Home મનોરંજન - Entertainment સિદ્ધુ મુસેવાલાનો ‘૨૯૫’નો બિલબોર્ડ ગ્લોબલમાં સમાવેશ

સિદ્ધુ મુસેવાલાનો ‘૨૯૫’નો બિલબોર્ડ ગ્લોબલમાં સમાવેશ

53
0

(જી.એન.એસ),તા.૧૮
મુંબઈ
પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાના ઓચિંતા નિધન બાદ ઈન્ટરનેટ પર તેની સર્ચ વધી ગઈ છે અને તેના સોન્ગ્સ પણ પોપ્યુલર થઈ રહ્યા છે. શુભદીપ સિંઘને સિદ્ધુ મુસેવાલા તરીકે ઓળખવામાં આવે છે. સો હાઈ, સેમ બીફ, ધ લાસ્ટ રાઈડ અને જસ્ટ લિસન જેવા તેના સોન્ગ્સ ઈન્ડિયા ઉપરાંત ફોરેનમાં પણ પોપ્યુલર છે. હત્યાના એક વીક બાદ ગ્લોબલ ડાયસપોરામાં પણ સિદ્ધુની ડીમાન્ડ વધી છે. બિલબોર્ડ ગ્લોબર ૨૦૦ ચાર્ટમાં મુસેવાલાનું સોન્ગ ‘૨૯૫’ અચાનક એન્ટર થયું છે અને તેને ૧૫૪મું સ્થાન મળ્યું છે. બિલબોર્ડ લિસ્ટમાં અમેરિકન સિંગર કેટ બુશ, હેરી સ્ટાઈલ્સ, બેડ બની, લિઝો, કેમિલે કાબેલો, એડ શીરિન અને જસ્ટિન બીબરના સોન્ગ્સ પણ છે. મુસેવાલાએ જુલાઈ ૨૦૨૧માં ‘૨૯૫’નો ઓફિશિયલ વીડિયો રિલિઝ કર્યો હતો. યુ ટ્યૂબ મ્યુઝિક પર પણ આ સોન્ગ પોપ્યુલર થયું છે અને તેને ૨૦૦ મિલિયન વ્યૂઝ મળ્યા છે. જેના કારણે મ્યુઝિક વીડિયોઝ ગ્લોબલ ચાર્ટમાં ટોપ ૧૦૦માં તેનું ત્રીજું સ્થાન છે. મુસેવાલાનું ટ્રેક ધ લાસ્ટ રાઈડ પણ તીવ્ર ગતિએ પોપ્યુલર થયું છે અને તેણે યુ ટ્યુબ પર ૭૩ મિલિયન વ્યૂઝ મેળવ્યા છે. પોપ્યુલર સિંગરમાંથી પોલિટિશિયન બનેલા સિદ્ધુ મુસેવાલાએ કોંગ્રેસ જાેઈન કર્યું હતું. ૨૯ મેના રોજ પંજાબના મનસા ડિસ્ટ્રિક્ટમાં તેની હત્યા થઈ હતી. આ ઘટના બાદ ઈન્ડિયન સેલિબ્રિટીઝ ઉપરાંત ગ્લોબલ મ્યૂઝિક કમ્યુનિટીએ પણ સોશિયલ મીડિયા પર સિદ્ધુને શ્રદ્ધાંજલિ આપી હતી અને સિદ્ધુનો ફેન બેઝ પણ વધુ મોટો થયો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleથલાવિયાર ૧૬૯માં રજનીકાંત જેલર અને ઐશ્વર્યા લીડ રોલમાં હશે
Next articleસલમાનની નો એન્ટ્રી સીક્વલમાં ૧૦ એક્ટ્રેસ ફાઈનલ થઈ શકે