Home ગુજરાત રાજ્યપાલ-ઉપરાજ્યપાલોની મોદી ભક્તિ, બંધારણનુ અપમાન- ક્યાં સુધી….?

રાજ્યપાલ-ઉપરાજ્યપાલોની મોદી ભક્તિ, બંધારણનુ અપમાન- ક્યાં સુધી….?

462
0

(જી.એન.એસ.હર્ષદ કામદાર)
કેન્દ્રમાં કેટલીયે સરકારો આવી અને ગઈ. કેટલીયે સરકારો આવશે અને જશે. સરકાર બદલાતાજ રાજ્યોમાં રાજ્યપાલ અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઉપરાજ્યપાલોને બદલવાની કુપ્રથા પણ શરૂ થઈ જાય છે. કોંગ્રેસ હોય કે ભાજપા કે પછી મોરચાની સરકાર. જેવી નવી સરકાર આવે કે તુરંત આગળની સરકારો દ્વારા નિમણુક પામેલ રાજ્યપાલો અને ઉપરાજ્યપાલના સ્થાન ઉપર નવી સરકાર પોતાની પાર્ટીના સિનિયર નેતાઓને રાજભવનમાં બેસાડે છે. એવા કેટલાક રાજ્યપાલ અને ઉપ રાજ્યપાલ છે કે જે વર્તમાન સરકાર દ્વારા નિયુક્ત જેમણે બંધારણના પ્રત્યે વફાદારી નિભાવવા ના બદલે જેમણે તેમને પદ આપ્યું તેમની તરફ જોઈને કામ એવા કર્યા કે પોંડિચેરીના રાજ્યપાલ કિરણ બેદીને મદ્રાસ હાઈકોર્ટે તરફથી આકરી ફટકાર મળી. પોંડિચેરીમાં જનતા દ્વારા ચુટવામાં આવેલી સરકાર છે. જે રીતે દિલ્હી રાજ્યમાં. જોકે આ સરકાર ભાજપાની નથી એટલા માટે દિલ્હીમાં અનિલ બેજલ અને પોંડિચેરીમાં કિરણ બેદીએ ચુટાયેલી સરકારોને એટલી પરેશાન કરી કે આખરે કોર્ટની ફટકાર ખાવી પડી. એવું કહી શકાય કે કિરણ બેદીની કેરીયર પર કાળા ડાઘ લાગી ગયો.
કેમકે બેદી મૂળથી રાજનેતા નથી પરંતુ દેશની પ્રથમ આઇપીએસ ઓફિસર છે. તેમનો ટ્રેક રેકોર્ડ સૌથી સારો રહ્યો. પરંતુ રાજકારણ અને ભાજપામાં આવતા જ તેમને પોંડીચેરીના ઉપ રાજ્યપાલ બનાવવામાં આવ્યા. અને તેમણે બૈજલનો એજન્ડા અપનાવતા ચુટાઈ ગયેલી સરકારોને રોજના કામકાજમાં દખલ દેવાનું શરૂ કર્યું. પોતાના મોટા નેતાઓને ખુશ કરવાને માટે…..પરિણામે ફટકાર બેદીને લાગી નહિકે તેમના મોટા નેતાઓને. નામ ખરાબ થયું બેદીનું વ્યક્તિગત રૂપમાં નહિ કે મોટા નેતાઓના. પોતાના જીવનના આખરી પડાવમાં કિરણ બેદીને જાણે કે કાળી ટીલી લાગી ગઈ બંધારણનુ પાલન ના કરતા. રાજ્યપાલ- ઉપરાજ્યપાલ અને ચૂંટાયેલી બધી સરકારો કેવી રીતે કામ કરશે તેનુ પ્રાવધાન બંધારણમાં નિશ્ચિત છે. પરંતુ સંવિધાનને એક તરફ ખુણામા હડસેલી દઈને રાજકીય એજન્ડા મુજબ બેદીએ બીજા પક્ષની સરકારને એટલી બધી પરેશાન કરી કે તે સરકારના મુખ્યમંત્રી નારાયણ સ્વામીને કિરણ બેદી ની સામે તંબુ તાણીને કેટલાય દિવસો સુધી આંદોલન કરવું પડ્યું. આખરે મામલો અદાલતમાં ગયો અને અદાલતે ફટકાર લગાવી કે ઉપરાજ્યપાલ ની પાસે સ્વતંત્ર રીતે કામ કરવાનો અધિકાર નથી. ચુટાઈ આવેલી સરકાર ની પાસે લોકોને સેવાનો અધિકાર છે. એક આઇપીએસ અધિકારી રહી ચુકેલ બેદીએ અદાલતના ફેસલા પર રાજનેતા જેવો જવાબ આપ્યો કે કોર્ટનો ફેંસલો વાંચ્યા પછી પોતાનુ વલણ બતાવશે.
શું વલણ બતાવવું એ તેમનો પોતાનો મામલો છે. પરંતુ મોદી સરકાર દ્વારા નિયુક્થ રાજ્યપાલોમાંથી તથાગત રોય અને કલ્યાણસિંહે તો જાણે કે હદ વટાવી દીધી હતી. રોયએ પુલવામાં આતંકી હુમલા પછી કાશ્મીર, કાશ્મીરીઓ અને કાશ્મીરના માલસામાનનો બહિષ્કાર કરવાનું આહ્વાન કર્યુ હતું. જે ખોટી બાબત હતી, બંધારણની વિરુદ્ધ હતું. યુપીના મુખ્યમંત્રી રહી ચૂકેલા કલ્યાણસિંહે નરેન્દ્ર મોદીને ફરીથી વડાપ્રધાન બનાવવાની માગ જાહેર મંચ ઉપરથી હતી. તેઓ ભૂલી ગયા હશે કે તેઓ હવે ભાજપાના ઉચ્ચ નેતા નથી. પરંતુ બંધારણ પ્રત્યે જવાબદાર રાજ્યપાલ છે. એક રાજ્યપાલ કઈ રીતે કહી શકે છે કે કોને વડાપ્રધાન બનાવો….? પરંતુ તે જાણતાજ હશે કે જ્યાં સુધી વડાપ્રધાન પદ પર મોદીજી છે તો કોઈ તેમનુ કાંઈ જ નથી બગાડી શકતા. બની શકે છે કે મોદીજીને રોય અને સિંહ નું નિવેદન સારું ન લાગ્યું હોય (?) પરંતુ તેમણે પોતાના સ્વભાવ અનુસાર કોઈ પ્રતિભાવ આપ્યો નહીં. બની શકે છે કે સિંહ વાળા નિવેદનને લઈને મનમાં જ હસ્યા હશે….! કિરણ બેદી, બૈજલ, કલ્યાણસિંહ, રોય…. આ કેટલાક એવા નામ છે કે જેમણે પોતાની સંવેદના પોતાની વફાદારી બંધારણ પ્રત્યે નહી પરંતુ એક વ્યક્તિ વિશેષ પ્રત્યે બતાવી. જે તેમના પદ માટે યોગ્ય નથી. અન્ય નેતા તો પૂર્ણતઃ રાજનેતા છે, પરંતુ બેદીએ તો એક પૂર્વ અધિકારીની કેરિયરને કલંકીત કરવાની કોશિશ કરી અને પરિણામ…..? ક્યારેક હાથમાં તિરંગો લહેરાવવાળી કિરણ બેદીએ ઉપ રાજ્યપાલ પદ ઉપર હોવા છતાં તિરંગાની આન- બાન અને શાનને નીચે બતાવવાની જે કોશિશ કરી તે તેમની સાથે જોડાઈ ગઈ. મોદીજી કાલે હોય યા ન હોય, પરંતુ મદ્રાસ હાઈકોર્ટ અને કાનૂનના ઇતિહાસમાં બેદીવાળો કેસ દાખલ થઇ ગયો જે તેમના કેરીયરને માટે નકારાત્મક સાબિત થઈ ગયો. ક્યારેક વડાપ્રધાનની સાથે જમવાવાળા કિરણ બેદીને અદાલતની ફટકાર ખાવી પડી….!

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅજબ ચૂંટણીનો ગજબ ખેલ- દેશના જવાનને હરાવશે ભા.જ.પ….?
Next article‘‘બેટી બચાઓ બેટી પઢાઓ’’ની સુફીયાણી વાતો કરતી રૂપાાણી સરકાર માથે ‘‘કાળી ટીલી’’