Home દેશ - NATIONAL NAFનો સર્વે ઃ મોદીની લોકપ્રિયતા ઘટી છતાં, 48% વોટ સાથે નં.1….

NAFનો સર્વે ઃ મોદીની લોકપ્રિયતા ઘટી છતાં, 48% વોટ સાથે નં.1….

917
0

મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ વર્ષ પ્રસંગે તેમના 18 સૂત્રિય રચનાત્મક કાર્યક્રમ પર ચર્ચાને પુનઃજિવિત કરવાના બહાને કોઇ હિડન સર્વે હાથ ધરાયો હતો?

(જી.એન.એસ.) ન્યુ દિલ્હી, તા.4
ચૂંટણીઓ જીતાડી આપવાનું કામ લેનાર જાણીતા રાજીકીય પંડિત પ્રશાંત કિશોરની એક એનજીઓ દ્વારા 29 જૂન 2018ના રોજ નેશનલ એજન્ડા ફોરમ-એનએએફ- લોંચ કરાયો હતો. જેનો હેતુ મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ વર્ષ પ્રસંગે તેમને શ્રધ્ધાંજલિ અર્પિત કરવા માટેની આ એક દેશ વ્યાપી પહેલ છે અને તેના દ્વારા ગાંધીજીના 18 સૂત્રિય રચનાત્મક કાર્યક્રમ પર ચર્ચાને પુનઃજિવિત કરવાનો છે. 30 જુલાઇ,2018ના રોજ જાહેર કરાયેલી અખબારી યાદીમાં આ બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ હતો. પરંતુ હમણાં જેનો જે સર્વે રિપોર્ટ જાહેર કરાયો તેમાં નવાઇ પમાડે તેમ મોદીની લોકપ્રિયતા, કેટલી બેઠકો મળશે, કેજરીવાલ સહિતના કેટલાક મુખ્યમંત્રીઓની કામગીરી વગેરે.નો ઉલ્લેખ કરાયો છે. 30-07-2018ની પ્રેસ રિલિઝમાં મોદી કે કેજરીવાલ કે વડાપ્રધાન કે મુખ્યમંત્રીની કામગીરી કે લોકપ્રિયતાનો ક્યાંય કોઇ ઉલ્લેખ નહોતો તો શું પ્રશાંત કિશોર દ્વારા ગાંધીજીના નામે કોઇ હિડન સર્વે હાથ ધરાયો હતો? ગાંધીજીની બાબતમાં મોદીજીને બેસાડવાની કળાકારીગરી કે બાજીગરી પ્રશાંત કિશોર પાસેથી શીખવું જોઇએ, એમ પણ તેમની અગાઉની પ્રેસ રિલિઝ અને હાલમાં જાહેર થયેલા સર્વે રિપોર્ટ જોઇને કેટલાક પરિબળોએ તેમની અને આવા સર્વેની વિશ્વસનિયતા સામે સવાલો ઉભા કર્યા છે. તેમનો સર્વે રિપોર્ટ કાંઇક આ પ્રમાણે છે.
નેશનલ એજન્ડા ફોરમના આ સર્વેમાં જણાવ્યા પ્રમાણે દેશના 712 જિલ્લામાં કરાવવામાં આવેલ ઓનલાઈન સર્વેમાં 57 લાખ જેટલા લોકોએ ભાગ લીધો હતો. જે પૈક 48% લોકોનું માનવું છે કે દેશને આગળ લઈ જવા માટે એક સશક્ત નેતા તરીકે પીએમ નરેન્દ્ર મોદી પર વિશ્વાસ મુકી શકાય છે. આ સર્વે રાજકીય પંડિત પ્રશાંત કિશોર સાથે જોડાયેલ એડવોકસી ગ્રુપ ઇન્ડિયન પૉલિટિકલ એક્શન કમિટી(I-PAC)એ કર્યો હતો.
નેશનલ એજન્ડા ફોરમ અંતર્ગત કરવામાં આવેલ આ સર્વેમાં લોકોને 923 નેતાઓ વચ્ચેથી તેમના ફેવરીટ નેતા ચયન કરવા માટે કહેવામાં આવ્યું હતું. જેમાં 48% વોટ સાથે મોદી પ્રથમ, 11% વૉટ સાથે રાહુલ ગાંધી બીજા સ્થાને જ્યારે અરવિંદ કેજરીવાલ 9.3 ટકા વૉટ સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા. જ્યારે અખિલેશ યાદવ 7 ટકા વોટ, મમતા બેનર્જી 4.2 અને માયાવતી 4.1 વૉટ સાથે ક્રમશઃ ચોથા, પાંચમા અને છઠ્ઠા નંબર પર રહ્યા હતા.
સર્વેમાં ઓડિશા મુખ્યમંત્રી નવીન પટનાયક, બિહારના CM નીતિશ કુમાર, CPMના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરી, NCP પ્રમુખ શરદ યાદવ સહિત અનેક રાષ્ટ્રીય અને ક્ષેત્રીય ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું હતું. સર્વેમાં સામેલ થનાર વ્યક્તિઓએ મહિલા સશક્તિકરણ, ખેડૂતોની સમસ્યા, આર્થિક અસમાનતા, વિદ્યાર્થીઓની સમસ્યા, આરોગ્યની સેવાઓમાં ક્ષતી, સાંપ્રદાયિક એક્તા દેશના મુખ્ય મુદ્દા કહ્યા હતા.
આ સર્વેમાં બોલિવુડ નેતા અક્ષય કુમાર, RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન અને પત્રકાર રવીશ કુમારની ઓળખ એવા પ્રખ્યાત ચહેરા તરીકે કરવામાં આવી જેમણે રાજકરણમાં હોવું જોઈએ. આ સર્વે સોમવારે રીલિઝ કરવામાં આવ્યો હતો. સર્વે વર્ષ 2013માં પ્રશાંત કિશોરની સંસ્થા સિટીઝન ફોર એકાઉંટેબલ ગવર્નન્સ તરફથી કરવામાં આવેલ સર્વે જેવો જ હતો. જેમાં તે સમયે મોદીને દેશના સૌથી લોકપ્રિય નેતા ગણાવાયા હતા. અલબત્ત તે સમયે મોદીને મળેલા વોટની સરખામણીએ આ સર્વેમાં ઓછા નંબર જરૂર આવ્યા છે. પરંતુ સૌથી લોકપ્રિય નેતા તરીકે હજુ પણ તેમના પ્રતિસ્પર્ધીઓથી ઘણા આગળ છે.
જોકે નિષ્ણાંતોનું માનીએ તો આ ઓનલાઈન સર્વે છે જેથી તેના કેટલાક બંધનો અને મર્યાદાઓ હોય છે. દેશના અનેક ગ્રામીણ વિસ્તારોમાં લોકો હજુ પણ આવા સર્વે અને ઓનલાઈન ટૂલની પહોંચથી દૂર છે. જ્યારે I-PACએ કહ્યું કે આ સર્વે દ્વારા અમારો ઈરાદો તો એવા લોકો સુધી પહોંચવાનો હતો જેઓ ઓનલાઈન એક્ટિવ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમુખ્યમંત્રીની એક ભૂલને સાચી ઠેરવવા સરકારી તંત્રના હવાતિયા….?
Next articleસીકે V/S નરેશ પટેલ : શું ભાજપ લેઉવા-કડવા ભાગલા પાડાવવા માંગે છે..?