(જી.એન.એસ) તા. ૧૩
ગાંધીનગર,
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ વહિવટી તંત્રમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે ગઈકાલે મોડી રાત્રે 72 IAS અધિકારીઓની બદલીનો આદેશ કર્યો હતો. રાજ્ય સરકાર દ્વારા અનેક જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશ્નરની બદલીના આદેશો કર્યા છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી બદલીઓને કારણે અનેક અટકળો શરૂ થઈ ગઈ છે.
રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી બદલીઓમાં જોઈએ તો અમદાવાદના કલેક્ટર સુજીત કુમારની સ્પેશિયલ કમિશનર ટેક્સ તરીકે બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને વલસાડના કલેક્ટર ભવ્ય વર્માની નિમણૂક કરાઈ છે. જામનગરના મ્યુનિસિપલ કમિશનર ડી એન મોદીની વિકાસ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. ગાંધીધામ, મહેસાણા, આણંદ, વાપી અને જૂનાગઢના કમિશ્નરો પણ બદલાયા છે.

