Home વ્યાપાર જગત - BUSINESS ફુગાવાની વધતી જતી ચિંતા અને નાણાકીય નીતિ વધુ કડક બનાવવાની શક્યતાને પગલે...

ફુગાવાની વધતી જતી ચિંતા અને નાણાકીય નીતિ વધુ કડક બનાવવાની શક્યતાને પગલે ભારતીય શેરબજારમાં ઉછાળે સાવચેતી યથાવત્…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૭.૦૫.૨૦૨૨ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૪૨૫૨.૫૩ સામે ૫૪૬૭૧.૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૪૪૪૯.૩૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૮૭.૨૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૩૨.૧૩ પોઈન્ટના ઉછાળા સાથે ૫૪૮૮૪.૬૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૧૬૮.૧૦ સામે ૧૬૩૦૦.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૨૦૧.૦૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૮.૦૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬૯.૯૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬૩૩૮.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. ફુગાવાના અત્યંત જોખમી પરિબળ અને યુક્રેન – રશિયા યુદ્વ વચ્ચે જીઓપોલિટીકલ ટેન્શનના પરિણામે વૈશ્વિક આર્થિક મંદીના વધી રહેલા જોખમને પરિણામે અનેક રેટિંગ એજન્સીઓ દ્વારા વિશ્વ સાથે ભારતના આર્થિક વિકાસના અંદાજને ઘટાડવામાં આવ્યાની નેગેટીવ અસરે શેરોમાં સતત મોટાપાયે વેચવાલ બનેલા ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની સતત વેચવાલી બાદ આજે આઇટી, ટેક, કેપિટલ ગુડ્સ, ઈન્ડસ્ટ્રીયલ, અને ઓટો શેરોમાં શોર્ટ કવરિંગની તેજી કરી હતી. મૂડી’સે દ્વારા વૈશ્વિક આર્થિક વૃદ્વિ માટે ચિંતા વ્યક્ત કરવામાં આવતાં અને ચાઈના સહિતના દેશોમાં કોરોનાના ફરી ઉપદ્વવના કારણે ઔદ્યોગિક પ્રવૃતિ મંદ પડવા સાથે ફયુલની વૈશ્વિક માંગ ઘટવાના અંદાજોએ ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધ્યામથાળેથી ઘટાડા તરફી રહેતા આજે ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં ફંડોએ વેલ્યુબાઈંગ કર્યું હતું.

ઈન્ફોસિસ, HDFC બેન્ક અને એચડીએફસી લિ. માં ફંડોની મોટી ખરીદી થતાં આજે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. વૈશ્વિક આર્થિક વૃદ્વિ નબળી પડવાની મૂડી’સે દ્વારા ચિંતા વ્યકત કરાતાં ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટાડા તરફી થતાં પેટ્રોલ, ડિઝલના ભાવમાં ઘટાડા સાથે બીએસઇ સેન્સેક્સ ૬૩૨ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૧૬૯ પોઈન્ટ ઉછળીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલી કરતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૬૩ લાખ કરોડ વધીને રૂ.૨૫૩.૧૩ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૬૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૨૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓઇલ એન્ડ ગેસ, એનર્જી, મેટલ અને યુટિલિટીઝ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૪૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૫૩ અને વધનારની સંખ્યા ૨૧૮૨ રહી હતી, ૧૧૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વર્તમાન વર્ષના ભારતના હાઈ ફ્રિકવન્સી ઈન્ડિકેટર્સ રિકવરીના સંકેત આપી રહ્યા છે ત્યારે, ક્રુડ તેલ, ફૂડ તથા ફર્ટિલાઈઝરના ભાવમાં વધારાથી આગામી મહિનાઓમાં ઉપભોગતાના નાણાંકીય ગણિત બગડી જશે અને ખર્ચ પર અસર થશે એમ રેટિંગ એજન્સી મૂડી’સ દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું છે. ગ્લોબલ મેક્રો આઉટલુક ૨૦૨૨-૨૩ના મે અપડેટમાં મૂડી’સે ૨૦૨૨ના કેલેન્ડર વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ ઘટાડીને ૮.૮૦% કર્યો છે જે અગાઉ ૯.૧૦% મુકાયો હતો. વર્તમાન વર્ષના પ્રથમ ચાર મહિનામાં પણ સુધારાની ગતિ જે ૨૦૨૧ના ચોથા ત્રિમાસિકથી શરૂ થઈ હતી તે જળવાઈ રહી હોવાનું હાઈ ફ્રિકવન્સી ડેટા સૂચવે છે. ધિરાણમાં મજબૂત વૃદ્ધિ, કોર્પોરેટ ક્ષેત્ર દ્વારા ઈન્વેસ્ટમેન્ટ યોજનાની જાહેરાત તથા સરકાર દ્વારા મૂડી ખર્ચ માટે બજેટમાં વધુ ફાળવણી દેશમાં ઈન્વેસ્ટમેન્ટ સાઈકલ ગતિ પકડી રહ્યાના સંકેત આપે છે, એમ રિપોર્ટસમાં વધુમાં જણાવાયું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆઈપીએલની ફાઈનલ મેચ પર કરોડોનો સટ્ટો રમાશે તેવી સંભાવનાઓ
Next articleલતા મંગેશકરને યાદ કરીને વડાપ્રધાને પોતાની ભાવના વ્યક્ત કરી
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.