અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’
(જી.એન.એસ) તા. 18
વોશિંગ્ટન,
ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી’ પરત કરવાની માંગ કરી છે, જે 1886માં ફ્રાન્સ દ્વારા અમેરિકાને ભેટ તરીકે આપવામાં આવી હતી. આ પ્રતિમા ન્યુયોર્ક સિટીમાં હડસન નદીના કાંઠે અમેરિકાના સ્વતંત્રતા અને લોકશાહીના આદર્શોના પ્રતીક તરીકે સ્થાપવામાં આવેલ છે.
અમેરિકા દ્વારા સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પરત કરવાની ફ્રેન્ચ રાજનેતાની માંગનો જવાબ આપતા વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલીન લેવિટે કહ્યું: “બિલકુલ નહીં. તે ફ્રેન્ચ રાજકારણીને મારી સલાહ તેમને યાદ અપાવવાની રહેશે કે માત્ર અમેરિકાના કારણે જ ફ્રેન્ચ લોકો અત્યારે જર્મન નથી બોલતા. તેઓએ આપણા મહાન દેશનો આભાર માનવો જોઈએ.”
કેરોલિન લેવિટે કહ્યું હતું કે, ‘અમેરિકાએ બીજા વિશ્વયુદ્ધમાં ફ્રાંસને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો અને જો અમે મદદ ન કરી હોત તો ફ્રાન્સ આજે ન માત્ર યુદ્ધ હારી ગયું હોત, પરંતુ તેની સંસ્કૃતિ અને ભાષા પણ જર્મન પ્રભાવ હેઠળ હોત.’ આ પ્રતિભાવ યુ.એસ.ના મજબૂત પ્રતિસાદનો એક ભાગ હતો, જે ફ્રાન્સને યાદ અપાવતો હતો કે સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી એક ભેટ હતી, અને તેને પરત માંગવાને બદલે, ફ્રાન્સે યુએસનો આભાર માનવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે, આ વિવાદ બીજા વિશ્વયુદ્ધનો છે, જ્યારે નાઝી જર્મનીએ યુરોપના મોટા ભાગ પર કબજો જમાવ્યો હતો. 1940માં, જર્મન દળોએ ફ્રાન્સ પર આક્રમણ કર્યું અને પેરિસ સહિત દેશના મોટા ભાગ પર કબજો કર્યો. ફ્રેન્ચ સૈન્યએ નાઝી જર્મની સમક્ષ આત્મસમર્પણ કર્યું અને જર્મન દળોએ ફ્રાન્સના મોટા ભાગ પર કબજો જમાવ્યો. તે સમયે ફ્રાન્સમાં સહયોગી સરકારની સ્થાપના કરવામાં આવી હતી, જેને જર્મની દ્વારા ટેકો મળ્યો હતો.
અમેરિકાએ ફ્રાન્સને નાઝી જર્મનીથી આઝાદ કરાવવા માટે તેના સૈનિકોનું બલિદાન આપ્યું હતું, જેના પરિણામે ફ્રાન્સને આઝાદી મળી હતી. આ ઘટના માત્ર ફ્રેન્ચ સ્વતંત્રતા માટે જ મહત્ત્વપૂર્ણ ન હતી, પરંતુ તેણે અમેરિકન અને ફ્રેન્ચ વચ્ચે સંબંધો સારા બનાવ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.