Home ગુજરાત હોટલ અને સ્પાની આડમાં ચાલતી રાજ્યમાં દેહ વ્યાપારની પ્રવૃત્તિઓને બંધ કરાવવાની સ્પેશિયલ...

હોટલ અને સ્પાની આડમાં ચાલતી રાજ્યમાં દેહ વ્યાપારની પ્રવૃત્તિઓને બંધ કરાવવાની સ્પેશિયલ ડ્રાઇવમાં બે દિવસમાં ૧૫૪૬ સ્થળોએ રાજ્યવ્યાપી દરોડા

31
0

(G.N.S) dt. 20

• ૨૪૨ આરોપીઓ સામે ગુના દાખલ કરી ૧૬૯ એફઆઈઆર નોંધવામાં આવી: ૧૫૦ આરોપીઓની ધરપકડ

• ૩૨ જેટલા સ્પા સેન્ટરો તથા હોટલોના લાયસન્સ રદ કરવા કાર્યવાહી હાથ ધરાઇ

હોટલ અને સ્પા સેન્ટરની આડમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિઓને બંધ કરાવવા અંગેની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે ત્યારે પોલીસની અલગ અલગ ટીમો દ્વારા છેલ્લા બે દિવસ દરમિયાન અલગ અલગ ૧૫૪૬ સ્થળો ઉપર રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે.

રાજ્યભરમાં પોલીસે ૨૪૨ આરોપીઓ સામે ૧૬૯ ગુના દાખલ કરી ૧૫૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ દ્વારા ૩૨ જેટલા સ્પા સેન્ટરો તથા હોટલોના લાયસન્સ રદ કરવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત જનજાગૃતિ માટે સાબરમતી રીવરફ્રન્ટ ખાતે રેલી યોજાઈ…
Next articleSGVP માં દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય અને મહર્ષિ સાંદિપની રાષ્ટ્રીય વેદવિદ્યા પ્રતિષ્ઠાન, ઉજ્જૈન દ્વારા આયોજિત અખિલ ભારતીય વૈદિક સંમેલનનો રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શુભારંભ કરાવ્યો