Home ગુજરાત શ્રી વેદ ઈન્ટરનેશનલ સ્કૂલ સેક્ટર – ૨૫ ખાતે માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો

શ્રી વેદ ઈન્ટરનેશનલ સ્કૂલ સેક્ટર – ૨૫ ખાતે માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો

469
0

(જી.એન.એસ.) ,તા.૨૪

ગાંધીનગર


દેશનું ભાવિ એટલે આજનો વિદ્યાર્થી. વિદ્યાર્થીઓ આવા કળિયુગમાં પણ આપણી સંસ્કૃતિ, સભ્યતા, સંસ્કાર ભુલે નહીં અને માતા-પિતાનો આદર કરતા શીખે, ગુરુજનનો આદર કરતા શીખે તે હેતુથી શ્રી વેદ ઈન્ટરનેશનલ સ્કુલ સે.-૨૫ દ્વારા ગુરુપૂર્ણિમા નિમીત્તે માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ યોજી આપણી સંસ્કૃતિ, સભ્યતા, સંસ્કારોને વિદ્યાર્થીઓના માનસ પટલમાં, આચરણમાં શીખ મળે તે હેતુથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગાંધીનગરના સેક્ટર -૨૫ ખાતે આવેલ શ્રી વેદ ઈન્ટરનેશનલ સ્કુલના એડિટોરિયમ હોલમાં ચેરમેન શ્રી પટેલ બાબુ દાદા, મેનેજીંગ ડાયરેક્ટર શ્રી ડાॅ. ડી.બી. પટેલ સર, પ્રિન્સીપાલ અને કો.- ઓર્ડીનેટર શ્રીમતી ડાॅ. બેલામેમ જે. પટેલના માર્ગદર્શન હેઠળ શાળામાં ગુરુપૂર્ણિમા નિમીત્તે રવિવાર તા. ૨૪-૦૭-૨૦૨૨ના રોજ માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સંસ્થાના વડિલ અને ચેરમેનશ્રી બાબુ દાદા, મેનેજીંગ ડાયરેક્ટર શ્રી ડાॅ. ડી.બી. પટેલ સર, પ્રિન્સીપાલ અને કો. ઓર્ડીનેટર શ્રીમતી ડાॅ. બેલામેમ જે. પટેલ દ્વારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ માતા-પિતા અને બાળકોના પ્રેમ વિશે એક ઉત્તમ નાટ્ય વિદ્યાર્થીઓ દ્વારા ભજવવામાં આવ્યું હતું. આ નાટ્ય દ્વારા માતા – પિતાનો બાળક પ્રતિ અતૂટ પ્રેમ સંબંધ દર્શાવવામાં આવ્યો હતો. ત્યારબાદ મૂળ કાર્યક્રમ માતૃ-પિતૃ પૂજન શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં શાસ્ત્રોત્ક વિધિ મુજબ બ્રાહ્મણ દ્વારા વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાનું પૂજન કર્યું હતું. ત્યારબાદ મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ વિદ્યાર્થીઓ દ્વારા પોતાના માતા-પિતાની આરતી ઉતારવામાં આવી હતી. સંસ્થાના પ્રિન્સિપાલ અને કો. ઓર્ડીનેટર શ્રીમતી ડાॅ. બેલામેમ જે. પટેલ દ્વારા વિદ્યાર્થીઓને ખાસ માતા-પિતા માટે ક્ષમા-યાચનાના શબ્દો થકી ભવિષ્યમાં માતા-પિતાની સાથે શાળાનું નામ રોશન કરવાની શીખ આપી સંકલ્પ કરાવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં સંસ્થાનો મૂળ ઉદ્દેશ્ય આવા કળિયુગમાં પણ વિદ્યાર્થીઓ માતા-પિતાનો આદર કરતા શીખે, તેને તે સમજાય કે મારા પ્રથમ ગુરુ મારા પ્રથમ ભગવાન મારા માતા-પિતા છે. અને પોતાના મનની કોઈપણ વાત વિદ્યાર્થી- વાલીને કરતા ગભરાય નહીં. તથા જન્મો જન્મ સુધી માતા-પિતા અને વિદ્યાર્થીનો અતૂટ પ્રેમ જળવાઈ રહે તેવી અપેક્ષાએ આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં સંસ્થાના વડિલ અને ચેરમેનશ્રી બાબુ દાદા, મેનેજીંગ ડાયરેક્ટર શ્રી ડાॅ. ડી.બી. પટેલ સર, પ્રિન્સીપાલ અને કો. ઓર્ડીનેટર શ્રીમતી ડાॅ. બેલામેમ જે. પટેલ, શાળાના તમામ શિક્ષકગણ, સ્ટાફગણ, વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅનુપમ ખેર ઈમરજન્સી ફિલ્મમાં જયપ્રકાશ નારાયણનો રોલ કરશે
Next articleફુગાવા – મોંઘવારીનું જોખમી પરિબળ યથાવત્ રહેતા ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્.…!!