Home ગુજરાત સુરતમાં ઢોંગી, નરાધમ તાંત્રિકે વિધીને બહાને પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું

સુરતમાં ઢોંગી, નરાધમ તાંત્રિકે વિધીને બહાને પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું

13
0

(જી.એન.એસ) તા. 2

સુરત,

સુરતના ઉત્રાણ વિસ્તારમાં એક ઢોંગી, નરાધમ તાંત્રિકે વિધીને બહાને પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યાની શરમનાક ઘટના બની હતી, આ ઘટના અંગે ફરિયાદ નોંધાતા ઉત્રાણ પોલીસ દ્વારા આરોપી નરાધમની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ ઘટનાની વિગત મુજબ ઉત્રાણ વિસ્તારમાં આ ઢોંગી તાંત્રિકે પરિણીતાને વીધીના બહાને ફોસલાવી હતી. બાદમાં તેણે પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહી આ નરાધમ તાંત્રિકે પરિણીતાના ફોટા વાયરલ કરીને તેને સમાજમાં બદનામ કરી દેશે એમ કહ્યું હતું. આ બધી ધકીઓ આપીને ઢોંગી તાંત્રિકે પરિણીતા સાથે બે વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પોલીસ વિભાગ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેને આધારે ઉત્રાણ પોલીસે તાંત્રિક રાહુલ પંડ્યાની ધરપકડ કરી હતી. આરોપી તાંત્રિકે આ પ્રકારે અન્ય મહિલાઓને પોતાની જાળમાં ફસાવી હતી કે કેમ તેની પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહિન્દુ લગ્ન એક સંસ્કાર છે, તે ‘સોંગ ડાન્સ’ કે ‘વાઈન ડાઈનિંગ’ની ઘટના નથી, જો જરૂરી વિધિ કરવામાં ન આવી હોય તો હિંદુ લગ્ન અમાન્ય ગણાય છે અને નોંધણી આવા લગ્નને માન્ય બનાવતી નથી: સુપ્રીમ કોર્ટ
Next articleદૈનિક રાશિફળ (03-05-2024)