Author: devarshi

(જી.એન.એસ) તા. 19 આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી, આજથી શરૂ થશે. આજે પહેલી મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેગા ઈવેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લેવા માટે તૈયાર છે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે હિન્દી કોમેન્ટ્રી પેનલની જાહેરાત કરવામાં આવી હતી. ચેમ્પિયન્સ ટ્રોફી માટે હિન્દી કોમેન્ટ્રી પેનલમાં સુરેશ રૈના, હરભજન સિંહ, વકાર યુનિસ, રોબિન ઉથપ્પા, મોહમ્મદ કૈફ, અંબાતી રાયડુ, વહાબ રિયાઝ, પીયૂષ ચાવલા, વરુણ એરોન, જતીન સપ્રુ, આકાશ ચોપરા, સંજય માંજરેકર, સંજય બાંગર, દીપ દાસગુપ્તાને તક મળી છે. હિન્દી કોમેન્ટ્રી પેનલમાં ઘણા દિગ્ગજોને સ્થાન આપ્યું છે. ભૂતપૂર્વ ભારતીય ખેલાડીઓ સિવાય બે ભૂતપૂર્વ પાકિસ્તાની દિગ્ગજ વકાર યુનિસ અને વહાબ રિયાઝને પણ તક મળી છે. ચેમ્પિયન્સ…

Read More

(જી.એન.એસ) તા. 19 અમરેલી, રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ અને દિપડા જેવા પ્રાણીઓ દ્વારા હુમલાનો વધુ એક કરૂણ કિસ્સો સામે આવ્યો છે જેમાં, અમરેલીના પાણીયા ગામે ઈંટો પાડતા ખેત મજૂરનાં 7 વર્ષનાં બાળક પર સિંહે હુમલો કર્યો હતો. બાળકનાં અવશેષ મળી આવતા ગ્રામ્ય વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. આ અંગે વનવિભાગને જાણ કરાતા વિભાગ દ્વારા માનવભક્ષી સિંહને પકડવાની તજવીજ હાથ ધરાઈ હતી જેમાં 2 કલાકની ભારે જહેમત બાદ નરભક્ષી સિંહ પાંજરે પુરાયો હતો. સિંહ પાંજરે પૂરાતા વનવિભાગની ટીમ અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ મામલે મળતી માહિતી અનુસાર, અમરેલીનાં પાણીયા ગામે પરપ્રાંતીય ખેત મજૂરનાં 7 વર્ષીય બાળક રાહુલ નારુંભાઈ બારીયા…

Read More

(જી.એન.એસ) તા. 19 લદાખ, દક્ષિણ લદ્દાખમાં લેહથી 150 કિમી દૂર ન્યોમા વિસ્તારમાં આર્મી કેમ્પમાં એક પાણીની ટાંકીમાં વિસ્ફોટ થવાને કારણે સુબેદાર સંતોષ કુમાર અને નાયબ સુબેદાર સુનીલ કુમાર શહીદ થયા હતા. સેનાએ ફરજની લાઇનમાં પોતાના જીવનનું બલિદાન આપનાર બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ મામલે જેસીઓ અધિકારીએ જણાવ્યું હતું કે, ન્યોમા વિસ્તારમાં એક કેમ્પમાં પાણીની ટાંકી ફાટતાં સુબેદાર સંતોષ કુમાર અને નાયબ-સુબેદાર સુનીલ કુમારનું મૃત્યુ થયું હતું. આ વિસ્તાર લેહથી 150 કિલોમીટર દૂર દક્ષિણ લદ્દાખમાં સ્થિત છે. તેમણે જણાવ્યું કે આ ઘટના રવિવારે બની હતી અને પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. લેહ સ્થિત ફાયર એન્ડ ફ્યુરી ફોર્સે…

Read More

(જી.એન.એસ) તા. 18 ગાંધીનગર, ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ સોમવારે જાહેર થઈ ગયું હતું જેમાં જૂનાગઢ મહાનગર પાલિકા, ગાંધીનગર તાલુકા પંચાયત, કપડવંજ તાલુકા પંચાયત અને કઠલાલ તાલુકા પંચાયત સહિત 68 નગરપાલિકાની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું અને સોમવારે તેનું પરિણામ આવી ગયું છે. ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણીમાં સૌથી બમ્પર જીત મેળવી છે. વલસાડમાં ભાજપની ભવ્ય વિજય બાદ પાર્ટી કાર્યકર્તાઓ દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. જો કે, આ દરમિયાન કાર્યકર્તાઓ ભાન ભૂલ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જીતની ઉજવણીમાં મગ્ન ભાજપનાં કાર્યકર્તાઓએ જેસીબી મશીનથી વિજય સરઘસ કાઢ્યુ હતું. પારડી નપાનાં વોર્ડ નંબર-5 નાં ઉમેદવારોનું વિજય…

Read More

(જી.એન.એસ) તા. 18 અમરેલી, અમરેલી જિલ્લાના ખાંભા-ઉના રોડ પર એક બોલેરોને ગંભીર અકસ્માત નડ્યો હતો જેમાં 20 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ખાંભા-ઉના રોડ પર ખડાધાર નજીક એક બોલેરો રોંગ સાઈડમાં એક મોટા ખાડામાં ઉતરી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, તેમ 20 લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાંથી 8 લોકોની હાલત ગંભીર છે. આ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખાંભા હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યારે ગંભીર ઈજાગ્રસ્તોને અમરેલી ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ખાંભા તાલુકાના એક ગામથી દેવીપૂજક પરિવાર સહિતના લોકો સગાઈના પ્રસંગ માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન ખડાધાર ગામ નજીક અચાનક બોલેરો રોંગ સાઈડમાં ખાડામાં ઉતરી…

Read More

(જી.એન.એસ) તા. 18 ડાંગ, અમદાવાદની આંબાવાડી વિસ્તારમાં આવેલ પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓ ડાંગ પ્રવાસે ગયા હતા. પોલિટેક્નિક કોલેજના 51 વિદ્યાર્થીઓ કેમ્પ સાઈટ માટે ખાનગી બસ મારફત ડાંગના પ્રવાસે પંહોચ્યા. ડાંગની સુદરતાનો આનંદ માણયા બાદ વિદ્યાર્થીઓ દેવીનામાળ કેમ્પ સાઇટ નજીક ગયા. ત્યાં પાસે આવેલ નદીમાં મોટાભાગના વિદ્યાર્થીઓ નાહવા પડ્યા હતા. દરમિયાન લાંબા સમય સુધી એક વિદ્યાર્થી ગુમ થઈ ગયો. અન્ય વિદ્યાર્થીઓએ તેની શોધખોળ કરી પણ તેનો મૃતદેહ મળી આવ્યો. વિધાર્થીના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો. વિદ્યાર્થીનું નામ શિવમ કમલેશ શાહ હોવાનું સામે આવ્યું છે, વિદ્યાર્થી અમદાવાદના નિકોલનો રહેવાસી હતો. અમદાવાદના પોલિટેકનિકના વિદ્યાર્થીઓ પણ હાલમાં ડાંગ પ્રવાસે હતા. ત્યારે યુવાન ડૂબી જતા મોટી…

Read More

(જી.એન.એસ) તા. 18 નવી દિલ્હી, અભિનેતા ધનુષ હાલમાં દિલ્હીમાં દિગ્દર્શક આનંદ એલ રાય સાથે તેની આગામી હિન્દી ફિલ્મ, ‘તેરે ઇશ્ક મેં’ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. શ્રી રામ કોલેજ ઓફ કોમર્સમાં દોડતા અભિનેતાના કેટલાક ચિત્રો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આનંદ એલ રાય દ્વારા બનાવાઈ રહેલી ફિલ્મમાં ધનુષની હિરોઈન ક્રિતી સેનન છે. ફિલ્મ આગામી નવેમ્બરમાં રીલિઝ થવાની છે. ફિલ્મ માટે એ. આર. રહેમાન મ્યુઝિક આપી રહ્યા છે. આ ફિલ્મ દ્વારા ધનુષ ત્રીજીવાર આનંદ એલ રાયની ફિલ્મ કરી રહ્યો છે. છે. આ પહેલા તેણે આનંદ એલ રાયની ‘રાંઝણા’ અને ‘અતરંગી રે ‘ફિલ્મમાં કામ કર્યુ હતું.

Read More

(જી.એન.એસ) તા. 18 બોલીવુડના સુપરસ્ટાર હૃતિક રોશન અને અભિનેત્રી ઐશ્વર્યા રાયની ક્લાસિક ગણાવાયેલી ફિલ્મ ‘જોધા અકબર’નું લોસ એન્જલિસમાં ઓસ્કર એકેડમી દ્વારા ખાસ સ્ક્રિનિંગ યોજવામાં આવશે. આ ફિલ્મને 17 વર્ષ પૂરાં થયાં છે, જો કે, આ મુદ્દે બોલીવુડમાં પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મ નું સ્ક્રિનિંગ આગામી મહિને યોજાશે. આ જાહેરાત થયા બાદ ફિલ્મના દિગ્દર્શક આશુતોષ ગોવરીકરે આ ફિલ્મને પસંદ કરવા બદલ એકેડમીનો આભાર માન્યો હતો. આ ફિલ્મ હૃતિક અને ઐશ્વર્યા બંનેની કેરિયરની માઈલસ્ટોન મૂવી ગણાય છે. ફિલ્મનું સંગીત પણ સતત લોકપ્રિય રહ્યું છે. આ ફિલ્મમાં ઐશ્વર્યાનાં કોશ્ચ્યૂમ તથા જ્વેલરીની વિશેષ ચર્ચાઓ થઈ હતી.

Read More

(જી.એન.એસ) તા. 18 નવી દિલ્હી, કોમેડિયન સમય રૈનાના ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ યુટ્યુબ શોમાં રણવીર અલ્હાબાદિયા દ્વારા કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી પર સોમવારે દેશની સર્વોચ અદાલત સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. યુટ્યુબ પ્લેટફોર્મ પર ફેલાતી અશ્લીલતાને ધ્યાનમાં લેતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ મામલે કડક વલણ અપનાવવા નિર્દેશ કર્યો છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું હતું કે, ‘શું તે યુટ્યુબ પર ફેલાયેલા અશ્લીલ કન્ટેન્ટ અંગે કોઈ પગલું લેવા માગે છે?’ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે ડિજિટલ પ્લેટફોર્મના દુરુપયોગ પર ચિંતા વ્યક્ત કરી છે. જસ્ટિસ સૂર્યકાંતે એડિશનલ સોલિસિટર જનરલ (ASG) ઐશ્વર્યા ભાટીને કહ્યું, ‘અમે ઈચ્છીએ છીએ કે તમે (સરકાર)…

Read More

(જી.એન.એસ) તા. 18 પ્રયાગરાજ/નવી દિલ્હી, ઉત્તર પ્રદેશના પ્રયાગજ ખાતે સંગમમાં મહાકુંભ નો મેળો યોજાયો છે જેમાં અત્યારસુધીમાં 54 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ અમૃત સ્નાન કર્યું છે, ત્યારે હવે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)નાં એક અહેવાલમાં જણાવાયું છે કે બંને નદીનું પાણી સ્નાન કરવા યોગ્ય નથી. CPCBએ 17 ફેબ્રુઆરીના રોજ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)ને પોતાનો અહેવાલ સુપરત કર્યો. CPCB એ 9થી 21 જાન્યુઆરી દરમિયાન પ્રયાગરાજમાં અલગ અલગ સ્થળેથી નમૂનાઓ એકઠા કર્યા. હવે તેમની તપાસનાં પરિણામો જાહેર કરવામાં આવ્યાં છે. એમાં પીએચ એટલે પાણી કેટલું એસિડિક અથવા ક્ષારવાળું છે, ફિકલ કોલીઓર્મ, BOD એટલે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, COD એટલે કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ અને ડિઝોલ્બડ…

Read More