(જી.એન.એસ) તા. 30
બોલીવુડના ડેશીંગ અભિનેતા હૃતિક રોશને સાઉથના ફિલ્મ નિર્માતાઓ સાથે કામ કરવાનો નિર્ણય લીધો છે. ફિલ્મ ‘કેજીએફ’, ‘કાંતારા’ અને ‘ સાલાર’ જેવી બ્લોક બસ્ટર ફિલ્મો બનાવનાર સર્જકોએ હૃતિકને એક પેન ઈન્ડિયા પ્રોજેક્ટ માટે સાઈન કર્યો છે.
આમ તો આ પ્રોજેક્ટ વિશે હજી સુધી કોઈ ચોક્ક્સ જાહેરાત કરાઈ નથી. પરંતુ હોમ્બલે ફિલ્મ્સની સોશિયલ મીડિયા પોસ્ટસ અનુસાર આ એક ગ્રાન્ડ સ્કેલ પર બનનારી ફિલ્મ હશે.
આ પ્રોજેક્ટની અન્ય બાબતો જેવી કે, ફિલ્મનો વિષય, વાર્તા, ટાઇમલાઇન તેમજ અન્ય કલાકારો વિશેની કોઇ માહિતી આપવામાં આવી નથી.

