Home ગુજરાત વડોદરામાં મળ્યા સીલ બંધ સાહિત્ય, ECના મોટા છબરડાની શક્યતા

વડોદરામાં મળ્યા સીલ બંધ સાહિત્ય, ECના મોટા છબરડાની શક્યતા

307
0

(S.yuLk.yuMk)વડોદરા,íkk.27
વિધાનસભા ચૂંટણીઓ માટે વડોદરા શહેર જિલ્લાની 10 વિધાનસભા બેઠકની મતગણતરી પોલીટેકનીક કોલેજ ખાતે રાખવામાં આવી હતી. પોલીટેકનીક કોલેજના રૂમ નંબર 32 માં રાખવામાં આવેલ ચૂંટણી સાહિત્ય ભરેલ લોખંડની પેટીઓમાંથી બે સીલ બંધ પેટીઓ મળી આવતા દોડધામ મચી જવા પામી હતી. ઇવીએમની રહી ગયા હોવાની વાત ફેલાતા ચૂંટણી અધિકારીઓ પોલીટેકનીક ખાતે દોડી આવ્યા હતા.
વિધાનસભાની ચૂંટણી બાદ પોલીટેકનીક કોલેજ ખાતે સ્ટ્રોંગ રુમ બનાવવામાં આવ્યો હતો. જેમાં રુમ નંબર 32માં તમામ વિધાનસભા બેઠક માટેનું ચૂંટણી સાહિત્ય વિધાનસભા બેઠક પ્રમાણે રાખવામાં આવ્યું હતું. જેમાં માંજલપુર અને રાવપુરા વિધાનસભા બેઠકના ચૂંટણી સાહિત્ય ધરાવતી સીલ બંધ બે લોંખડની પેટીઓ મળી આવતા દોડધામ મચી જવા પામી હતી. પોલીટેકનીક કોલેજના પટાવાળો શનિવારે સાંજે સાફ સફાઇ કરી રહ્યો હતો તે દરમ્યાન આ પેટીઓ મળી આવી હતી.
જોકે ત્રણ દિવસની રજા હોવાના પગલે ગઈ કાલે પટાવાળાએ કોલેજના પ્રીન્સીપાલ વી.એસ.ખૈરને જાણ કરતા તેમણે આ પેટીઓ તેમની કેબીનમાં મૂકાવી દીધી હતી અને ચૂંટણી વિભાગને જાણ કરી હતી. ચૂંટણી વિભાગના અધિકારીએ પોલીટેકનીક કોલેજ ખાતે દોડી આવીને તપાસ કરી હતી જેમાં ચૂંટણી સાહિત્ય જેવું કે વૈધાનીક કવર,બિન વૈધાનિક કવર જેવું સાહિત્ય હતું.
અત્રે ઉલ્લેખનિય છે કે કયા કારણોથી આ બે પેટીઓ રહી ગઇ તે જાણી શકાયું નથી. જોકે ઇવીએમ રહી ગયા હોવાની વાત ફેલાતા દોડધામ મચી હતી. આ અંગે નાયબ ચૂંટણી અધિકારી આર.ડી.ભટ્ટે જણાવ્યું હતું કે સ્ક્રૂટીની માટેનું વધારાનું સાહિત્ય હતું કોઇ પણ ગંભીર બાબત નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનવા વર્ષમાં ચંદ્ર હશે 14 ટકા મોટો
Next articleસસ્પેન્ડેડ PSIએ DySPને આપી સોશિયલ મીડિયા પર ધમકી