એક પત્રકાર પરિષદનું સંબોધન કરવામાં આવી રહ્યું હતું ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી. રાઠોડ પર એક મહિલા પર બળાત્કાર કરવાનો આરોપ છે અને તેની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી દીધી હતી. કોતવાલી નગર પોલીસે રાઠોડની તેના ઘરેથી ધરપકડ કરી હતી. અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે બુધવારે બળાત્કારના આરોપી કોંગ્રેસ સાંસદ રાકેશ રાઠોડની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. સીતાપુરના કોંગ્રેસના સાંસદ રાકેશ રાઠોડ દ્વારા દાખલ કરાયેલી આગોતરા જામીન અરજીની સુનાવણી…
(જી.એન.એસ) તા. 30 પોસ્ટલ જીવન વિમના ડાયરેક્ટ એજન્ટ બનવા માટે ઈચ્છુક ઉમેદવારો માટે વોક ઇન ઈન્ટરવ્યું રાખવામાં આવ્યા છે. પ્રવર અધિક્ષક ડાકઘર અમદાવાદ સીટી ડીવીઝનની યાદી મુજબ અમદાવાદ જિલ્લામાં પોસ્ટલ (ટપાલ) જીવન વીમાના કામ માટે ઉત્સાહી વ્યક્તિઓને ડાયરેક્ટ એજન્ટ તરીકે નિમણુક આપવાની છે. જે અંતર્ગત નીચેની શરતો પરિપૂર્ણ કરતા તેમજ રસ ધરાવતા ઈચ્છુક ઉમેદવારો આ ઈન્ટરવ્યુંમાં હાજર રહી શકે છે. આ ઈન્ટરવ્યું પ્રવર અધિક્ષક ડાકઘર અમદાવાદની કચેરી, સીટી ડીવીઝન, નવરંગપુરા હેડ પોસ્ટઓફિસ બિલ્ડિંગ, અમદાવાદ-09 ખાતે તારીખ 14/02/2025ના રોજ સવારે 11.00 કલાકથી નિર્ધારીત કરવામાં આવ્યા છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી કરવી. જેમાં BIO-DATA સાથે પાસપોર્ટ સાઈઝ ફોટો, ઉમરનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતનો દાખલો,…
બાયો ડાયવર્સિટી સંવર્ધન ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ (જી.એન.એસ) તા. 30 પ્રવાસન અને પ્રકૃતિ ક્ષેત્ર દેશ અને વિદેશમાં આગવું સ્થાન ધરાવતા ‘કચ્છ’ને વધુ એક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને વન- પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા તેમજ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલના સતત પ્રયાસોથી કચ્છના લખપત તાલુકાના ગુનેરી ગામના ૩૨. ૭૮ હેકટર વિસ્તારને ગુજરાત બાયોડાયવર્સિટ બોર્ડ દ્વારા ‘બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ’ જાહેર કરાવામાં આવ્યો છે,જે કચ્છની વિવિધ વિશેષ ઓળખમાં વધુ એક નવું નજરાણું ઉમેરાયું છે. વધુમાં વન અને પર્યાવરણ વિભાગ અંતર્ગત ગુજરાત બાર્યોડાયવર્સિટી બોર્ડની જૈવિક વિવિધતાના સંરક્ષણ અને સંવર્ધનના મહત્વના પગલારુપે ક્ચ્છ જિલ્લાના લખપત તાલુકાના ગુનેરી ખાતે સ્થિત ‘ઇંનલેન્ડ…
(જી.એન.એસ) તા. 30 જુનાગઢ, છેલ્લા થોડા દિવસોથી જુનાગઢમાં કેટલાક સાધુઓ વચ્ચે ચાલી રહેલી સત્તાની સાઠમારી છે. જે હવે એટલી હદે પહોંચી ગઈ છે કે બંને પક્ષે બેફામ વાણી વિલાસ કરવામાં આવી રહ્યો છે. સાધુતા લાજે એ પ્રકારના બેફામ નિવેદન કરવામાં આવી રહ્યા છે. આ બધુ થયા બાદ મહાકુંભમાં જ જુના અખાડાના મહામંડલેશ્વર દ્વારા મહેશગીરીને બરતરફ કરવાનો નિર્ણય લેવાયો અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો કે તેનાથી મહેશગીરીના વર્તનમાં કોઈ ફર્ક નથી પડ્યો. તેઓ તો જાણે લાજવાને બદલે પહેલા કરતા વધુ ગાજવા લાગ્યા છે. સરકારને અપીલ કરતા મહેશગીરી બાપુએ કહ્યું કે ભવનાથ અને જૂનાગઢમાં ધ્યાન આપવાની જરૂર છે, નહીંતર ભ્રષ્ટાચારીઓ…
(જી.એન.એસ) તા. 30 ગાંધીનગર, ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર દ્વારા રોડ સેફટી સપ્તાહ અંતર્ગત જાગરૂકતા કાર્યક્રમ , રોડ સેફટી રૈલીના માધ્યમથી લોકોને જાગૃત કરવામાં આવ્યા. આ કાર્યક્રમ દરમિયાન ૨૫ થી વધુ યુવાનોને સડક સલામતીની શપથ પણ લેવડાવવામાં આવ્યી. આ સમગ્ર કાર્યક્રમના દરમિયાન નેહરુ યુવા કેન્દ્રના યુવા સ્વયંસેવક અને યુવા મંડળોના સભ્ય હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં પરિવહન વિભાગના ઇન્સ્પેકટરશ્રી ડી બી પટેલ અને જીલ્લા યુવા અધિકારીશ્રી ગાંધીનગરની ખાસ ઉપસ્તીથી રહ્યી હતી.
