(જી.એન.એસ) તા. 17
ભાવનગર,
ભાવનગરના ઘોઘારોડ પાસે લીંબડિયુ વિસ્તારમાં એક કન્સ્ટ્રક્શન સાઇટનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન એક કૉંક્રીટ ભરેલી ટ્રક પલટી જવાણી ઘટના સર્જાઈ હતી જેમાં હિરેન મહેતા નામના 26 વર્ષીય સાઇટ એન્જિનિયરનું મોત નીપજ્યું હતું અને એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ શરૂ કરી છે.

