Home દેશ - NATIONAL દેશભરમાં જનઆક્રોશ છતાં 90 રૂપિયે પહોંચ્યું પેટ્રોલ, દોઢ મહિનામાં રૂ.5.30નો વધારો…..!!!

દેશભરમાં જનઆક્રોશ છતાં 90 રૂપિયે પહોંચ્યું પેટ્રોલ, દોઢ મહિનામાં રૂ.5.30નો વધારો…..!!!

626
0

(જી.એન.એસ.), ન્યુ દિલ્હી, તા.10
દેશભરમાં વિરોધ પક્ષોએ ભલે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોને લઈને ભારત બંધનું એલાન કર્યું હોય, પરંતુ મોંઘવારી પર તેની અસર જોવા મળતી નથી. બંધ વચ્ચે પણ આજે ઈંધણ તેલની કિંમતોમાં વધારો તો યથાવત જ રહ્યો છે. દેશના અનેક શહેરોમાં પેટ્રોલ 80 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે પણ દેશમાં એક જગ્યા એવી પણ છે કે જ્યાં પેટ્રોલના લિટરના ભાવ 90 રૂપિયા થઈ ગયાં છે.
મહારાષ્ટ્રના પરભણી જીલ્લામાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 89.97 રૂપિયા પહોંચી ગઈ છે. પેટ્રોલની કિંમતોને લઈને પરભજી જીલ્લા પેટ્રોલ ડિલર્સ એસોશિએશનના પ્રેસિડેંટ સંજય દેશમુખે કહ્યું છે કે, અહીં પેટ્રોલના ભાવ સોમવારે 90 રૂપિયાના મનોવૈજ્ઞાનિક સ્તરની આસપાસ પહોંચી ગયો છે, જ્યારે ડીઝલ 77.92 રૂપિયા પ્રતિ લીટર છે. પરભણી સિવાય પણ મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પેટ્રોલ 88 અને ડીઝલ 76 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. ઓલ ઈન્ડિયા પેટ્રોલ ડિલર્સ એસોસિએશનના પ્રવક્તા અલી દારૂવાલાએ આ જાણકારી આપી હતી.
પેટ્રોલ-ડીઝલના ભાવ છ સપ્તાહમાં પ્રતિ લિટર રૂ. ૫.૩૦ની વૃદ્ઘિ સાથે રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ રવિવારે મહારાષ્ટ્રના પરભણીમાં પ્રતિ લીટર 89.97, મુંબઈમાં રૂ. ૮૭.૮૯ અને ડીઝલ રૂ. ૭૭.૦૯ના ભાવે વેચ્યું હતું. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ અનુક્રમે રૂ. ૮૦.૫૦ અને ૭૨.૬૧ હતો. ૨૯ જુલાઈથી મુંબઈમાં ડીઝલનો ભાવ પ્રતિ લિટર રૂ. ૫.૩૦ અને દિલ્હીમાં ઈં ૪.૯૯ વધ્યો છે. સમાન ગાળામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે રૂ. ૪.૨૮ અને રૂ. ૪.૩૪નો વધારો નોંધાયો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસીકે V/S નરેશ પટેલ : શું ભાજપ લેઉવા-કડવા ભાગલા પાડાવવા માંગે છે..?
Next articleગુજરાતની અસ્મિતા અને દેશની લોકશાહી બચાવવા મીડિયા માટે મુક્ત વાતાવરણ સર્જો