Home જ્યોતિષ, ધાર્મિક બુધ ગ્રહ પોતાની પ્રિય રાશિ મિથુન માં કરશે પ્રવેશ  

બુધ ગ્રહ પોતાની પ્રિય રાશિ મિથુન માં કરશે પ્રવેશ  

80
0

(જી.એન.એસ) તા. 2

(આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

વૈદિક જ્યોતિષ અનુસાર બુધ ગ્રહને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે, બુધ ગ્રહ વાણી, મીડિયા, અર્થવ્યવસ્થા, કમ્યુનિકેશન, શેર બજાર અને અર્થવ્યવસ્થાનો કારક માનવામાં આવે છે, એટલા માટે જયારે પણ બુધ ગ્રહની ચાલમાં ફેરફાર થાય છે, તો એ સેક્ટરો પર વિશેષ પ્રભાવ પડે છે. તમને જણાવી દઈએ કે જૂનના મહિનામાં બુધ ગ્રહ પોતાની સ્વરાશિ મિથુનમાં પ્રવેશ કરશે. જેનાથી અમુક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. સાથે જ ધન સંપત્તિમાં અને સુખમાં વધારો થઇ શકે છે.

તુલા રાશિ:- બુધનું મિથુન રાશિમાં પરિવર્તન તમારા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે તમારી ગોચર કુંડળીના નવમા ભાવમાં બુધ ગ્રહ ગોચર કરી રહ્યો છે. તેથી, આ સમયે તમે ભાગ્યશાળી બની શકો છો. તમે કોઈપણ ધાર્મિક કે શુભ કાર્યક્રમમાં પણ ભાગ લઈ શકો છો. વિવાહિત લોકોના જીવનમાં ખુશીઓ જોવા મળશે. માન-સન્માન વધશે. સાથે જ તમારી આયોજિત યોજનાઓ સફળ થશે. આ સમય દરમિયાન, તમને વ્યવસાયમાં પ્રગતિની તકો મળશે અને તમે પૈસાની સારી બચત કરી શકશો. ઉપરાંત, આ સમયે તમે દેશ-વિદેશની યાત્રા પણ કરી શકો છો.

મકર રાશિ:- બુધનું રાશિ પરિવર્તન તમારા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિથી છઠ્ઠા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમારી હિંમત અને પરાક્રમ વધી શકે છે. કોર્ટ કેસમાં પણ તમને વિજય મળી શકે છે. આ ગોચર કારકિર્દીમાં પ્રગતિ લાવે તેવું માનવામાં આવે છે. જો તમે લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહ્યા છો, તો તમારી રાહ પૂરી થઈ શકે છે. તમારી રાશિથી છઠ્ઠા ઘરનો સ્વામી ગ્રહ બુધ છે. તેથી, આ સમયે ભાગ્ય તમારી તરફેણ કરી શકે છે. તમે દેશ-વિદેશમાં પણ પ્રવાસ કરી શકો છો.

કુંભ રાશિ:- કુંભ રાશિના જાતકો માટે બુધનું ગોચર સાનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિથી પાંચમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. તેથી, આ સમયે તમને તમારા બાળક સંબંધિત સારા સમાચાર મળી શકે છે. તેમજ નોકરીમાં તમને નવી તકો મળશે અને જે લોકો નવો ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમને ફાયદો થશે. આ સમયે તમને લવ લાઈફમાં મોટી સફળતા મળી શકે છે. ઉપરાંત, આ સમય દરમિયાન તમે પૈસા બચાવવામાં સફળ થશો. તમારી ઈચ્છાઓ ત્યાં પૂરી થશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગર જિલ્લામાં આંગણવાડીની બાળાઓ તથા બહેનો હાથે મહેંદી મૂકી મતદાન જાગૃતિનો આપી રહ્યાં છે સંદેશ
Next articleગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કુડાસણની શ્રીફળ હાઇટ્સ ફલેટ ખાતે મતદાન જાગૃત્તિના કાર્યક્રમનું આયોજન કરાયું