Home ગુજરાત આઈપીએલની ફાઈનલ મેચ પર કરોડોનો સટ્ટો રમાશે તેવી સંભાવનાઓ

આઈપીએલની ફાઈનલ મેચ પર કરોડોનો સટ્ટો રમાશે તેવી સંભાવનાઓ

78
0

(જી.એન.એસ),તા.૨૬
મુંબઈ
આઈપીએલ ફાઇનલની સૌથી મોંઘી ટિકિટ ૬૫ હજાર રૂપિયાની છે. જ્યારે સૌથી સસ્તી ટિકિટ ૮૦૦ રૂપિયાની છે. કોરોનાના કારણે લોકો સ્ટેડિયમમાં મેચ જાેવા માટે લાંબા સમયથી રાહ જાેઈ રહ્યા છે. હવે જ્યારે બધા પ્રતિબંધો હટી ગયા છે ત્યારે ફાઇનલમાં મોટી સંખ્યામાં પ્રશંસકો હાજર રહેશે. બે વર્ષ પછી પ્રથમ વખત સ્ટેડિયમ પુરી ક્ષમતા સાથે ભરાશે. છેલ્લી બે સિઝનમાં કોરોના પ્રોટોકોલના કારણે મેચો પ્રશંસકો વગર કે ઓછા દર્શકોને જ સ્ટેડિયમમાં આવવાની મંજૂરી મળી હતી. હવે છૂટછાટ આપવામાં આવી છે.આઈપીએલ-૨૦૨૨ તેના અંતિમ પડાવ તરફ છે. હવે ફક્ત બે મેચો રમાવાની બાકી છે. ગુજરાત ટાઇટન્સે આઈપીએલની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ફાઇનલમાં બીજી ટીમ કોણ હશે તેનો ર્નિણય ૨૭ મે ના રોજ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચેના મુકાલબાથી થશે. આ મેચમાં જે ટીમ જીતશે તે ફાઇનલમાં પ્રવેશ કરશે. ફાઇનલમાં મુકાબલો ૨૯મે ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલની ફાઇનલ પહેલા સટ્ટાબજાર પણ સક્રિય થઇ ગયું છે. બુકીબજારના મતે રવિવારે રમાનારી ફાઇનલમાં ૧૦,૦૦૦ કરોડથી વધારે રૂપિયાનું બુકિંગ થવાની સંભાવના છે. તેમાં પણ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થશે તો સટ્ટાનો આંકડો વધી શકે છે. બુકીઓના મતે આઈપીએલ-૨૦૨૨માં ચેમ્પિયન બનવા માટે ગુજરાત ટાઇટન્સ હોટ ફેવરિટ છે. તેનો ભાવ ૯૫ પૈસા ચાલી રહ્યો છે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સનો ભાવ ૩.૫૦ રૂપિયા ચાલી રહ્યો છે અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો ભાવ ૪.૫૦ રૂપિયા ચાલી રહ્યો છે. બુકીબજારના મતે આ વખતે ટાઇટલ જીતવા ફેવરિટ મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ પ્લેઓફમાં ના પહોંચતા અને પ્રથમ વખત રમી રહી હોવા છતા ગુજરાત ટાઇટન્સે શાનદાર પ્રદર્શન કરતા ખેલૈયાઓના પાસા ઉંઘા પડ્યા છે. હવે ઓનલાઇન સટ્ટો રમાય છે તેથી અંદાજ કાઢવો મુશ્કેલ હોય છે કે કેટલા હજાર કરોડનો સટ્ટો રમાય છે. પહેલા કઇ ટીમ વિજેતા બનશે તેના પર વધારે સટ્ટો રમાતો હતો જ્યારે હવે સેશન પર વધારે સટ્ટો રમાય છે. મેચ દરમિયાન કેટલી ફોર વાગશે, કેટલી સિક્સરો વાગશે, કેટલી વિકેટો પડશે તેના પર સટ્ટો રમાય છે.

Previous articleહરાજીમાં કોઈએ ભાવ ન પૂછનાર રજત પાટીદારે લખનઉ સામે સદી ફટકારી
Next articleફુગાવાની વધતી જતી ચિંતા અને નાણાકીય નીતિ વધુ કડક બનાવવાની શક્યતાને પગલે ભારતીય શેરબજારમાં ઉછાળે સાવચેતી યથાવત્…!!!