Author: devarshi

(જી.એન.એસ) તા. 30 નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC) કોલર્ન એજ્યુકેશન અને દા વન સ્પોર્ટ્સના સહયોગથી સમગ્ર ભારતના ક્રિકેટ કોચ માટે તાલીમ કાર્યક્રમ શરૂ કરવા તૈયાર છે, જેથી કરીને વિવિધ સ્તરોએ ખેલાડીઓને તાલીમ આપવાની તેમની ક્ષમતામાં વધારો થાય. ક્રિકેટ કોચ એજ્યુકેશન પ્રોગ્રામ એક સહયોગી પ્રયાસ છે, જ્યાં NSDC આ કાર્યક્રમ અંગે જાગૃતિ લાવવા માટે વર્કશોપનું આયોજન કરશે તેમજ આ પહેલ માટે પાત્ર ઉમેદવારોને કૌશલ્ય લોન પ્રદાન કરશે. આ પ્રોગ્રામમાં કોલર્ન (CoLLearn) એજ્યુકેશન ટેક્નોલોજીસ દ્વારા વર્ગોનું આયોજન કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ માટે સહયોગ પૂરો પાડવામાં આવશે, જ્યારે દા વન સ્પોર્ટ્સ વિદ્યાર્થીઓના મૂલ્યાંકન અને સર્વાંગી ક્ષેત્ર તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ…

Read More

(જી.એન.એસ) તા. 30 જેદ્દા, સાઉદી અરેબિયાના પશ્ચિમી ક્ષેત્રમાં જીઝાન નજીક એક ભયંકર માર્ગ અકસ્માત થયો હતો જેમાં નવ ભારતીયોના કરૂણ મોત થયા હતા. જેદ્દામાં સ્થિત ભારતીય કોન્સ્યુલેટે માર્ગ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો અને અસરગ્રસ્ત પરિવારોને સંપૂર્ણ સહાયની ખાતરી આપી. દૂતાવાસે કહ્યું કે તે સ્થાનિક અધિકારીઓ અને પીડિતોના સંબંધીઓ બંનેના સંપર્કમાં છે. જેદ્દા સ્થિત ભારતીય કોન્સ્યુલેટે પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. દૂતાવાસે કહ્યું, “જેદ્દામાં ભારતના કોન્સ્યુલેટ જનરલ સંપૂર્ણ સહાય પૂરી પાડી રહ્યા છે અને સ્થાનિક અધિકારીઓ સાથે સંપૂર્ણ સંપર્કમાં છે. અમે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. વધુ પૂછપરછ માટે એક સમર્પિત હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. વિદેશ…

Read More

(જી.એન.એસ) તા. 30 ગાંધીનગર, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિએ ગાંધી નિર્વાણ દિવસે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાજભવન પરિસરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને રાજભવન પરિવારના તમામ અધિકારીઓ – કર્મચારીઓએ સવારે 11.00 વાગ્યે મૌન પાડીને પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

Read More

રાજ્યભરની લગભગ 300 જેટલી એજન્સીઓ સહભાગી બની : આ વર્કશોપમાં શ્રમયોગીઓના હિતોના રક્ષણ અર્થે વિવિધ શ્રમકાયદાઓ અંગે અપાયું માર્ગદર્શન (જી.એન.એસ) તા. 30 ગાંધીનગર, ગુજરાત સરકારના શ્રમ નિયામક, શ્રી કે.ડી.લાખાણીના અધ્યક્ષ સ્થાને ડો.બાબાસાહેબ આંબેડકર ભવન, ગાંધીનગર ખાતે સમગ્ર રાજયની આઉટસોર્સિંગ એજન્સીઓને શ્રમ કાયદાઓનું માર્ગદર્શન આપવા માટે તાજેતરમાં એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપમાં શ્રમયોગીઓના હિતોના રક્ષણ અર્થે વિવિધ શ્રમકાયદાઓ જેવા કે લઘુત્તમ વેતન અધિનિયમ-૧૯૪૮, કોન્ટ્રાકટ મજૂર અધિનિયમ-૧૯૭૦, સમાન વેતન અધિનિયમ-૧૯૭૬, બોનસ ચૂકવણી અધિનિયમ-૧૯૬૫ તથા ગ્રેજ્યુઇટી ચૂકવણી અધિનિયમ-૧૯૭૨ અંગેની સમજૂતી આપવામાં આવી હતી. હાલના સમયમાં સરકારી કચેરીઓમાં GeM પોર્ટલ મારફત ટેન્ડર કરવામાં આવતાં હોઇ, તે બાબતે જાણકારી તથા સેવા આપતી…

Read More

બાતમીના પગલે ત્રણ દિવસથી રાત્રિના સમયગાળા દરમ્યાન સઘન વોચ રાખી ખનીજચોરી કરતા ઈસમોની અટકાયત સાદીરેતી ખિનજનું બિનઅધિકૃત ખનન અટકાવતા  રૂ.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત (જી.એન.એસ) તા. 30 ગાંધીનગર, કલેક્ટરશ્રી,ગાંધીનગર મેહુલ કે. દવે ના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રી ની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીશ્રી અને રોયલ્ટી ઇન્સ્પેક્ટરશ્રી દ્વારા રાયસણ બ્રિજ નજીક આવેલ ગાંધીનગર તાલુકાના કોબા ગામની સાબરમતી નદીપટ્ટ ખાતે રેતીના ગેરકાયદેસર ખનનની પ્રવૃતિ ચાલતી હોવાની મળેલ બાતમીના પગલે, છેલ્લાં ત્રણ દિવસોથી રાત્રિના સમયગાળા દરમ્યાન સઘન વોચ રાખી, રોયલ્ટી ઇન્સ્પેક્ટરશ્રી ડી.આર.શિરોયા ની આગેવાનીમાં બે સિકયોરિટી ગાર્ડસ સાથે ગત રોજ મોડી રાત્રિના ઘોર…

Read More

રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર (જી.એન.એસ) તા. 30 અમદાવાદ, હવામાન વિભાગના અધિકારી દ્વારા આવનાર દિવસોમાં રાજ્ય પરથી કમોસમી માવઠાનું સંકટ હાલ ટળ્યું છે કહેવામાં આવ્યું હતું. અગાઉ હવામાન વિભાગ દ્વારા આગાહી કરાયેલી સંભવિત સિસ્ટમ નબળી પડતા માવઠાથી રાહત મળી છે જેના લીધે હવે રાજ્યના ખેડૂતો એ પણ રાહત નો શ્વાસ લીધો છે. હવામાન વિભાગે કહ્યું છે કે, આગામી અઠવાડિયામાં તાપમાનમાં ફેરફારની શક્યતા નથી હવામાન વિભાગે 2 અને 3 ફેબ્રુઆરીએ માવઠાની આગાહી કરી હતી, પરંતુ હવે સિસ્ટમ નબળી પડતા તેની શક્યતા ઓછી છે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન સામાન્યથી વધુ નોંધાયું છે. અમદાવાદમાં 15.9 ડિગ્રી સેલ્સિયસ અને કેશોદમાં 12.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું…

Read More

ટ્રમ્પે 20 જાન્યુઆરીએ સત્તા સંભાળ્યા બાદ પ્રથમ બિલ તરીકે આ પર હસ્તાક્ષર (જી.એન.એસ) તા. 30 વોશિંગ્ટન, ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ ની વધુ એક કાયદેસરની એક્શન લેવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિનું પગલું.ક્ષ` રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની પ્રી-ટ્રાયલ અટકાયતને મંજૂરી આપતા તેમના પ્રથમ કાયદા પર હસ્તાક્ષર કર્યા છે. આ કાયદો ટ્રાયલ પહેલાં ચોરી અને ઘરફોડ ચોરી જેવા ગુનાઓમાં આરોપી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અટકાયતમાં લેવાનો અધિકાર આપે છે. આ ‘લેકન રિલે એક્ટ’ને અગાઉ યુએસ સંસદના ગૃહ અને સેનેટ બંનેમાં દ્વિપક્ષીય સમર્થન પ્રાપ્ત થયું હતું. ટ્રમ્પે 20 જાન્યુઆરીએ સત્તા સંભાળ્યા બાદ પ્રથમ બિલ તરીકે આ પર હસ્તાક્ષર કર્યા છે. ટ્રમ્પે કહ્યું, “આ કાયદા હેઠળ, હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ…

Read More

ગુજરાતમાં પોલીસે ગુનાખોરીને ડામવા માટે ડ્રોનનો પણ ઉપયોગ (જી.એન.એસ) તા. 30 દાહોદ, ગુણખોરીને ડામવા માટે ગુજરાત પોલીસ હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે તેનો વધુ એક પુરાવો જોવા મળ્યો, દાહોદ LCB પોલીસે મંદિરમાંથી ચાંદીના દાગીનાની ચોરી કરનારને ડ્રોનની મદદથી સકંજામાં લઇ લીધો છે. ખુલ્લા ખેતરમાં ચોર પોલીસ વચ્ચે પકડદાવના દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા હતા. પોલીસ આવી હોવાની જાણ થતાં જ ચોર ખુલ્લા ખેતર તરફ દોટ મુકે છે. પરંતુ પોલીસે ડ્રોન કેમેરા થકી તેના પર બાજ નજર રાખી રહી હતી. ચોર પૂરપાટ વેગે ખેતરમાં દોટ મુકી નાસવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. ગૃહપ્રધાન હર્ષ…

Read More

(જી.એન.એસ) તા. 30 અમદાવાદ, ગુજરાત સ્ટેટ GST વિભાગ અમદાવાદ, સુરત, વાપી અને વ્યારામાં 14 વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં અંદાજિત 9.11 કરોડ રૂપિયાની કરચોરી થઇ હોવાનું સામે આવ્યું છે. કરચોરી એટલે કે બિલ વિના વેચાણ અટકાવવા માટે ગુજરાત રાજ્ય GST વિભાગ દ્વારા 21 જાન્યુઆરી, 2025 ના રોજ રસાયણો, ભેટ વસ્તુઓ અને રમકડાં, ઇલેક્ટ્રોનિક્સ, બ્યુટી પાર્લર અને માનવશક્તિ સહિત વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા કુલ 14 વેપારીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. વિગતો અનુસાર, આ 14 વેપારીઓમાંથી 8 વેપારીઓ અમદાવાદમાં, 3 વેપારીઓ સુરતમાં, 2 વેપારીઓ વાપીમાં અને 1 વેપારી વ્યારામાં હતા. વિગતો અનુસાર, તપાસ દરમિયાન બિનહિસાબી વેચાણ અને કર જવાબદારીનું…

Read More

ગુજરાતમાં અંદાજીત 2.76 લાખ ટ્રસ્ટો નોંધાયેલા છે (જી.એન.એસ) તા. 30 ગાંધીનગર, કાયદા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આજરોજ ગાંધીનગર ખાતેથી રાજ્યની તમામ ચેરીટી કમિશનરની કચેરીઓમાં આવતા પી.ટી.એ.(પબ્લીક ટ્રસ્ટ) ફંડના ફાળાની રકમ જમા કરાવવા માટે “ઇ-પેમેન્ટ” સેવાનો શુભારંભ કરાવ્યો હતો. આ સુવિધાનો પ્રારંભ થતા ગુજરાતના ટ્રસ્ટીઓને સમગ્ર વ્યવસ્થામાં સુગમતા રહેશે. ફાળાની રકમ ભરવા માટે ટ્રસ્ટીઓ https://charitycommissioner.gujarat.gov.in વેબસાઇટ પર ઇ-પેમેન્ટ કરી શકાશે. રાજ્યમાં હાલની સ્થિતિએ કુલ 2,76,652 ટ્રસ્ટ રજીસ્ટ્રર થયેલ છે. 31-10-2024 ની સ્થિતિએ ગત્ વર્ષે 10.55 કરોડ ફાળો વસુલવામાં આવ્યો હતો. અત્રે મહત્વની બાબત એ પણ છે કે, કુલ રજીસ્ટ્ર થયેલ ટ્રસ્ટમાંથી મેડિકલ અને શિક્ષણ જેવા સેવા ક્ષેત્ર માટે કામ કરતા ટ્રસ્ટોને…

Read More