Home મનોરંજન - Entertainment હોલિવૂડના અભિનેતા બર્નાર્ડ હિલ 79 વર્ષની વયે અવસાન

હોલિવૂડના અભિનેતા બર્નાર્ડ હિલ 79 વર્ષની વયે અવસાન

61
0

(જી.એન.એસ) તા. 6

હોલીવુડના મહાન કલાકારોમાં ગણના પામેલા બર્નાર્ડ હિલનું 79 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે 1997માં રિલીઝ થયેલી ‘ટાઈટેનિક’ અને ‘ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ’ ટ્રાયોલોજીમાં મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. પ્રખ્યાત સ્કોટિશ ગાયક અને સંગીતકાર બાર્બરા ડિક્સને તેના X એકાઉન્ટ પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે.

તેમના એક્સ-પોસ્ટ પર આ દુઃખદ સમાચાર શેર કરતા, બાર્બરા ડિક્સને લખ્યું, “બર્નાર્ડ હિલના મૃત્યુ વિશે મને ખૂબ જ દુઃખ સાથે લખવું પડી રહ્યું છે. અમે જ્હોન પોલ જ્યોર્જ રિંગો અને બર્ટ, વિલી રસેલના માર્વેલસ શોમાં 1974 અને 75માં સાથે કામ કર્યું હતું. ખરેખર તે એક અદ્ભુત અભિનેતા હતા. તેમને મળવું એ એક લહાવો હતો.

આ દુઃખદ સમાચાર બાદ ચાહકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ઘણા યૂઝર્સ તેમની અભિનય કુશળતાના વખાણ કરી રહ્યા છે, જ્યારે ઘણા લોકો તેમની અભિનયની ઝીણવટ વિશે લખી રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓ વચ્ચેના ઝઘડામાં એક વિદ્યાર્થીની કથિત રીતે છરીના ઘા મારીને હત્યા
Next articleએન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ઝારખંડના મંત્રી આલમગીર આલમના ખાનગી સચિવના ઘરે દરોડા