Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૨૬/૦૪/૨૦૨૬)
- આજનું પંચાંગ (૨૬/૦૪/૨૦૨૬)
- જાહેર વિતરણ વ્યવસ્થા ‘કૌભાંડ’ કેસમાં EDએ બંગાળમાં નવ સ્થળોએ દરોડા પાડ્યા
- પ્રધાનમંત્રી મોદીએ નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ અશોક લાહિરી અને અન્ય પૂર્ણ-સમયના સભ્યોને શુભેચ્છાઓ પાઠવી
- CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ કરતી રાજ્યસભામાં વિરોધ પક્ષોએ નવી નોટિસ રજૂ કરી
- દાઉદ ઇબ્રાહિમના શંકાસ્પદ સાથી સલીમ ડોલાની તુર્કીમાં ધરપકડ
- અમેરિકા, ઇઝરાયલ સાથેના યુદ્ધ પછી ઈરાને પહેલી વાર તેહરાન આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી વાણિજ્યિક ફ્લાઇટ્સ ફરી શરૂ કરી
- તેલંગાણાના નેતા કે. કવિતાએ પોતાની રાજકીય પાર્ટી બનાવી, તેલંગાણા રાષ્ટ્ર સેનામાં નામ ઉમેર્યા
- ભાજપમાં જોડાયા બાદ રાઘવ ચઢ્ઢાએ કેજરીવાલ પર ‘શીશ મહેલ 2’ નો કટાક્ષ કર્યો
- ‘નરક’ વાળી પોસ્ટ શેર કરવા બદલ યુએસ કાયદા નિર્માતાઓએ ટ્રમ્પની ટીકા કરી
- નેતન્યાહૂને પ્રોસ્ટેટ કેન્સરના પ્રારંભિક તબક્કાની સારવાર કરાવી
- ઈરાને શંકાસ્પદ યુએસ લિંક્સના આધારે જહાજ જપ્ત કર્યું, દરિયાઈ ઉલ્લંઘનનો ઉલ્લેખ કર્યો
Author: devarshi
22 માર્ચથી આઈપીએલ 2025 નો થશે શુભારંભ (જી.એન.એસ) તા. 16 22 માર્ચ 2025 ને શનિવારથી આઈપીએલ 2025નો પ્રારંભ થશે અને તે જ દિવસે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં કેકેઆર અને આરસીબી વચ્ચે પહેલી મેચ યોજાશે. આઈપીએલની અત્યાર સુધી 17 મી સિઝન રમાઈ ચૂકી છે અને આ વર્ષે જાહેર થયેલો કાર્યક્રમ 18મી સિઝનનો છે. ગત સિઝનમાં ફાઈનલ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને વિજેતાનું ટાઈટલ જીત્યું હતું. આઈપીએલ 2025માં 10 ટીમો વચ્ચે 65 દિવસમાં ફાઇનલ સહિત કુલ 74 મેચ રમાશે. આ બધી મેચો ભારતના 13 સ્થળોએ યોજાશે. બપોરના મેચો બપોરે 3.30 વાગ્યાથી રમાશે. જ્યારે સાંજના મેચો સાંજે 7.30વાગ્યે શરૂ થશે.
વિવાદ વચ્ચે રણવીર અલ્હાબાદિયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી (જી.એન.એસ) તા. 16 સમય રૈનાના શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ માં અપશબ્દોનો ઉપયોગ કરનાર યુટ્યુબર રણવીર અલ્હાબાદીયા એક મોટી તકલીફમાં મુકાયા છે. યુટ્યુબર રણવીરની ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શોમાં કરવામાં આવેલ અભદ્ર ટિપ્પણી નો મુદ્દો એટલો મોટો થઈ ગયો કે રાજનેતાઓથી લઇને ધાર્મિક સંગઠનોએ પણ રણવીરનો વિરોધ કર્યો.આ મામલો સંસદ ભવન સુધી પહોંચી ગયો અને રણવીર સામે FIR પણ નોંધાઈ છે. રણવીર અલ્હાબાદીયા પર નોંધ્યાયેલા કેસમાં મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે. રણવીર સાથે-સાથે કોમેડિયન સમય રૈના, યુટ્યુબર આશિષ ચંચલાની અને ઈનફ્લુએન્સર અપૂર્વા મખીજા સહિત ‘ઇન્ડિયા ગોટ લેટેન્ટ’ ની ટીમ પર પણ કેસ થયો છે.…
(જી.એન.એસ) તા. 16 મુંબઈ, મુંબઈની એક કોર્ટ દ્વારા મુંબઈ પોલીસને બોલીવુડ ફિલ્મમેકર એકતા કપૂરની એક વેબ સીરિઝમાં સૈનિકોના અપમાનના કેસમાં સંબંધિત મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. CCP ની કલમ 202 હેઠળ એકતા કપૂર વિરુદ્ધની આ ફરિયાદમાં બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટે 9 મે સુધીમાં રિપોર્ટ દાખલ કરવા કહ્યું છે. આ કલમ હેઠળ મેજિસ્ટ્રેટ ફોજદારી કેસની તપાસ કરી શકે છે અથવા પોલીસને તેમ કરવાનો નિર્દેશ આપી શકે છે. આ ફરિયાદ યુટ્યુબર વિકાસ પાઠક ઉર્ફે ‘હિન્દુસ્તાની ભાઉ’ એ એકતા કપૂર વિરુદ્ધ નોંધાવી હતી. વિકાસે ફરિયાદમાં એકતા કપૂર તેમજ તેના OTT પ્લેટફોર્મ ALT બાલાજી અને તેના માતાપિતા શોભા અને જીતેન્દ્ર કપૂરનું પણ નામ લીધું…
(જી.એન.એસ) તા. 16 તાપી, તાપીનાં વાલોડ નજીક પાણી-પુરવઠાની લીકેજનું સમરકામ દરમિયાન અચાનક ભેખડ ધસી પડતા 25 વર્ષીય શ્રમિક યુવકનું મોત નીપજ્યું છે. મૃતકનાં પરિવારજનોએ એજન્સી પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. પરિજનો અને આદિવાસી આગેવાનોનો બુહારી-વાલોડ માર્ગ પર ચક્કાજામ કર્યો છે અને એજન્સીનાં અધિકારીઓ સ્થળ પર આવે પછી જ મૃતદેહ સ્વીકાર કરશે તેવી માગ ઉચ્ચારી છે. પોલીસ, મામલતદાર અને પાણી-પુરવઠાનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો છે. આ મામલે માહિતી અનુસાર, તાપી જિલ્લાનાં વાલોડ તાલુકાનાં બુહારી ગામ પાસે પાણી-પુરવઠા દ્વારા લીકેજ રિપેરિંગની કામગીરી ચાલી રહી છે. દરમિયાન, અચાનક ભેખડ ધસી પડતાં તેની નીચે દબાઈ જતાં ત્યાં કામ કરતો વ્યારા તાલુકાનાં ભોજપૂર ગામનો વતની 25…
2024માં હિમોફિલિયાના દર્દીઓ માટે રૂ. 8 કરોડના ખર્ચે જીવનરક્ષક ક્લોટીંગ ફેક્ટર ઇંજેક્શન પુરા પાડવામાં આવ્યા (જી.એન.એસ) તા. 16 અમદાવાદ, હિમોફિલિયા એ લોહી ગંઠાવા માટે જરૂરી ક્લોટીંગ ફેક્ટર-7, 8 અને 9 ની જન્મજાત ઉણપથી થતી દુલર્ભ બીમારી છે. આ ક્લોટીંગ ફેક્ટરની ઉણપ લોહીની ગંઠાઈ જવાની ક્ષમતાને અસર કરે છે જેથી આ બીમારીથી પીડીત દર્દીને સામાન્ય ઇજા પછી પણ સતત રક્તસ્ત્રાવ થાય છે અને લાંબા સમય સુધી રક્તસ્ત્રાવ ચાલુ રહે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2024માં હિમોફિલિયાના દર્દીઓ માટે રૂ. 8 કરોડના ખર્ચે જીવનરક્ષક ક્લોટીંગ ફેક્ટર ઇંજેક્શન પુરા પાડવામાં આવ્યા. ઓપરેશનની જરૂર હોય તેવા હિમોફિલિયાના 18 દર્દીઓને જરૂરી ક્લોટીંગ ફેક્ટર ઇંજેક્શનો આપી…
(જી.એન.એસ) તા. 16 શ્રીનગર, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હોઇકોર્ટ દ્વારા એક મોટા નિર્ણયમાં છૂટાછેડા લીધેલી સ્ત્રીઓ માટે ‘ડિવોર્સી’ કહેવા પર રોક લગાવી છે. જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટે એક વૈવાહિક વિવાદમાં 3 વર્ષ પહેલા દાખલ કરેલી અરજી પર પોતાનો નિર્ણય સાંભળવતા કહ્યું હતું કે, છૂટાછેડા લીધેલી સ્ત્રીઓને ડિવોર્સી કહીને સંબોધવી એ યોગ્ય નથી, આવી રીતે કોઈ મહિલાને સંબોધવી એ દર્દનાક છે. હાઈકોર્ટના ન્યાયાધીશ વિનોદ ચેટર્જી કૌલે જણાવ્યું હતું કે ફક્ત છૂટાછેડા લીધા હોવાના આધારે મહિલાને ‘ડિવોર્સી’ તરીકે સંબોધવીએ ખોટી અને પીડાદાયક પ્રથા છે. તેમણે કહ્યું કે જો સ્ત્રીઓ માટે ‘ડિવોર્સી’ સંબોધન કરતું હોય તો પુરુષો માટે પણ ‘ડાઇવોર્સર’ સંબોધન થવું જોઈએ. જે સમાજમાં સ્વીકાર્ય…
(જી.એન.એસ) તા. 16 નવી દિલ્હી, અમેરિકામાં ગેરકાયદે રહેતા ભરાતીયોને પરત મોકલાવી કામગીરી ચાલી રહી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર વધુ 116 ભારતીયોને દેશ પરત મોકલવામાં આવ્યા છે, જેમાં 60 થી વધુ પંજાબના અને 30 થી વધુ હરિયાણાના છે અન્ય લોકો ગુજરાત, ઉત્તર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના છે. આ ભારતીયોનો બીજો સમૂહ છે જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ્યો હતો અને ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા તેમને દેશનિકાલ કરવામાં આવ્યા છે.. શનિવારે રાત્રે 11.30 વાગ્યે યુએસ એરફોર્સના વિમાન ગ્લોબમાસ્ટરમાં મહિલાઓ અને બાળકો સિવાય તમામ પુરુષોને હાથકડી પહેરાવીને લાવવામાં આવ્યા હતા. તમામ લોકોની 5 કલાકની ચકાસણી બાદ પોલીસ…
(જી.એન.એસ) તા. 16 ભાવનગર, ભાવનગરના સિહોરમાં એક મોટી દુર્ઘટના બની હતી જેમાં જીઆઈડીસીમાં આવેલ એક રોલિંગ મિલમાં બ્લાસ્ટ થયો હતો તેમ ચાર કામદારો દાઝી ગયા હતા જેથી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ, ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પ્રાથમિક સારવાર બાદ, તમામ ઘાયલ કામદારોને વધુ સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટથી મોટું આર્થિક નુકસાન થયું છે. પોલીસે ઘટના સ્થળની આસપાસના વિસ્તારને સીલ કરી દીધો છે અને સમગ્ર ઘટનાની ઝીણવટપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે.
ગુજરાત આરોગ્ય સેવાઓની યશકલગીમાં વધુ એક ઉમેરો SH-RBSK હેલ્થ+ અંતર્ગત દરેક વિદ્યાર્થી માટે ડિજીટલ હેલ્થ કાર્ડ અને બ્રેકિંગ ધ સાયલન્સ કેટેગરી અંતર્ગત નિ:શુલ્ક કોક્લિયર ઇમપ્લાન્ટ અને સ્પીચ થેરાપી માટે એવોર્ડ એનાયત થયો (જી.એન.એસ) તા. 16 નવી દિલ્હી, ગુજરાત આરોગ્ય વિભાગની યશકલગીમાં વધુ એક ઉમેરો થયો છે. ગઇ કાલ તા. 15 ફેબ્રુઆરી 2025 ના રોજ દિલ્હી ખાતે આયોજીત SKOCH-100 સમિટમાં ગુજરાત આરોગ્ય વિભાગને ગોલ્ડ કેટેગરીમાં બે એવોર્ડ એનાયત થયા છે. SH-RBSK હેલ્થ+ અંતર્ગત રાજ્યના પ્રત્યેક વિદ્યાર્થીનું નિભાવવામાં આવતું ડિજીટલ હેલ્થ કાર્ડ અને બ્રેકિંગ ધ સાયલન્સ કેટેગરીમાં કોક્લિયર ઇમપ્લાન્ટ અને સ્પીચ થેરાપી માટે આરોગ્ય વિભાગને ગોલ્ડ કેટેગરીમાં એવોર્ડ એનાયત થયા છે. આરોગ્ય…
(જી.એન.એસ) તા. 16 કોટા, રાજસ્થાનના કોટામાં ચંબલ ખાતર કેમિકલ ફેક્ટરીમાંથી એમોનિયા ગેસ લીક થયો હતો અને આ ગેસના સંપર્કમાં આવતાં એક સરકારી શાળાના 15 બાળકો બેભાન થઈ ગયા હતા જે બાદ તેમને સારવાર અર્થે તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના બાબતે મળતી માહિતી અનુસાર, શરૂઆતમાં બાળકોની સારવાર CFCL દવાખાનામાં કરવામાં આવી હતી. બાળકોએ જણાવ્યું કે શાળાના પરિસરમાં અચાનક તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને તેમની તબિયત લથડવા લાગી. થોડી જ વારમાં, બાળકો બેભાન થઈ ગયા અને શાળામાં અંધાધૂંધી મચી ગઈ હતી. તેમજ આ ઘટના બાદ NDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને વિસ્તારમાં ઘરે ઘરે…
