Home ગુજરાત અજબ ચૂંટણીનો ગજબ ખેલ- દેશના જવાનને હરાવશે ભા.જ.પ….?

અજબ ચૂંટણીનો ગજબ ખેલ- દેશના જવાનને હરાવશે ભા.જ.પ….?

401
0

(જીએનએસ:હર્ષદ કામદાર)
17 મી લોકસભાની ચૂંટણી સાત ચરણોમાંથી ચાર ચરણની ચૂંટણી પૂરી થઈ. જાણે કે 17મી લોકસભા અડધા રસ્તા સુધી પહોંચી. હવે ત્રણ ચરણ બીજા પાર કરવાના છે. યુપીની વારણસી બેઠકની ચૂંટણી આખરી ચરણમાં ૧૯ મેના દિવસે થવાની છે. આ સીટ ને માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર ઉમેદવારી નોંધાવી છે. આ બધા વચ્ચે વી વી આઈ પી સીટને માટે સપા- બસપાએ પોતાની રાજનીતિ બદલતા એક જવાન ને ઉમેદવાર બનાવ્યા છે. બીએસએફના તેજ બહાદુર યાદવ નામના આ જવાનને ડ્યુટી ઉપર ફરજ બજાવતા એક વીડિયો વાયરલ કર્યો હતો જેમાં એવુ બતાવવામાં આવેલ કે કઈ રીતે જવાનોને ખરાબ પ્રકારનું ખાવાનું પીરસવામાં આવે છે. વિડીયો વાયરલ થયા બાદ જવાનને કાઢી મુકવામાં આવ્યો. હવે આ જવાન વારાણસીથી એ જ પ્રધાનમંત્રી ની સામે ચૂંટણી મેદાનમાં છે. જેને જવાનોથી સૌથી વધુ પ્યાર મહોબ્બત છે, દરેક દિવાળી જવાનોની સાથે વિતાવે છે, પુલવામાં શહીદ થયેલા જવાનોનો બદલો લેવાને માટે એર સ્ટ્રાઈક કરી અને 44 જવાનોના બદલામાં 300 આતંકીઓ ને પાડી દેવામાં આવ્યા, તે જવાનો ના નામ ઉપર વોટ પણ માંગી રહ્યા છે. જવાનોને માટે વન રેન્ક વન પેન્શન નો લાભ પણ આપ્યો. જવાનોને માટે બુલેટ પ્રુફ જેકેટ પણ આ સરકારે ખરીદ્યા. અને ભારતના જવાનોને માટે વડાપ્રધાન કાંઈ પણ કરી શકે છે એવું ભાજપ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. એવામાં શું જવાન તેજબહાદુરને હરાવવાની અપીલ ભા જ પા કરશે….?
વારાણસી મા ચૂંટણી બહુ રંગીન અને દિલચશ્પ બની શકે છે કે થવા જઈ રહી છે. પહેલાં તો શાલિની યાદવ નામના મહિલાને સપા બસપાએ ટિકિટ આપી હતી, પછીથી એક રણનીતિ અનુસાર હવે જવાન તેજબહાદુર વડાપ્રધાનની વિરૂધ્ધ સ પા- બસપાના કાયદેસરના ઉમેદવાર થઈ ગયા. એવું કહેવાય છે કે વડાપ્રધાન જવાનોને ગળે લગાડે છે અને ચૂંટણીમાં પણ મેરે જવાન…. મેરે જવાન….. ના નારા લગાવે છે. તે વડા પ્રધાન અને તેમનો પક્ષ જવાન અને ઉમેદવાર તેજબહાદુરને હરાવો…. જવાનને વોટ ન આપો, આ જવાન યોગ્ય નથી, એવો પ્રચાર કરશે…..? ચૂંટણી તો ચૂંટણી છે ચૂંટણીમાં જો સગો ભાઈ પણ મેદાનમાં સામે હોય તો તેને હરાવવાની અપીલ કરવી જ પડે, તેની વિરુદ્ધ બોલવુંજ પડે. કેમકે આ એક પ્રકારનું મહાભારત છે અને મહાભારતના યુદ્ધમાં એકબીજાની સામે એક જ પરિવારના લોકો હતા. વારાણસીમાં પણ વડાપ્રધાનના જવાન પરિવારમાંથી એક ઉભા છે. મોદીજી જે જવાનોને મીઠાઈ ખવરાવે છે તે જવાનોમાંથી એક આ ઉમેદવાર છે. તો શું જવાનો ના નામ પર વોટ માંગી રહેલ ભા.જ.પા આ જવાન ને હરાવવાનું કામ કરશે……? કેવું લાગશે કે જ્યારે ભા જ પાના નેતાઓ કહેશે કે જવાન જુઠો છે, ખરાબ છે, તેને સેનાને બદનામ કરી. આવુ ઘણું બધું બોલવું પડશે શું….?
હકીકતમાં જોવામાં આવે તો સપા- બસપાએ ભાજપાને તેની જ રણનીતિમાં બેકફુટ કરવાનું કામ કર્યું છે. જવાન તો જવાનજ હોય છે. પૂર્વ સેના અધ્યક્ષ વી કે સિંગ નિવૃત્તિ પછી તાત્કાલિક ભાજપમાં જોડાઈ ગયા હતા, મંત્રી બન્યા, પરંતુ તેઓ પૂર્વ સેના અધ્યક્ષજ છે. એ જ રીતે તેજ બહાદુર યાદવ એ નામ હવે રાષ્ટ્રીય સ્તર પર ચમકવાનું છે. એ પણ જવાન તો છેજ. અને ભાજપાના નેતાઓ તેને હરાવશે ત્યારે જવાન શું કહેશે…..?જુઓ જુઓ જે પક્ષ સેનાના જવાનોને માટે કંઈપણ કરવાને માટે તૈયાર તેને એક જવાનને હરાવ્યો……? તેજ બહાદુરને કોઇ ખોટા કામ માટે કે ચરિત્રના નામ ઉપર કે કોઈ ભ્રષ્ટ આચરણને માટે સેના માંથી કાઢવામાં નથી આવ્યો. તેને સેનાના જવાનોને ખરાબ ખાવાનું મળે છે એવો વિડિયો વાઇરલ કરવાના આરોપમાં કાઢી મૂકવામાં આવ્યો છે. એટલા માટે આ ઉમેદવાર કલંકીત તો નથી. એવામાં હવે ભાજપાને માટે આ ઉમેદવાર ચેલેન્જ પણ બની શકે છે. આ ઉમેદવાર નું પરિણામ અત્યારથી નક્કી જ છે. તેને ઉભો કરવા વાળા સપા બસપા ના નેતા પણ જાણે છે. પરંતુ ભાજપાને કેટલીક હદ સુધી તો પાછા ફરવા પર મજબુર તો કર્યો જ છે. પરંતુ ભાજપા આ આ વાતનો સ્વીકાર કરે તો તે ભાજપાજ નથી…..!!! મુકાબલો…. મુકાબલો…. વારાણસીમાં જવાનોના બેલી મોદીજી અને એક જવાનની વચ્ચે થવા જઇ રહ્યો છે. બંને કહેશે- દેશની આન, બાન, શાન છે જય જવાન….. જય જવાન….!!

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલોકસભાના પરિણામો બાદ રૂપાણી, પટેલ, વાઘાણીની વિદાય નિશ્ચિત..!?
Next articleરાજ્યપાલ-ઉપરાજ્યપાલોની મોદી ભક્તિ, બંધારણનુ અપમાન- ક્યાં સુધી….?