મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકર ચૌધરી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ગરિમામય ઉપસ્થિતિમાં લોકભવન ખાતે શપથવિધિ યોજાઈ
(જી.એન.એસ) તા. ૧૩
ગાંધીનગર,
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે સેવાનિવૃત્ત ન્યાયમૂર્તિ શ્રી બિરેન વૈષ્ણવને ગુજરાત રાજ્યના લોકાયુક્ત તરીકેના શપથ લેવડાવ્યા હતા.
આ શપથવિધિ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, ઉપ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, મંત્રીમંડળના સભ્યો તેમજ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોએ નવનિયુક્ત લોકાયુક્તશ્રીને અભિનંદન પાઠવ્યા હતા.

