Home હર્ષદ કામદાર આંતરિક અગ્નિ ઠારવા પ્રધાનમંડળનું વિસ્તરણ કરશે રૂપાણી સરકાર…?

આંતરિક અગ્નિ ઠારવા પ્રધાનમંડળનું વિસ્તરણ કરશે રૂપાણી સરકાર…?

665
0

હર્ષદ કામદાર (જી.એન.એસ.)
ગુજરાતમાં ચૂંટણી યોજાઈ તેના છ માસ અગાઉથી પ્રજાકીય આક્રોશથી ભાજપા ચિંતામાં હતો પણ આખરે ભાજપાએ સત્તા હાંસલ કરી પણ સત્તા મેળવ્યા પછી પ્રધાનમંડળ રચવામાં જે ડ્રામા થયા તેનાથી લોકો પણ દિગ્મુઢ થઇ ગયા છે તે સાથે હવે ભાજપામાં પણ ધુંધાવાયેલો અગ્નિ પ્રકટી રહ્યો છે ત્યારે રૂપાણી સરકારે આ અગ્નિ ઠારવા પ્રધાનમંડળનું વિસ્તરણ કરે તો નવાઈ નહિ હોય!!
એક સમયે કોંગ્રેસમાં પદ પ્રાપ્તિ માટે બળવાખોરી થતી હતી કે પક્ષની અંદર ધડબડાટી બોલાતી હતી. અને તેની આયાત ભાજપાએ કોંગ્રેસીજનોને પક્ષ આપીને કરી છે. તો ભાજપાના ધારાસભ્યો પણ હવે જાગૃત થઇ ગયા છે. સતત સાત, આઠ કે લાંબા સમય સુધી ચૂંટાતા અને પક્ષને વફાદાર એવા સીનીયર ધારાસભ્યોને પ્રધાનમંડળમાં સ્થાન ન આપતા આંતરિક રોષ સાથે ચિનગારી ભભૂકી છે. જેને ઠારવી સરકાર માટે અતિ જરૂરી છે. અને જો ઠારવામાં નિષ્ફળ રહેશે તો પાતળી બહુમતી ધરાવતી ભાજપા સરકાર સામે જોખમ ઉભું થઇ જાય તો આશ્ચર્ય નહિ થાય કારણ વડોદરા જિલ્લામાંથી કે શહેરમાંથી સતત ચુંટણી જીતતા આવેલા એક પણ સીનીયર ધારાસભ્યને પ્રધાનમંડળમાં સ્થાન નથી મળ્યું.
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પદના સવારે શપથ લીધા બાદ પ્રધાનમંડળના સભ્યોએ વિધાનસભા પરિસરમાં જ્યાં મંડપ બાંધતા એક મજુરનું મૃત્યુ થયું હતું તે સ્થળે જ શપથ સમારોહ હતો સાંજે કેબિનેટ બોલાવી ખાતા વહેંચણી કરવાની હતી પરંતુ કેબિનેટ બુધવારે યોજી પણ એ મોડી સાંજે યોજાઈ એ દરમ્યાન ખાતા મળવા બાબતે આંતરિક ડખ્ખો ઉભો થયો હતો કારણ કેટલાક મહાનુભાવને ફાળવેલ ખાતા પસંદ ન હતા જેમાં કેટલાકે ભારે વિરોધ કર્યો તો કેટલાકે સિનિયરોને પ્રધાનમંડળમાં સમાવેશ ના કરતા ભારે આક્રોશ ઉદભવવા પામ્યો હતો જેનાથી ખૂદ મુખ્યમંત્રી રૂપાણી પણ અકળાઈ ગયા હતા. અને આ આગ ઠારવા અગ્નિશામક તરીકે ભાજપા રાજ્ય પ્રમુખ જીતુભાઈ વાઘાણીને સીએમ બંગલે દોડી જવું પડ્યું હતું પરંતુ વાઘાણી પણ અગ્નિ ઓલવી શક્યા નહિ.
સતત સાંજનો સમય વિતતો ચાલ્યો અને અંધારાના ઓળા ઉતરવા લાગ્યા તે સાથે દિલ્હી ટેલીફોન લાઈનો ઝણઝણવાનું શરૂ થઇ ગયું અને આખરે દિલ્હી ભાજપા રાષ્ટ્રીય પ્રમુખ અને PMના દબાણ બાદ પ્રધાનમંડળની રચના થઇ અને તેની જાહેરાત રાત્રે 10 વાગ્યા પહેલા કરી હતી ખાતાઓ ફાળવાઈ ગયા અને કેટલાકે મને કમને પણ સ્વીકારી લેવા પડ્યા.
આ બધું થવા છતાં વડોદરા જિલ્લાને પ્રતિનિધિત્વ નહિ મળતા કેટલાક ધારાસભ્યો ઘૂંઘવાયેલા છે. આ અગ્નિ ઠારવા માટે મુખ્યમંત્રીએ ભવિષ્યમાં પ્રધાનમંડળનું વિસ્તરણ કરવું પડે તેવી સ્થિતિ હાલના સંજોગો જોતા લાગી રહ્યું છે. હવે સમયની રાહ જોઈએ કે ક્યારે કેવા ખેલ પડે છે!?!

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસસ્પેન્ડેડ PSIએ DySPને આપી સોશિયલ મીડિયા પર ધમકી
Next articleમુંબઈ આગ: ‘ઓલ વુમન લાસ્ટ નાઈટ’ થીમ પર બર્થ-ડે ઉજવતી ખૂશ્બુએ ગુમાવ્યો જીવ