(G.N.S) Dt. 21
ગાંધીનગર,
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓની આદર્શ આચારસંહિતાને અનુલક્ષીને એપ્રિલ 2026 નો રાજ્ય અને જિલ્લા સ્વાગત કાર્યક્રમ 30 એપ્રિલ 2026 ના ગુરુવારે યોજવામાં આવશે
નાગરિકો અને પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો સ્વાગત કાર્યક્રમ આગામી ગુરૂવાર તારીખ 23 એપ્રિલ 2026 ના રોજ યોજવામાં આવશે
નહીં.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની આદર્શ આચાર સંહિતાને અનુલક્ષીને રાજ્ય અને જિલ્લા કક્ષાનો તારીખ 23 એપ્રિલના રોજ યોજાનારો સ્વાગત કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે.
દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામા આવતા આ સ્વાગત કાર્યક્રમ અંતર્ગત એપ્રિલ 2026 નો રાજ્ય અને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ પાંચમા ગુરુવાર એટલે કે તારીખ 30 એપ્રિલ 2026 ના રોજ યોજવામાં આવશે.
એટલું જ નહિ, તે દિવસે સવારે 8 થી 11 વાગ્યા સુધી લોકોની રજૂઆતો સ્વીકારવામાં આવશે.
સૌ સંબંધિતોને મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમના ખાસ ફરજ પરના અધિકારીશ્રી દ્વારા સ્વાગત કાર્યક્રમના આયોજનના આ ફેરફારની નોંધ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

