Home મનોરંજન - Entertainment કંગનાએ પોતાના ઘરમાં શિવલિંગની સ્થાપના કરી, કંગનાએ શિવલિંગની એક ઝલક શેર કરી

કંગનાએ પોતાના ઘરમાં શિવલિંગની સ્થાપના કરી, કંગનાએ શિવલિંગની એક ઝલક શેર કરી

27
0

કંગનાએ તેના મનાલી ઘરના મંદિરની ઝલક બતાવી

(જી.એન.એસ),તા.૦૪

બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌત કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. આ દરમિયાન કંગનાએ તેના ઈન્સ્ટા પર એક ધાર્મિક વીડિયો શેર કર્યો છે, જેના કારણે તે ચર્ચામાં આવી છે. આ વીડિયોમાં કંગનાએ તેના મનાલી ઘરના મંદિરની ઝલક બતાવી છે, જેમાં શિવલિંગ સહિત અનેક દેવી-દેવતાઓ દેખાય છે. તેને પોતાના ઘરના મંદિરમાં એક રંગીન વિન્ટેજ દરવાજો પણ લગાવ્યો છે, જે ખૂબ જ સુંદર છે. કંગના રનૌત ભલે મોટી સ્ટાર બની ગઈ હોય, પરંતુ તે પોતાની સંસ્કૃતિને ક્યારેય ભૂલતી નથી. તે અવારનવાર દેશ અને વિદેશમાં ધાર્મિક સ્થળોની મુલાકાત લેતી જોવા મળે છે. નવા વર્ષના ખાસ અવસર પર પણ એક્ટ્રેસે ભગવાનની ભક્તિમાં લીન જોવા મળી હતી. નવા વર્ષના આગમન પર એક્ટ્રેસે તેના મનાલીના ઘરમાં શિવલિંગની સ્થાપના કરી છે, જેની ઝલક તેણે શેર કરેલા વીડિયોમાં જોઈ શકાય છે..

આ વીડિયોમાં મંદિરનો દરવાજો લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે, જેને જૂના મંદિરોની જેમ સુંદર રીતે રંગવામાં આવ્યો છે, તેના પર ઘણા હિંદુ દેવી-દેવતાઓના ફોટા જોવા મળે છે. વીડિયો જોઈને એવું લાગે છે કે આપણે મંદિરની અંદર છીએ. કંગનાએ તેના મંદિરમાં ભગવાન ગણેશની મૂર્તિ, મા દુર્ગાની મૂર્તિ સાથે અન્ય ઘણા દેવતાઓની મૂર્તિ સ્થાપિત કરી છે. તેમના મંદિરની દિવાલ પર ભગવાન ગિરિરાજની ફ્રેમ પણ દેખાય છે. આ વીડિયોમાં સૌથી શાનદાર વસ્તુ છે શિવલિંગ, ભગવાનની મૂર્તિની સામે શિવલિંગ મૂકવામાં આવ્યું છે જેના પર ધૂપ સળગી રહી છે અને શિવલિંગની સામે આરતીની થાળી જોવા મળી રહી છે. આ સિવાય બેકગ્રાઉન્ડમાં વાગતું ‘અચ્યુતમ કેશવમ’નું ભજન આ વીડિયોને વધુ આકર્ષક બનાવી રહ્યું છે. કંગનાની આ પોસ્ટ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleફિલ્મ સાલાર 2 અઠવાડિયા પુરા, ફિલ્મે કમાણીનો નવા રેકોર્ડ બનાવ્યો
Next articleT20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચ 9 જૂને ન્યૂયોર્કમાં રમાશે