Home વ્યાપાર જગત - BUSINESS ફુગાવા – મોંઘવારીનું જોખમી પરિબળ યથાવત્ રહેતા ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી...

ફુગાવા – મોંઘવારીનું જોખમી પરિબળ યથાવત્ રહેતા ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્.…!!

Bull and Bear -Stock Market Trends

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૦૭.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૬૦૭૨.૨૩ સામે ૫૫૮૭૭.૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૫૫૩૭.૦૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૮૧.૦૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૦૬.૦૧ પોઈન્ટના ઘટાડા સાથે ૫૫૭૬૬.૨૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૭૨૨.૬૦ સામે ૧૬૬૮૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૫૬૧.૫૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૩.૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૨.૬૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૬૬૨૦.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. કોમોડિટીઝના વિશ્વ બજારમાં તૂટતાં ભાવ અને ઘર આંગણે ચોમાસાની સારી પ્રગતિએ ફુગાવો ઝડપી અંકુશમાં આવવાની અપેક્ષા અને હવે કન્સ્ટ્રકશન, ઈન્ફ્રાસ્ટ્રકચર ઉદ્યોગમાં તેજીની અપેક્ષાએ આગામી દિવસોમાં સિમેન્ટ, ધિરાણ માંગ વધવાની અપેક્ષાએ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો, એફઆઈઆઈઝ ભારતીય શેરબજારમાં ગત સપ્તાહથી નેટ ખરીદદાર બની જઈને સતત શેરોમાં ખરીદી વધારી રહ્યા હોઈ ત્યારે ગત સપ્તાહમાં તેજી બાદ આજે સપ્તાહના પ્રથમ દિવસે ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

ફંડોની મેટલ, કેપિટલ ગુડ્સ, બેઝિક મટિરિયલ્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ અને યુટિલિટીઝ શેરોમાં પસંદગીની લેવાલી સામે ઓટો, એનર્જી, ટેલિકોમ અને ઓઇલ એન્ડ ગેસ શેરોમાં પ્રોફિટ બુકિંગે બીએસઇ સેન્સેક્સ ૩૦૬ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૧૦૨ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ કેપ શેરોમાં વેચવાલી કરતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૦૦ લાખ કરોડ ઘટીને રૂ.૨૬૦.૦૮ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૩% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, કેપિટલ ગુડ્સ, બેઝિક મટિરિયલ્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ અને યુટિલિટીઝ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૯૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૦૮ અને વધનારની સંખ્યા ૧૫૧૩ રહી હતી, ૧૭૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ક્રુડ તેલના ભાવમાં તાજેતરના ઘટાડા તથા અન્ય ઊભરતા અર્થતંત્રોની સરખામણીએ ભારતની  સ્થિતિ મજબૂત હોવાના અહેવાલોને પગલે વિદેશી સંસ્થાકીય રોકાણકારો ફરી પાછા ભારતીય ઈક્વિટીઝ તરફ વળી રહ્યાનું પ્રાપ્ત આંકડા જણાવે છે. વિદેશી રોકાણકારોના કમબેકથી દેશમાં રોકાણકારોનું માનસ સુધરવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. ગત સપ્તાહના પ્રથમ ચાર દિવસમાં વિદેશી રોકાણકારો સતત લેવાલ રહ્યા સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારતીય ઈક્વિટીઝમાં કેશમાં અંદાજિત રૂ.૪૭૧૨ કરોડની નેટ ખરીદી કરી છે. જો કે વર્તમાન વર્ષમાં અત્યારસુધીમાં વિદેશી રોકાણકારોએ ભારતીય ઈક્વિટીઝમાં અંદાજીત રૂ.૨૮૯૧૫૧ કરોડની નેટ વેચવાલી કરી છે. એપ્રિલ બાદ ગત સપ્તાહ એવું જોવા મળ્યું છે જેમાં વિદેશી રોકાણકારો નેટ ખરીદદાર રહ્યા હોય.

સપ્ટેમ્બર ૨૦૨૧ બાદ જુલાઈ મહિનો વિદેશી રોકાણકારોની ખરીદીની દ્રષ્ટિએ મજબૂત જોવા મળી રહ્યો છે. રશિયા – યુક્રેન યુદ્ધ, અમેરિકામાં મંદીના ભણકારા તથા વ્યાજ દરમાં વધારા જેવા પરિબળોને કારણે મોટાભાગના ઊભરતા દેશોની ઈક્વિટીઝની કામગીરી છેલ્લા ૨૪ વર્ષમાં વર્તમાન વર્ષે સૌથી ખરાબ જોવા મળી રહી છે. ગયા મહિનાની સરખામણીએ બીએસઈ સેન્સેકસ ૮% જેટલો વધ્યો છે જે એશિયામાં શ્રેષ્ઠ કામગીરી રહી છે. વિદેશી રોકાણકારોના કમબેકથી રોકાણકારો ખાસ કરીને રિટેલ રોકાણકારોનું ઈક્વિટીઝ માટેનું માનસ ફરી સુધરવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશ્રી વેદ ઈન્ટરનેશનલ સ્કૂલ સેક્ટર – ૨૫ ખાતે માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો
Next articleડેરિવેટિવ્ઝમાં જુલાઇ વલણના અંત પૂર્વે આઇટી – ટેક અને એફએમસીજી શેરોમાં ફંડોની વ્યાપક વેચવાલી…!!
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.