Home ગુજરાત સસ્પેન્ડેડ PSIએ DySPને આપી સોશિયલ મીડિયા પર ધમકી

સસ્પેન્ડેડ PSIએ DySPને આપી સોશિયલ મીડિયા પર ધમકી

312
0

(S.yuLk.yuMk)ભચાઉ,íkk.27
ભચાઉના સસ્પેન્ડેડ PSIએ DySP રાકેશ દેસાઈને ખુલ્લેઆમ ધમકી આપી છે. આ ધમકી સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ આપી હોવાથી હવે તેની ચર્ચા લોકોમાં જાગી છે. સોશિયલ મીડિયામાં પીએસએઈ રજવાડું પાછું જોઈએ એવા શબ્દનો ઉલ્લેખ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભચાઉ પોલીસ મથકે પીએસઆઈ તરીકે ફરજ નિભાવતા શ્યામરાજસિંહ ચાવડા દ્વારા સોશ્યલ મીડીયા પર 24 ડિસેમ્બરના રોજ રાત્રે એક વાગ્યે પોતાના ફોટા સાથે એક પોસ્ટ નાખીને લખ્યુ છે કે ‘બીજી વાર સસ્પેન્ડ થયો અને પોલીસ વિભાગમાં સાત વર્ષ પુર્ણ કર્યા, પણ હજી ફુલ પેમાં નથી. ડીવાયએસપી રાકેશ દેસાઈને ઉડાડી દેવાની ખુલ્લી ધમકી, 506 (2), આઈ વોન્ટ બેક રજવાડુ’.
પીએસઆઈ તરીકે ફરજ બજાવતા શ્યામરાજસિંહ ચૂંટણી બંદોબસ્તમાં ન આવતા તેને સસ્પેન્ડ કરાયા હતા. આ પોસ્ટ બાદથી પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો હતો અને ચર્ચાનો દોર છેડાયો હતો. પરંતુ હજી સુધી આ અંગે કોઇ કાર્યવાહી ન કરાતા કે પોસ્ટ ડિલીટ પણ ન કરાતા આશ્ચર્ય સર્જાયુ છે. આંતરીક સુત્રોએ જણાવ્યું હતું કે અગાઉ સુરતમાં પણ તેમને ખરાબ વર્તુણુક માટે સસ્પેન્ડ કરાયા હતા

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડોદરામાં મળ્યા સીલ બંધ સાહિત્ય, ECના મોટા છબરડાની શક્યતા
Next articleઆંતરિક અગ્નિ ઠારવા પ્રધાનમંડળનું વિસ્તરણ કરશે રૂપાણી સરકાર…?