Home દેશ - NATIONAL ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનિયર્સ લિસ્ટમાં ગૌતમ અદાણીએ કમાણી કરી

ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનિયર્સ લિસ્ટમાં ગૌતમ અદાણીએ કમાણી કરી

16
0

(જી.એન.એસ),તા.૦૪

સુપ્રીમ કોર્ટના હિંડનબર્ગ કેસમાં નિર્ણય બાદ બુધવારે અદાણી ગ્રૂપની કંપનીઓના શેર વધારા સાથે બંધ થયા હતા. સુપ્રીમ કોર્ટે નિર્ણયમાં કહ્યું હતું કે, અદાણી ગ્રુપ સામેના આરોપોની SIT કે CBI દ્વારા તપાસના આદેશ આપવાનો કોઈ આધાર નથી. સેબીને તપાસ પૂર્ણ કરવા માટે એ ત્રણ મહિનાનો સમય આપ્યો હતો. આ નિર્ણય બાદ અદાણી ગ્રુપના શેરમાં મોટો વધારો જોવા મળ્યો હતો. વધારા બાદ અદાણી ગ્રુપની માર્કેટ વેલ્યુ 15 લાખ કરોડ રૂપિયાને પાર ગઈ હતી. હિંડનબર્ગ રિપોર્ટ આવ્યા પહેલા ગ્રુપની વેલ્યુ 19 લાખ કરોડ રૂપિયાથી વધારે હતી. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ BSE પર અદાણી એનર્જી સોલ્યુશન્સનો શેર 11.60 ટકા વધ્યો હતો..

અદાણી ટોટલ ગેસમાં 9.84 ટકા, અદાણી ગ્રીન એનર્જીમાં 6 ટકા અને અદાણી પાવરમાં 4.99 ટકાનો વધારો નોંધાયો હતો. આ ઉપરાંત અદાણી વિલ્મરના શેરમાં 3.97 ટકા, NDTVના શેરમાં 3.66 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં 2.45 ટકા, અદાણી પોર્ટ્સનો 1.39 ટકા, અંબુજા સિમેન્ટના શેરમાં 0.94 ટકા અને ACCનો 0.10 ટકાનો વધારો થયો છે. અદાણી ગૃપની 10 કંપનીની માર્કેટ વેલ્યુ 15,11,073.97 કરોડ રૂપિયા થઈ હતી. ગ્રુપ કંપનીઓની માર્કેટ કેપમાં 64,189.16 કરોડ રૂપિયાનો વધારો થયો હતો. ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનિયર્સ લિસ્ટમાં ગૌતમ અદાણીએ એક દિવસમાં સૌથી વધારે કમાણી કરી છે. ગૌતમ અદાણીએ ગઈકાલે 4.1 બિલિયન ડોલરની કમાણી કરી 1 નંબર પર રહ્યા હતા. ત્યારબાદ વોરેન બફેટ 1.4 બિલિયન ડોલર સાથે બીજા નંબર પર રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆલોક ઈન્ડસ્ટ્રીઝએ રોકાણકારોને છેલ્લા બે ટ્રેડિંગ સેશન દરમિયાન 28 ટકાનું રિટર્ન આપ્યું
Next articleફિલ્મ સાલાર 2 અઠવાડિયા પુરા, ફિલ્મે કમાણીનો નવા રેકોર્ડ બનાવ્યો