Home ગુજરાત ‘‘બેટી બચાઓ બેટી પઢાઓ’’ની સુફીયાણી વાતો કરતી રૂપાાણી સરકાર માથે ‘‘કાળી ટીલી’’

‘‘બેટી બચાઓ બેટી પઢાઓ’’ની સુફીયાણી વાતો કરતી રૂપાાણી સરકાર માથે ‘‘કાળી ટીલી’’

486
0

આચાર્ય તરૂણ કાટબામણાનો વાલીઓને જવાબ- સરકારી શાળામાં ભણવુ હોય તો દરેક કાર્યો કરવા પડે અન્યથા ખાનગી શાળાઓ છે

 

(જી.એન.એસ.)જૂનાગઢ, તા.૧
ગુજરાતમાં દિન પ્રતિદિન સરકારી શાળાઓની સ્થિતી કથળી રહી છે. જૂનાગઢ સહિત રાજ્યભરમાં અનેક સરકારી શાળાઓ બંધ થઈ તો અનેક બંધ થવાને આરે છે. મોંઘીદાટ ફી ઉઘરાવતી ખાનગી શાળાઓનો વ્યાપ વધવાનું મુખ્ય કારણ સરકારી શાળાઓમાં ભોગવવી પડતી દુવિધાઓ અને આચાર્યો તથા શિક્ષકોની નિયમીત અભ્યાસ ન કરાવવાની દાનત પણ કહી શકાય.
એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકારનાં રાજનેતાઓ ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ તથા ‘ભણતર ભાર વિનાનું’ એવા જોર શોરથી નારા લગાવી રહી છે ત્યારે આવા નારા પાછળની વાસ્તવિક્તામાં ડોકીયુ કરીએ તો આવા સૂત્રોનું જમીનીસ્તર પર અમલીકરણની વાત સાવ પોકળ સાબીત થઈ રહી હોવાનાં અનેક કિસ્સાઓ વારંવાર સમાચાર માધ્યમોમાં જોવા મળતા આવ્યા છે. ત્યારે અચરજ પમાડે તેવો અને સરકારનાં બેટી બચાઓ બેટી પઢાઓનાં અભિયાનની વિરૂધ્ધમાં સમર્થન કરતો કિસ્સો એટલે જૂનાગઢમાં ગોધાવાવ પાટી વિસ્તાર, ગિરનાર દરવાજા રોડ ખાતે આવેલ પ્રાથમિક સરકારી કન્યા શાળા નંબર ૪ માં અભ્યાસ કરવા આવતા નાના નાના દિકરા-દિકરીઓ પર આચાર્ય તથા શિક્ષકગણ દ્વારા કરવામાં આવતા શારીરિક તથા માનસિક ત્રાસને સહન કરતા નિર્દોષ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓની વેદનાને સાંભળવાથી-સમજવાથી ખ્યાલ આવી જાય.
જી હા જૂનાગઢની કન્યા શાળા નં. ૪ માં અભ્યાસ કરવા અર્થે આવતા નાના નાના દિકરા દિકરીઓ પાસે શાળામાં નિયમીત આચાર્યનું કાર્યાલય, ટેબલો, શાળાની લોબી, વર્ગખંડ સહિત શાળાનાં વિવિધ ભાગોને વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ જો શાળામાં ભણવું હોય તો ફરજીયાતપણે સાફ સફાઈ કરવાનું ફરમાન આચાર્ય દ્વારા ફરમાવવામાં આવ્યું છે અને જો વિદ્યાર્થીઓ, વાલીઓ કે સમાજસેવકો, જનપ્રતિનિધીઓ તરફથી આચાર્યને કે શિક્ષકગણને ઉપરોક્ત કાર્યોની ના કહી કામ ન કરાવવાની વિનંતી કે રજૂઆત કરવામા આવે તો સરકાર તરફથી પગાર લેતા આ બાબુઓ વિદ્યાર્થીઓ, વાલીઓ તથા સમાજસેવકો, જનપ્રતિનિધીઓને ‘‘સરકારી શાળામાં ભણવું હોય તો દરેક કાર્યો કરવા પડે અન્યથા ખાનગી શાળાઓ છે, અહીંયા અમે કહીએ તેમ કરવું પડે, તમને યોગ્ય ન લાગે તો અહીંથી બાળકોનાં એલ.સી. મેળવી લો મને કોઈની બીક નથી તમારે જ્યાં ફરીયાદ કરવી હોય ત્યાં કરવી’’ આવા ઉધ્ધતાઈ ભર્યા જવાબ સાથે કાયદાથી વિરૂઘ્ઘનાં વર્તન વ્યવહાર કરીને પ્રત્યક્ષ નહી તો પરોક્ષ રીતે ખાનગી શાળાઓ તરફ વિદ્યાર્થીઓ તથા વાલીઓને વાળવાનો એક નિંદનીય નુસખો અજમાવી રહ્યા છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે જૂનાગઢ શહેર-જિલ્લામાં લગભગ ખાનગી શાળાઓનાં માલિકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભાજપા સાથે જોડાયેલા છે. આવી પ્રવૃતિઓને જોતા કહેવાનું મન થાય કે દેશનાં પ્રધાનમંત્રીએ સફાઈ કામદારોનાં પગ ધોવા કરતા શાળાદિઠ સફાઈ કામદારોની ભરતી કરીને અનેક બેરોજગારોને રોજગારી આપવાનું કાર્ય સરકારે તથા પ્રધાનમંત્રીએ કરવું જોઈએ. જેથી કરીને બાળકો અભ્યાસમાં પુરતુ ધ્યાન આપી શકે અને દેશનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકે.
લોકમૂખે ચર્ચાતી વિગતો અનુસાર કન્યા શાળા નં. ૪ માં અભ્યાસ કરવા અર્થે આવતા વિદ્યાર્થીઓ તથા તેમનાં વાલીઓ દ્વારા વારંવાર આક્ષેપો થતા રહ્યા છે કે શાળાનાં વ્યવસ્થાપકોનું આજુબાજુની ખાનગી પ્રાથમિક શાળાનાં સંચાલકો સાથેનું જોડાણ સારૂ હોયને કન્યા શાળા નં. ૪ માંથી કોઈ પણ રીતે દિકરા દિકરીઓ પર ત્રાસ ગુજારીને આજુબાજુની મળતીયાઓની ખાનગી શાળાઓ તરફ વિદ્યાર્થીઓને મજબુર કરીને વાળી સરકારી કન્યા શાળા નં. ૪ નું જ પતન કરવામાં હાલના આચાર્ય-શિક્ષકો ઈચ્છા મુજબ ષડયંત્રો રચતા હોય છે સાથે સાથેે શાળાનાં વ્યવસ્થાપકો દાતાઓ મારફતે વિદ્યાર્થીઓ માટે આવતી ચિજવસ્તુઓ તથા ઉપહારમાં પણ પોતાનો હિસ્સો નોંધાવી લે છે અને જ્યારે શાળામાં ૮ મુ ધોરણ પાસ કરીને વિદ્યાર્થીઓ પરીણામ લેવા આવે ત્યારે શાળાનાં વ્યવસ્થાપકો જ સરકારી શાળાઓનું નહી પણ અગમ્ય કારણોસર ખાનગી શાળાઓનું સૂચન કરવા સહિત વિદ્યાર્થીઓનાં નામે યેનકેન પ્રકારે ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાની પણ વાતો લોકમૂખે ચર્ચાય રહી છે.
કેન્દ્ર-રાજ્યમાં બાળમજૂરી અટકાવવા માટે સરકાર દ્વારા જ એક સંસ્થા ઉભી કરવામાં આવી છે જેનો મુખ્ય હેતુ ચોક્કસ ઉંમરથી નીચેના બાળકોને કામ કરતા અટકાવવા અને આવી બાળમજૂરીની પ્રવૃતિ કરાવતા જે તે વ્યક્તિ કે સમૂહ સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમને સજા આપવા/અપાવવા જૂનાગઢમાં આવી કચેરી કાર્યરત પણ છે જેમાં ફરજ બજાવતા બાબુઓ સરકાર હસ્તકની શાળાઓમાં વિદ્યાર્થીઓને કરાવવામાં આવતી આવી મજૂરીઓ-ગેરકાનૂની પ્રવૃતિઓ થતી અટકાવવામાં અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં કોઈ અગમ્ય કારણોસર નિષ્ફળ પુરવાર થઈ રહ્યા છે. રાજ્યભરમાં બાળમજૂરીનું દુષણ પણ દિન-પ્રતિદિન વધી રહ્યુ છે ત્યારે સરકારે જરૂરી પગલા ભરવા આવશ્યક છે.
સરકારી શાળાઓમાં દિન પ્રતિદિન સંખ્યામાં ઘટાડો થવાનાં કારણો પૈકી શિક્ષકો દ્વારા નિયમીત અભ્યાસ ન કરાવવો અને આવા મજૂરીનાં કાર્યો પણ મહત્વનો ભાગ ભજવે છે. કન્યા શાળામાં આચાર્યના ફરમાનથી, તઘલખી નિર્ણયથી, મજૂરીનાં કાર્યો કરવાથી કંટાળી જઈને અનેક છોકરા-છોકરીઓએ શાળામાંથી નામ કમી કરાવીને મજબુર થઈને અન્ય ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો અને જેઓનાં વાલીઓ આર્થિક સક્ષમ નથી તેવા અનેક બાળકોએ અભ્યાસ કરવાનું જ છોડી દીધુ.
આ શાળાને ભૂતકાળમાં સરકાર દ્વારા જ વિવિધ એવોર્ડ મળ્યા છે ત્યારે આવુ નિંદનીય કાર્ય વિદ્યાર્થીઓ પાસે કરાવવામાં આવી રહ્યુ છે તે વિશે જૂનાગઢ તાલુકા-જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાથે વાતચીત કરતા તેમનાં દ્વારા લુલો બચાવ કરતા જણાવવામાં આવ્યુ હતુ કે ‘‘આ સંસ્થાને ભૂતકાળમાં સરકારે એવોર્ડ આપ્યા છે તેથી અમે કંઈ કરી શકીએ નહી’’ આ સમસ્યા અંગે સતાધિશ ભાજપાનાં સંબંધકર્તાઓનું મેોન અને વિદ્યાર્થીઓનાં હિત માટે કાર્યરત એવા એબીવીપી જેવા વિદ્યાર્થી સંગઠનોનું મેોન પણ વિવિધ સવાલો ઉભા કરે છે. ત્યારે આવી ગેરકાયદેસરની પ્રવૃતિઓ કરતા આચાર્ય તથા શિક્ષકો સામે શિક્ષણનાં સાચા ભેખધારીઓ કે કોઈ સામાજીક કાર્યકરો કાયદેસરની કાર્યવાહી કરવા, સજા આપવા-અપાવવા માટે આગળ આવે તેવી ભોગ બનનારની અને લોકોની માંગણી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજ્યપાલ-ઉપરાજ્યપાલોની મોદી ભક્તિ, બંધારણનુ અપમાન- ક્યાં સુધી….?
Next articleભારતનું ખાલી પેટ કહી રહ્યુ છેઃ સર્જીકલ સ્ટ્રાઈક સિવાય બીજા પણ મુદ્દા છે