Home ગુજરાત નવો રૂપાણી મંત્ર-હમ નહીં સુધરેંગે….લો બોલો, ફરી એક પરીક્ષા રદ કરાઇ…..!

નવો રૂપાણી મંત્ર-હમ નહીં સુધરેંગે….લો બોલો, ફરી એક પરીક્ષા રદ કરાઇ…..!

308
0
વીજ કંપનીઓમાં ભરતી માટેની પરીક્ષા એકાએક રદ, મેસેજ કર્યો- ના આવતાં….!
સરકારને મન પરીક્ષા રદ કરવી જાણે કે હંસી-મજાકનું સાધન બની ગયું….!
પરીક્ષાના મામલે ભાજપની શાખ જીડીપીની જેમ ઘટી રહી છે….!
બેરોજગારોના જીવન સાથે અને તેમની કારકીર્દી ની સાથે આ રીતે વારંવાર ચેડાં કરવાનું રૂપાણી સરકારને જાણે કે કોઠે પડી ગયું છે….?

(જી.એન.એસ.) ગાંધીનગર, તા.14
બિનસચિવાલય કલાર્ક ભરતીની લેખિત પરીક્ષામાં ભારે ગેરરીતિની તપાસ માટે સરકારે જાહેર કરેલી સીટ દ્વારા હજુ તો તપાસ પૂરી થાય તે પહેલાં સરકાર તરફથી વધુ એક ભરતી પરીક્ષા રદ કરાતા રૂપાણી સરકારની વિશ્વસનિયતા જોખમમાં મૂકાય તો નવાઇ નહીં. કેમ કે આ રીતે પરીક્ષા રદ કરાઇ હોય એવું પહેલીવાર બન્યું નથી અને આજે જીઈબીમાં ઙરતી માટેની પરીક્ષ રદ કરા તે છેલ્લીવારનું હશે એવું પણ નથી. સરકારી નોકરીની મોટી આશા સાથે પરીક્ષાની તડામાર તૈયારીઓ કરનારા આશાસ્પદ યુવાનો એમ વિચારી રહ્યાં છે કે સરકારને મન જાહેર કરેલી પરીક્ષા રદ કરવી જાણે કે હંસી મજાક બની ગયું છે….? બેરોજગારોના જીવન સાથે અને તેમની કારકીર્દી ની સાથે આ રીતે વારંવાર ચેડાં કરવાનું રૂપાણી સરકારને જાણે કે કોઠે પડી ગયું છે….?
લોકરક્ષક દળ-એલઆરડીની પરીક્ષામાં તો લાખો ઉમેદવારો પરીક્ષા આપવા માટે જે તે પરીક્ષા કેન્દ્રોમાં જઇને કલાસરૂમમાં બેસી પણ ગયા અને પ્રશ્નપત્રો આપવામાં આવે તે પહેલાં તો સરકારનો હુક્મ આવ્યો-પેપર ફૂટી ગયુ છે, પરીક્ષા રદ….!
એક બીજી પરીક્ષા શરૂ થાય તે પહેલા નવો ફતવો બહાર પડ્યો- શૈક્ષણિક લાયકાતના ધોરણમાં ફેરફાર, હવે ધો.,12 નહીં પણ સ્નાતક આપી શકશે પરીક્ષા….! લાખો ઉમેદવારોમાં અજંપો સર્જાયો અને ભારે વિરોધ થયો ત્યારે સરકારને ડહાપણ સૂઝ્યું કે સારૂ આ વખતે જુની લાયકાતથી પરીક્ષા. હવે પછી નવી લાયકાતથી.
બિન સચિવાલયમાં ભરતી માટે 8 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી અને ગેરરીતિઓ બહાર આવી ત્યારે સરકારનું કાન પકડીને સીટની રચના કરાવી. તેની તપાસ 10 દિવસમાં પૂરી કરીને સરકારને અહેવાલ આપે તે પહેલા ઉર્જા વિભાગમાં એટલે કે વિવિધ સરકારી વીજ કંપનીઓમાં 750 કારકૂન અને 150 વિદ્યુત ઇજનેરોની ભરતી માટે લેવાય તે પહેલા એક મેસેજ આપીને સરકારે કહી દીધુ- છોકરાઓ… ઘરે જાઓ…પરીક્ષા રદ….!! કારણ….? પેલું ગીત છે ને-કારણ નહીં જ આપું…..કારણ મને ગમે છે….એમ સરકારે કારણ જાાહેર ના કર્યું અને પરીક્ષા રદ કરી નાંખીને એવો સંદેશો ગુજરાતના લાખો બેકારો અને પરીક્ષા આપનાર અને પરીક્ષા આપવા માંગતા સૂચિત ઉમેદવારોને આપ્યો કે-રૂપાણી હૈ તો મુમકિન હૈ….કુછ ભી કભી ભી કહીં ભી હો સકતા હૈ….!
આ તે કંઇ રીત છે સરકારની. સરકારમાં બેઠા એટલે બેકારોના જીવન સાથે ભદ્દી મજાક કરવી…? પહેલા ભરતીની જાહેરાત કરવી, પથી ફોર્મ ભરાવવા અને પરીક્ષા યોજાય તે પહેલા મેસેજ મોકલવો- પરીક્ષા રદ….! સાહેબ, આવું ને આવું કરશો તો ચૂંટણીમાં લોકો અને યુવા મતદારો ક્યાંક ભાજપને જ રદ ના કરી દે….!
સરકારી નોકરીની પરીક્ષામાં જાણે કે યુવાનોને તો હવે ભાજપ સરકાર પર વિશ્વાસ જ રહ્યો નથી એવું રૂપાણી સરકારે એક પછી એક પરીક્ષાઓમાં કર્યું છે. સરકાર બેકારોને બેકારી ભથ્થુ આપે તે માંગણી તો ભાજપ સ્વીકારતું નથી અને બેકારો બિચ્ચારા જેમ તેમ કરીને 500-500 રૂપિયા ભેગા કરીને પરીક્ષાનું ફોર્મ ભરે કે ક્યાંક નંબર લાગે તો દળદર ફિટે. તેના બદલે તેમને પરીક્ષા રદના મેસેજ જ મળ્યા કરશે….? સરકારની સેવા કરવાની તક ખ્યારે મળશે…?
જે માહિતી બહાર આવી છે તે મુજબ તો ઉર્જા મંત્રી સૌરભ પટેલ વિદેશ પ્રવાસે છે અને તેમના વિભાગની પરીક્ષા રદ કરી દેવામાં આવી છે.!
સરકારે એવું કારણ આપ્યું કે આ હોદ્દા માટેની પરક્ષાના લાયકાતના ધોરણોમાં ફેરફારો કરાશે. જેમ કે ડિપ્લોમા હોલ્ડરને બદલે ડીગ્રી હોલ્ડરને માન્ય રખાશે. તો પછી ડિપ્લોમા હોલ્ડરવાળા ક્યાં જશે….?
ભાજપ સરકારની શાખ સરકારી પરીક્ષાના મામલે જીડીપીની જેમ ઘટી રહી છે. કુછ કરો રૂપાણીજી….એવું ને એવું ચાલશે તો લોકોનો વિશ્વાસ ઉઠી જશે અને પછી ભાજપ વિજય વિશ્વાસ રેલીઓ કઇ રીતે યોજશે….?!

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગરના: સેક્ટર 23 સ્વામિનારાયણ મંદિર ખાતે વચનામૃત જ્ઞાનવર્ષા મહોત્સવ યોજાયો
Next articleટાટા સુમો ગાડીની ચોરી કરતો આરોપી ક્રાઇમ બ્રાન્ચનાં હાથે ઝડપાયો