Home મનોરંજન - Entertainment સલમાનની નો એન્ટ્રી સીક્વલમાં ૧૦ એક્ટ્રેસ ફાઈનલ થઈ શકે

સલમાનની નો એન્ટ્રી સીક્વલમાં ૧૦ એક્ટ્રેસ ફાઈનલ થઈ શકે

57
0

(જી.એન.એસ),તા.૧૮
મુંબઈ
૨૦૦૫ના વર્ષની સુપરહિટ કોમેડી નો એન્ટ્રીની સીક્વલ માટે સલમાન ખાને તૈયારી શરૂ કરી દીધી છે. આ ફિલ્મમાં સલમાનનો ટ્રિપલ રોલ હશે. એટલું જ નહીં, અનિલ કપૂર અને ફરદીન ખાન પણ ટ્રિપલ રોલમાં હશે. દરેક કેરેક્ટરની અપોઝિટમાં એક એક્ટ્રેસ હશે. આમ ત્રણેયના નવ કેરેક્ટર લેખે નવ એક્ટ્રેસ લેવાનું ફાઈનલ છે. એકંદરે ફિલ્મમાં ૧૦ એક્ટ્રેસને ફાઈનલ કરાય તેવી શક્યતા છે. ઓરિજિનલ ફિલ્મમાં બિપાશા બસુ, લારા દત્તા, એશા દેઓલ અને સેલિના જેટલી હતા. જાે કે સીક્વલમાં તેમાંથી કોઈનો સમાવેશ થાય તેવી શક્યતા નથી. આ અંગે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થયું નથી. જાે કે ફિલ્મના ડાયરેક્ટર અનીસ બાઝમીએ જણાવ્યું હતું કે, વર્ષના અંત સુધીમાં ફિલ્મ ફ્લોર પર જશે. અનિલ કપૂર અને સલમાન ખાન સાથે આ અંગે વાત થઈ હતી અને ડિસેમ્બર-જાન્યુઆરીમાં શૂટિંગ શરૂ કરવાનો પ્લાન છે. સલમાન ખાન હાલ કભી ઈદ કભી દિવાલી – ભાઈજાનના શૂટિંગમાં બિઝી છે. તેની ફિલ્મ ટાઈગર ૩ આગામી વર્ષે એપ્રિલમાં રિલિઝ થવાની છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસિદ્ધુ મુસેવાલાનો ‘૨૯૫’નો બિલબોર્ડ ગ્લોબલમાં સમાવેશ
Next articleએફએમસીજી અને આઇટી – ટેક સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૨૩૭ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!