Author: devarshi

(જી.એન.એસ) તા. 17 વોશિંગ્ટન, તાજેતરમાં કરવામાં આવેલ હવાઈ હુમલા બાબતે અમેરિકાની સેના એ કહ્યું હતું કે, ઉત્તર પશ્ચિમ સીરિયામાં એક મોટો હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં અલ કાયદા સાથે સંકળાયેલા એક ટોચના કમાન્ડરને ઠાર કરી દેવાયો હતો. એક નિવેદનમાં, યુએસ સેન્ટ્રલ કમાન્ડે આ વ્યક્તિને આતંકવાદી સંગઠન હુર્રાસ અલ-દિનમાં એક વરિષ્ઠ નાણાકીય અને લોજિસ્ટિક્સ અધિકારી તરીકે ગણાવ્યો હતું. જોકે, અમેરિકાની સેનાએ આ હુમલા અંગે કોઈ વધારાની માહિતી આપી નથી. અમેરિકાએ હજુ પણ સીરિયા પર બોમ્બમારો ચાલુ રાખી રહ્યો છે. યુએસ સેનાએ રવિવારે કહ્યું કે તેણે ઉત્તર પશ્ચિમ સીરિયામાં એક મોટો હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં અલ કાયદા સાથે સંકળાયેલા…

Read More

(જી.એન.એસ) તા. 17 ગીર સોમનાથ, ગીર સોમનાથ, અમેરલી, ભાવનગર, જૂનાગઢ, જામનગર, દ્વારકામાં દીપડાનો સતત આતંક વધતો જઈ રહ્યો છે તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં, ગીર સોમનાથમાં દીપડાએ હુમલો કરતા 5 વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. જશાધર ગામમા ખેતરમાં રમતી વખતે બાળકી પર હુમલો કરી ફાડી ખાધી હતી. સારવાર દરમિયાન બાળકીનું મોત થતાં પરિવારમાં શોક ફેલાયો છે. ગામડાઓમાં રાતના સમયે ખુલ્લેઆમ ફરતા દીપડાથી ગ્રામજનોમાં ભય ફેલાયેલો રહ્યો છે. ત્યારે ગીર સોમનાથના જશાધર ગામમાં ખેતરમાં રમતી બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન બાળકી લોહીલુહાણ થઈ જતાં તેને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ જીંદગી સામે…

Read More

(જી.એન.એસ) તા. 17 રાયગઢ, મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો હતો જેમાં, દેવાના દબાણ અને વસૂલાત કરતાં એજન્ટોની ધમકીઓથી પરેશાન થઈ ને એક 50 વર્ષીય શાળાના શિક્ષકે અટલ સેતુ પરથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. આ ઘટના બાદ મૃતકના પરિવારે જણાવ્યું હતું કે, શિક્ષકે ગયા મહિને ઇન્સ્ટન્ટ લોન એપ દ્વારા લોન લીધી હતી, જેના દ્વારા તે જૂની લોન ચૂકવવા માંગતો હતો, પરંતુ સમયસર રકમ ચૂકવી ન શકવાને કારણે, 12,000 રૂપિયાની બાકી રકમ તેમના પર બોજ બની ગઈ. તેમજ પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, છેલ્લા એક અઠવાડિયાથી, રિકવરી એજન્ટો તેને સતત ફોન કરીને ધમકી આપી રહ્યા હતા, તેને જાહેરમાં…

Read More

(જી.એન.એસ) તા. 17 પંચમહાલ, એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી) દ્વારા પંચમહાલ જિલ્લાનાં હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે ફરજ બજાવતા પ્રોબેશનર પીએસઆઇને એક લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયા હતા. આરોપીને વોન્ટેડ જાહેર કરી મારઝૂડ અને હેરાન નહિં કરવા માટે પીએસઆઈએ 2.50 લાખની લાંચ માગી હતી. જો કે, આરોપીએ એક લાખની જ સગવડ થઈ હોવાનું જણાવ્યું હતું. આરોપી પ્રોબેશનર પીએસઆઇને લાંચની રકમ ન આપવા માગતો હોવાથી ગોધરા એસીબી પોલીસ મથકે ફરિયાદ કરી હતી. આ ફરિયાદનાં આધારે એસીબીની ટીમે પ્રોબેશનર પીએસઆઇને લાંચ લેતા ઝડપી પાડવા માટે છટકું ગોઠવ્યું હતું. એસીબી નાં ગોઠવેલા છટકામાં મેહુલ ભરવાડ લાંચની રકમ સ્વીકારતા અને હેતુલક્ષી વાતચીત કરતાં ઝડપાયા…

Read More

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 13-14 પર એક મોટી દુર્ઘટના ઘટી નવી દિલ્હીથી દરભંગા જતી સ્વતંત્ર સેનાની એક્સપ્રેસમાં ચઢવા માટે પ્લેટફોર્મ નંબર 13 પર મોટી સંખ્યામાં મુસાફરો એકઠા થયા હતા (જી.એન.એસ) તા. 16 નવી દિલ્હી, શનિવારે રાત્રે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભીડને કારણે થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ ઘટના રાત્રે 10 વાગ્યાની આસપાસ પ્લેટફોર્મ 13 અને 14 પર બની હતી, જ્યારે હજારો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે તેમની ટ્રેનોમાં ચઢવા માટે એકઠા થયા હતા. દિલ્હીના LG વીકે સક્સેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં મૃત્યુની…

Read More

શિક્ષણ અને ધાર્મિકતાનો સંગમ: દીકરા જાગૃત મહેશભાઈ રીબડીયાની અદ્ભુત સિદ્ધિ રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ દીકરા જાગૃત નું ગર્વભેર સન્માન કર્યું (જી.એન.એસ) તા. 16 સુરત, સુરતના નાની વેડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયના ધોરણ ૬ – ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી જાગૃત મહેશભાઈ રીબડીયાએ “શ્રીમદ્ ભગવદ્ ગીતા”ના ૭૦૦ શ્લોક કંઠસ્થ કરીને એક અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે. આ સિદ્ધિ માત્ર જ્ઞાનની જ નહીં, પણ ધાર્મિકતા અને સંસ્કારોના સંગમની પ્રતીક છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના “સદ્ વિધા મહોત્સવ, વાલી તથા વિદ્યાર્થી સંમેલન” પ્રસંગે રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ રાજ્યસભાના સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા સાથે દીકરા જાગૃતનું ગર્વભેર સન્માન કર્યું. આ પ્રસંગે રાજ્ય…

Read More

(જી.એન.એસ) તા. 16 ગાંધીનગર, ચૂંટણી પહેલા જ 66 નગરપાલિકાના 461 વોર્ડ પૈકી કુલ 24 વોર્ડ બિનહરીફ થયા છે. નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની 60 બેઠકોમાંથી 8 બેઠકો પણ બિનહરીફ જાહેર થઈ છે. આથી હવે 1 હજાર 677 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. આ બેઠકો માટે કુલ 5 હજાર 374 ઉમેદવારો મેદાનમાં છે. 68 નગરપાલિકાઓ, 3 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે, કુલ 36,71,449 મતદારો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 19,84,730 પુરુષ, 19,01,410 સ્ત્રી મતદારો, 15 અન્ય મતદારો નોંધાયા છે, 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થયું. આગામી 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં…

Read More

(જી.એન.એસ) તા. 16 અમદાવાદ, અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં પોલીસકર્મીએ અકસ્માત સર્જ્યાની ઘટના સામે આવી છે. ચાંદખેડામાં પોલીસ નેમપ્લેટવાળી કારે લોડિંગ રીશાને ટક્કર મારી હતી. તેના લીધે લોડિંગ રીક્ષા પલ્ટી ગઈ હતી. તેના લીધે લોડિંગ રીક્ષામાં બેઠેલા 11 વર્ષના છોકરાનું મૃત્યુ થયું હતું. આ સંદર્ભમાં પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે. જે કારથી અકસ્માત થયો તે કાર પર પોલીસ લખેલું હતું તેવી માહિતી સામે આવી છે. જેથી આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. અકસ્માતને લઈને રોડ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને ટ્રાફિક જામના દૃશ્યો પણ સર્જાયા હતા. સાથેજ લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો. કાર…

Read More

કેટલીક વાર ઘર આંગણે મત મથક હોવા છતાં ૧૦ ડગલા ચાલી મત આપવા જવા આળસ કરતા લોકો માટે પ્રેરણા રૂપ માણસાનો કિસ્સો. (જી.એન.એસ) તા. 16 ગાંધીનગર, માણસામાં તારા નાથજી તરીકે ઓળખાતા મહિલા સાંસારિક મોહ-માયા માંથી સંન્યાસ લઈ ચૂક્યા છે, અને જૂનાગઢમાં મહામંડલેશ્વર સ્નેહલ નંદગીરીજી તરીકે ઓળખાય છે. તેઓ જણાવે છે કે, સાંસારિક મોહ માયા ભલે ત્યજી હોય, પરંતુ રાષ્ટ્ર પ્રત્યેની તેમની ફરજ અને જવાબદારી તેમને હંમેશા યાદ રહે છે. દેશ માટેની આ જ ફરજો માંથી એક એટલે ‘મતદાનની ફરજ’ છે. આ ફરજ પૂર્ણ કરવા તારા નાથજી જુનાગઢથી પોતાના વતન માણસા આવ્યા છે. અને તેમણે મતદાન કરી રાષ્ટ્ર પ્રત્યેની પોતાની નૈતિક…

Read More

(જી.એન.એસ) તા. 16 બર્ધમાન, પશ્ચિમ બંગાળમાં કોલકાતાના બર્ધમાનના સાંઈ ગ્રાઉન્ડ ખાતે એક કાર્યક્રમને સંબોધતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSSના વડા મોહન ભાગવતે કહ્યું કે હિન્દુ સમાજ માને છે કે વિવિધતા એકતામાં રહેલી છે. કોલકાતાના બર્ધમાનના સાંઈ ગ્રાઉન્ડ ખાતે આરએસએસના એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે લોકો વારંવાર પૂછે છે કે આપણે ફક્ત હિન્દુ સમાજ પર જ કેમ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, અને મારો જવાબ છે કે દેશનો જવાબદાર સમાજ હિન્દુ સમાજ છે. મોહન ભાગવતે કહ્યું કે આજે કોઈ ખાસ કાર્યક્રમ નથી. જે લોકો સંઘ વિશે જાણતા નથી તેઓ ઘણીવાર પ્રશ્ન કરે છે કે સંઘ શું ઇચ્છે છે. જો મારે જવાબ આપવો…

Read More