(જી.એન.એસ) તા. 13
સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં’ પહોંચી યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયાની કોમેન્ટને લઈ શરુ થયેલો વિવાદ હવે બંધ થવાનું નામ નથી લઈ રહ્યો નથી. રણવીરએ માતા-પિતા માટે કરેલી ખરાબ કોમેન્ટની અસર હવે સમય રૈનાના ગુજરાતના શો પર થઈ છે. જે હવે કેન્સલ થયા છે. સમય રૈના હાલમાં ચારેબાજુ ચર્ચાનો વિષય છે તેનું કારણ છે કેટલાક નેગેટિવ વાતો, સમય રૈનાનો શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં’ ફેમસ યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયા પહોંચ્યો હતો અને આ શોમાં માતા-પિતા પર ગંદી કોમેન્ટ કરવાને કારણે વિવાદમાં આવ્યો છે. જેની સામાન્ય નાગરિકથી લઈ મોટા સેલિબ્રિટી તેમજ દરેક યુટ્યુબર આ નિવેદનની નિંદા કરી રહ્યા છે, રાજનીતિમાં આ મુદ્દાને લઈ ધમાલ મચી ગઈ છે. જેને લઈ સમય રૈના માટે મુ્શ્કેલીઓ ઉભી થઈ છે. હવે આ વિવાદની અસર તેના અપકમિંગ શો પર પણ જોવા મળી છે.સમય રૈનાનો ગુજરાતમાં શો રદ કરવામાં આવ્યો છે.
તેમજ વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ દાવો કર્યો છે કે, કોમેડિયન સમય રૈનાનો ગુજરાતમાં થનારો શો હવે રદ્દ કરવામાં આવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદનું કહેવું છે કે, એપ્રિલ મહિનામાં યોજાનારા આ શોની ટિકિટ હવે ઓનલાઈન પ્લેટફોર્મ બુક માય શો પર ખરીદી માટે દેખાતી નથી.
આવી સ્થિતિમાં, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તાજેતરના વિવાદને કારણે, આયોજકોએ શો રદ કરવાનો નિર્ણય લીધો છે. તાજેતરમાં જ સમય રૈનાએ પણ એક પોસ્ટ શેર કરીને આ સમગ્ર મામલા પર પ્રતિક્રિયા આપી હતી.
તો હવે સમય રૈનાએ હાલમાં એક પોસ્ટ શેર કરી કહ્યું તેમણે યુટ્યુબ પરથી ઈન્ડિયા ગોટ લેટેન્ટના તમામ વીડિયો દુર કરવામાં આવ્યા છે.

