Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૨૬/૦૪/૨૦૨૬)
- આજનું પંચાંગ (૨૬/૦૪/૨૦૨૬)
- જાહેર વિતરણ વ્યવસ્થા ‘કૌભાંડ’ કેસમાં EDએ બંગાળમાં નવ સ્થળોએ દરોડા પાડ્યા
- પ્રધાનમંત્રી મોદીએ નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ અશોક લાહિરી અને અન્ય પૂર્ણ-સમયના સભ્યોને શુભેચ્છાઓ પાઠવી
- CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ કરતી રાજ્યસભામાં વિરોધ પક્ષોએ નવી નોટિસ રજૂ કરી
- દાઉદ ઇબ્રાહિમના શંકાસ્પદ સાથી સલીમ ડોલાની તુર્કીમાં ધરપકડ
- અમેરિકા, ઇઝરાયલ સાથેના યુદ્ધ પછી ઈરાને પહેલી વાર તેહરાન આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી વાણિજ્યિક ફ્લાઇટ્સ ફરી શરૂ કરી
- તેલંગાણાના નેતા કે. કવિતાએ પોતાની રાજકીય પાર્ટી બનાવી, તેલંગાણા રાષ્ટ્ર સેનામાં નામ ઉમેર્યા
- ભાજપમાં જોડાયા બાદ રાઘવ ચઢ્ઢાએ કેજરીવાલ પર ‘શીશ મહેલ 2’ નો કટાક્ષ કર્યો
- ‘નરક’ વાળી પોસ્ટ શેર કરવા બદલ યુએસ કાયદા નિર્માતાઓએ ટ્રમ્પની ટીકા કરી
- નેતન્યાહૂને પ્રોસ્ટેટ કેન્સરના પ્રારંભિક તબક્કાની સારવાર કરાવી
- ઈરાને શંકાસ્પદ યુએસ લિંક્સના આધારે જહાજ જપ્ત કર્યું, દરિયાઈ ઉલ્લંઘનનો ઉલ્લેખ કર્યો
Author: devarshi
(જી.એન.એસ) તા. 17 વોશિંગટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બીજીવાર સત્તામાં આવતાની સાથેજ મોટા ફેરફારો કર્યા હતા જેમાં હવે H-1B વિઝા સહિત ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રમ્પ દ્વારા લાગુ કરાયેલા નવા નિયમ હેઠળ, H-1B વિઝા માટે માત્ર ટેકનિકલ ડિગ્રી પૂરતી રહેશે નહીં, પરંતુ વિશેષતા ફરજિયાત બનાવવામાં આવી છે, એટલે કે, ઉમેદવાર તેની અરજીમાં તેની બધી લાયકાતોનો ઉલ્લેખ કરી શકે છે, પરંતુ તેમાંથી એક લાયકાત સીધી રીતે તેના કાર્ય સાથે સંબંધિત હોવી જોઈએ. 1 વર્ષમાં, અમેરિકા દ્વારા ટેકનિકલ કામદારો માટે લગભગ 65 હજાર H-1B વિઝા જાહેર કરવામાં આવે છે, જે હેઠળ ભારત સહિત અન્ય દેશોના લોકો અમેરિકામાં કામ કરવા જાય…
(જી.એન.એસ) તા. 17 નવી દિલ્હી, કુશીનગરમાં મસ્જિદ પર બુલડોઝરની કાર્યવાહી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અવમાનના અરજી પર દેશની સર્વોચ અદાલત સુપ્રીમ કોર્ટે એક નોટિસ જારી કરી છે. સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકાર અને વહીવટી અધિકારીઓ પાસેથી આ બાબતે બે સપ્તાહમાં જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, અમે ફરીથી આદેશ આપી રહ્યા છીએ કે આ પ્રકારનું કોઈપણ પગલું અમારા આદેશનું ઉલ્લંઘન હશે. જસ્ટિસ બીઆર ગવઈની ખંડપીઠે ડીએમ સહિત તમામ જવાબદાર અધિકારીઓને નોટિસ પાઠવી હતી અને કહ્યું હતું કે તિરસ્કાર કરનારા અધિકારીઓને બક્ષવામાં આવશે નહીં. આ સમગ્ર મામલા ની વાત કરીએ તો, કુશીનગરમાં મદની મસ્જિદનો એક ભાગ આ મહિનાની શરૂઆતમાં…
(જી.એન.એસ) તા. 17 આણંદ, આણંદ જિલ્લાના પેટલાદ ખાતે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના નામે છેતરપીંડી કરવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં છ લોકો દ્વારા 211 નાગરિકોના આધારકાર્ડ મેળવી મહિલાઓના નામે 84 લાખની લોન કરી કૌભાંડ આચર્યું હતું. આ સમગ્ર મામલો આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડ પેટલાદ ખાતે આવેલ બેંગ્લોરની કંપનીની ઓફિસમાં આચરવામાં આવ્યું હતું. કંપનીના કર્મચારીની ફરિયાદને આધારે પોલીસે 6 લોકોની ધરપકડ કરી છે. આ મામલે મળતી માહિતી અનુસાર, આણંમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના નામે છેતરપીંડી આચરવામાં આવી છે. 211 નાગરિકોના આધારકાર્ડ મેળવી લાખોની છેતરપીંડી આચરવામાં આવી છે. 6 ગઠિયાઓએ મહિલાઓના નામે 84 લાખની લોન કૌભાંડ કર્યું. આણંદના પેટલાદ…
(જી.એન.એસ) તા. 17 ભાવનગર, ભાવનગરના ઘોઘારોડ પાસે લીંબડિયુ વિસ્તારમાં એક કન્સ્ટ્રક્શન સાઇટનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન એક કૉંક્રીટ ભરેલી ટ્રક પલટી જવાણી ઘટના સર્જાઈ હતી જેમાં હિરેન મહેતા નામના 26 વર્ષીય સાઇટ એન્જિનિયરનું મોત નીપજ્યું હતું અને એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ શરૂ કરી છે.
(જી.એન.એસ) તા. 17 અમદાવાદ, અમદાવાદ શહેરમાં આવેલ ગોમતીપુર વિસ્તારના અતિ પ્રાચીન જૈન દેરાસરની મૂર્તિ મુદ્દે વિવાદે હવે જોર પકડયું છે. આ પ્રાચીન જૈન દેરાસરમાંથી રાતોરાત ટ્રસ્ટીઓ દ્વારા પ્રાચીન મૂર્તિઓને હટાવી લઈને શીલજ લઈ જવામાં આવતા જૈન સમાજમાં રોષ સાથે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જેમાં મૂર્તિઓને પરત લાવવાની માંગણી કરવામાં આવી છે. શીલજમાં બિલ્ડરની સ્કીમનો વિકાસ થાય તે માટે ત્યાં મૂર્તિ લઈ જવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે. બીજીતરફ રવિવારે રાત્રિના સમયે પણ જૈના સમાજના લોકો શીલજ પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. જો કે, પોલીસે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. દરમિયાન ભાજપના ધારાસભ્ય અમિત શાહે પણ આ મુદ્દે કહ્યું હતું…
(જી.એન.એસ) તા. 17 અમદાવાદ, અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલા 112 ભારતીયોને લઈને એક અમેરિકન વિમાન રવિવારે અમૃતસર પહોંચ્યું હતું જેમાં 33 ગુજરાતીઓ પણ સવાર હતા. આમાંથી 4 ગુજરાતીઓ એક ફ્લાઇટ દ્વારા અમદાવાદ પહોંચ્યા હતા જ્યારે 29 ગુજરાતીઓ બીજી ફ્લાઇટ દ્વારા પહોંચ્યા હતા. છેલ્લા 12 દિવસમાં ત્રણ બેચમાં કુલ 332 ભારતીયો સ્વદેશ પરત ફર્યા છે. આમાં 74 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. ત્રીજા તબક્કામાં, ગેરકાયદેસર રીતે પ્રવેશેલા 157 ભારતીયોને પાછા મોકલવામાં આવ્યા છે. આમાં 20 થી વધુ ગુજરાતીઓનો સમાવેશ થાય છે જેમને આજે બે ફ્લાઇટમાં અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવશે. એક ફ્લાઇટ સવારે 11 વાગ્યે અને બીજી બપોરે 1:45 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર…
(જી.એન.એસ) તા. 17 કેન્ટુકી, અમેરિકાના કેન્ટુકીમાં એક ભયાનક તોફાન બાદ પૂર જેવી પરિસ્થિતિઓ સર્જાઈ છે, દરેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. મીડિયા રિપોર્ટ મુજબ, જ્યોર્જિયામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. રેસ્ક્યુ ટીમ શોધ અને બચાવ કાર્યમાં લાગેલી છે. છેલ્લા 24 કલાકમાં 1000થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ વાવાઝોડાને એક દાયકાની સૌથી ગંભીર હવામાન ઘટનાઓમાંની એક માનવામાં આવે છે. જો કે, આ વાવાઝોડાની અસર ઘણા રાજ્યોમાં થઈ છે, જેના ઘણા વીડિયો સામે આવ્યા છે. જેમાં અનેક વાહનો પાણીમાં ગરકાવ થઇ ગયા છે, ઠેર-ઠેર પણ વૃક્ષો પડી ગયા છે અને ઘરો ચારેબાજુ પાણીથી ઘેરાયેલા છે. ટેનેસી, કેન્ટુકી અને વર્જિનિયામાં મોટાભાગે…
(જી.એન.એસ) તા. 17 અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને એક મોટો અને મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં કહ્યું હતું કે, ‘આધાર કાર્ડ, પાનકાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા સરકારી રેકર્ડમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણ માન્ય રહેશે નહીં. જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલી જન્મ તારીખ જ સાચી તારીખ માની શકાય, જન્મ મરણની નોંધણીના રજીસ્ટરમાં નોંધાયેલી તારીખ જ માન્ય તારીખ ગણાશે.’ જન્મના પ્રમાણપત્રમાં તારીખ સુધારા માટેની અરજી ફગાવતા ગુજરાત હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે. જન્મ તારીખના સુધારાને લઈને જન્મ મરણ રજીસ્ટ્રારની સત્તાઓ વિશે પણ ચુકાદામાં અવલોકન કરવામાં આવ્યું છે. આ બાબતે ગુજરાત હાઈકોર્ટના જણાવ્યા અનુસાર, જન્મ-મરણની નોંધણીના રજીસ્ટરમાં નોંધાયેલી તારીખ જ માન્ય ગણાશે. જો…
(જી.એન.એસ) તા. 17 પટિયાલા, અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવેલ બે વ્યક્તિઓની પટિયાલા પોલીસે પટિયાલાના રાજપુરામાંથી બે યુવકોની ધરપકડ કરી છે. અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 120 ગેરકાયદેસર ભારતીય ઈમિગ્રન્ટ્સને લઈને એક વિશેષ વિમાન શનિવારે મોડી રાત્રે અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું હતું. જેમાંથી 60થી વધુ પંજાબના અને 30થી વધુ હરિયાણાના છે. અન્ય ગુજરાત, ઉત્તર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના છે. ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશેલા ભારતીયોની આ બીજી બેચ છે, જેમને ટ્રમ્પ પ્રશાસન દ્વારા દેશનિકાલ કરવામાં આવ્યો છે. આ મામલે મળતી માહિતી અનુસાર પટિયાલા પોલીસ દ્વારા પકડવામાં આવેલ બન્ને વ્યક્તિઓ વિરુદ્ધ 2023માં રાજપુરામાં હત્યાના આરોપમાં FIR નોંધવામાં આવી હતી. જે…
(જી.એન.એસ) તા. 17 શિમલા, જમ્મુ અને કાશ્મીર તથા ઉત્તરાંચલના અનેક સ્થાનો પર ફરી એકવાર વાતાવરણ માં પલટો આવ્યો છે, ઠંડીમાં અચાનક વધારો નોંધાયો હતો. જો કે બીજી તરફ ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં ગરમીના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે. હવામાન ખાતાએ આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન લઘુતમ અને મહત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થવાની આગાહી કરી છે. ભારતીય હવામાન ખાતાના શ્રીનગર કેન્દ્ર અનુસાર શનિવારે શ્રીનગરમાં લઘુતમ તાપમાન શૂન્ય ડિગ્રી નોંધાયું હતું. તેની સાથે ફરી એકવાર ઠંડીનું પુનરાગમન થયું છે. મહત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કાશ્મીર ખીણના મોટાભાગના શહેરોમાં આ પ્રકારનું તાપમાન નોંધાયું હતું. જો કે કડકડતી…
