Home ગુજરાત સીકે V/S નરેશ પટેલ : શું ભાજપ લેઉવા-કડવા ભાગલા પાડાવવા માંગે છે..?

સીકે V/S નરેશ પટેલ : શું ભાજપ લેઉવા-કડવા ભાગલા પાડાવવા માંગે છે..?

1254
0

(જી.એન.એસ., હર્ષદ કામદાર), તા.8
સમાજ અને ખેડૂતો ના પ્રશ્ને ઉપવાસ કરી રહેલા હાર્દિક પટેલે હોસ્પિટલ માં પણ પોતાની લડત ચાલુ રાખવા પોતે હજુ ઉપવાસ પર જ છે એવી જાહેરાત કરી છે. સરકાર સાથે સમાધાન પ્રકિયા હજુ શરુ થઇ નથી. સમાધાન માટે આવેલા સીકે પટેલ અને નરેશ પટેલ હજુ સરકાર સાથે મંત્રણાના ટેબલ પર બેસે તે પહેલા સરકારે કૂટ રાજનીતિ કરીને સીકે અને નરેશ પટેલ ને સામ સામે લાવી દીધા હોય તેમ હાર્દિક દ્વારા ઉમિયાધામ અને ખોડલ ધામનાં આગેવાનો નું ઘોર અપમાન કરવામાં આવ્યું એમ સરકારના મંત્રી સૌરભ પટેલ દ્વારા બોલાવડાવી ને આ ધાર્મિક સંસ્થા ના આગેવાનો ખાસ કરીને ઉમિયાધામ વાળા નરેશ પટેલ ને હાર્દિક મામલે ટેકો ના આપે એવી સોગઠાં બાજી ગોઠવવા માં આવી હોવાનું બંને પક્ષે લાગણી સર્જાઈ છે.
સરકારી વર્તુળોમાંથી મળતી માહિતી એવી છે કે હાર્દિકના મામલે પહેલા તો ભાજપે પોતાના સીકે પટેલ ને મેદાનમાં ઉતાર્યા.સીકે પટેલ હાર્દિક ને ઉપવાસના સ્થળે મળવા ગયા કે કેમ તે કાઈ હજુ જાહેર થયું નથી. સીકે દ્વારા સરકાર સાથે વાતચીત શરૂ કરવામાં આવી. પણ હાર્દિકના સંગઠન પાસ દ્વારા તેનો ઇનકાર કરાયો અને સીકે તો ભાજપના એજન્ટ છે એમ કહી ને સીકે ને ખુલ્લો પાડ્યો. ત્યારબાદ નરેશ પટેલ મેદાનમાં આવ્યાં. તેમણે હાર્દિક ને હોસ્પીટલમાં સારવાર માટે સમજાવ્યા અને હાર્દિક માની ગયો. નરેશ પટેલે હાર્દિકની માંગણીઓ અંગે તેઓ ધાર્મિક સંસ્થા ના અગ્રણીઓ સાથે ચર્ચા કરીને સરકારમાં રજૂઆત કરશે એવી જાહેરાત કરી. પરંતુ તેઓ આગેવાનો ને મળે તે પહેલા સૌરભ પટેલે કહી દીધું કે હાર્દિક પટેલે સમાજ ની ધાર્મિક સંસ્થાઓ નું અપમાન કર્યું છે એમ કહી ને ઉમિયાધામ સાથે જોડાયેલા આગેવાનો નરેશ પટેલ ને ટેકો નાં આપે એવી કુટનીતિ અપનાવીને પાટીદારો માં કડવા અને લેઉવા એક નાં થાય એવા પ્રયાસો કર્યા હોવાની ધારણા વહેતી થઇ છે. કેમ કે હાર્દિક સાથે ભાજપ સરકાર જે રીતે વર્તી રહી હતી તેના પગલે બંને સમાજમાં એકતાના દર્શન સરકારને થયા જે કુટનીતિ પ્રમાણે સરકાર કદાજ ઈચ્છતી નહિ હોય.
નરેશ પટેલ સીકે ની જેમ ભાજપના નેતા નથી. ભાજપ તેમનેહાર્દિકની જેમ કોંગ્રેસ તરફી માનતી હોય તેમ હાર્દિકના મામલે તેઓ સરકાર સાથે વાત કરીને જશ ના લઇ જાય તે માટે સંસ્થાઓ નું અપમાન કરવામાં આવ્યું હોવાનું કહી ને સીકે નહિ તો નરેશ પણ નહિ અને હાર્દિક નો મામલો અધ્ધર તાલ રહે એવો કોઈ તાલ અને ખેલ સરકાર કરી રહી છે એમ વર્તુળોમાં ધારણા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleNAFનો સર્વે ઃ મોદીની લોકપ્રિયતા ઘટી છતાં, 48% વોટ સાથે નં.1….
Next articleદેશભરમાં જનઆક્રોશ છતાં 90 રૂપિયે પહોંચ્યું પેટ્રોલ, દોઢ મહિનામાં રૂ.5.30નો વધારો…..!!!