Home મનોરંજન - Entertainment ફિલ્મ સાલાર 2 અઠવાડિયા પુરા, ફિલ્મે કમાણીનો નવા રેકોર્ડ બનાવ્યો

ફિલ્મ સાલાર 2 અઠવાડિયા પુરા, ફિલ્મે કમાણીનો નવા રેકોર્ડ બનાવ્યો

21
0

(જી.એન.એસ),તા.૦૪

સાઉથ સુપરસ્ટાર પ્રભાસ જ્યારે પણ કોઈ ફિલ્મ લઈને આવે છે. ત્યારે તેનો ક્રેઝ જોવા લાયક હોય છે. તેની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ પણ કાંઈ આવી જ છે. ફિલ્મ રિલીઝ થઈને 13 દિવસ થઈ ચૂક્યા છે. ત્યારે ફિલ્મના કલેક્શનના આંકડાઓ શાનદાર છે. Sacnilkના રિપોર્ટ મુજુબ સાલાર પ્રભાસના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ બની છે. આ ફિલ્મ એક બાદ એક નવા રેકોર્ડ બનાવી રહી છે. 12 દિવસે આ ફિલ્મે ભારતમાં 368.32 કરોડ રુપિયાનું નેટ કલેક્શન કર્યું હતુ. હવે 13માં દિવસે 5.25 કરોડનો બિઝનેસ પણ કર્યો છે. આ સાથે ઈન્ડિયામાં કુલ મેળવી સાલારે અત્યારસુધી 373.57 કરોડ રુપિયા કમાયા છે..

વર્લ્ડવાઈડ પણ ફિલ્મનું કલેક્શન જોવા લાયક છે. ટ્રેડ એક્સપર્ટ Manobala Vijayabalan મુજબ આ ફિલ્મે 12 દિવસમાં 650 કરોડ રુપિયા કમાય લીધા છે. આ સાથે આ ફિલ્મ પ્રભાસની બીજી સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. આ પહેલા બાહુબલીએ આ રેકોર્ડ પોતાને નામ કર્યો હતો. 12 દિવસમાં સાલારે 600 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મ 149.50 કરોડ રુપિયા કમાય લીધા છે. એડવાન્સ બુકિંગમાં જ સાલારે અંદાજે 50 કરોડનો બિઝનેસ કર્યો હતો. ઓપનિંગ ડે પર ફિલ્મે 90.7 કરોડ રુપિયા કમાયા હતા. પહેલા વીકએન્ડ પર તો આ ફિલ્મે 300 કરોડનો આંકડો આરામથી પાર કરી લીધો હતો હવે એ જોવાનું રહેશે કે, બીજા અઠવાડિયામાં ફિલ્મ કેવી કમાલ કરે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનિયર્સ લિસ્ટમાં ગૌતમ અદાણીએ કમાણી કરી
Next articleકંગનાએ પોતાના ઘરમાં શિવલિંગની સ્થાપના કરી, કંગનાએ શિવલિંગની એક ઝલક શેર કરી