Home ગુજરાત ગાંધીનગરના: સેક્ટર 23 સ્વામિનારાયણ મંદિર ખાતે વચનામૃત જ્ઞાનવર્ષા મહોત્સવ યોજાયો

ગાંધીનગરના: સેક્ટર 23 સ્વામિનારાયણ મંદિર ખાતે વચનામૃત જ્ઞાનવર્ષા મહોત્સવ યોજાયો

560
0

(જી.એન.એસ ગાંધીનગર) તા.૧૩/૧૨/૨૦૧૯

ગાંધીનગર સેક્ટર 23 ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે વચનામૃત જ્ઞાનવર્ષા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના ગાંધીનગરના પ્રથમ મંદિરનું ખાતમુહુર્ત લગભગ આજથી ૪૩ વર્ષ  પૂર્વે કરવામાં આવ્યું હતું ત્યારથી લઈ અત્યાર સુધી ગાંધીનગર સ્વામિનારાયણ મંદિરની ધજાને ફરકતી રાખી સત્સંગ, કથા, વાર્તા, કિર્તન, જ્ઞાન, સમાજસેવા, સાહિત્ય સાથે મંદિરના સંત પૂ.શાસ્ત્રી હરિકેશવદાસજી સૌ ભક્તો સાથે કાર્યરત છે.ગાંધીનગર સ્વામિનારાયણ મંદિર છેલ્લા ૪૩ વર્ષથી નવ યુવાનોને તેના સંસ્કારથી વંચીત થવા દેતો નથી આજના આ કલિયુગમાં લોકો ભક્તિ નહિ પણ ફિલ્મી દુનિયામાં વધારે રસ ધરાવે છે. પરંતુ આ મંદિર સંસ્કારની એક ઝલક આપતું અને ભક્તિની શક્તિમાં ઝળહળતું એક મંદિર છે. વચનામૃત જ્ઞાનવર્ષા મહોત્સવ અંતર્ગત ટ્રાફિક નિયમ, સ્વચ્છ ભારત અભિયાન, બેટી બચાવો અને ગૌ માતાની સેવા માટે અલગ અલગ પ્રકારની ઝાકિયો પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ઝાકિયો ગાંધીનગરના માર્ગો પર નીકળી લોકોને પોતાની સલામતી આપતા જ્ઞાનની વર્ષા કરતી રેલી કઢાઈ હતી.આ વચનામૃત જ્ઞાનવર્ષા હેઠળ ગાંધીનગરની ૧૧ શાળાના ૩૦૦૦ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાહિત્યનું વિના મૂલ્યે વિતરણ કરાયું અને સાથે નેત્રદાન કેમ્પ, બ્લડ કેમ્પ, અને આંખોની તપાસ વિના મૂલ્યે કરવામાં આવી હતી. આ કેમ્પો વિના મૂલ્યે રાખવામાં આવ્યા હતા જેનો લાભ વચનામૃત જ્ઞાનવર્ષા માં આવતા તમામ ભક્તોએ લીધો હતો. વચનામૃત સ્વાધ્યાય યજ્ઞ છેલ્લા એક વર્ષથી મંદિરમાં ચલી રહ્યો છે. પ્રત્યેક એકાદશીએ સભામાં ૬૫૦ જેટલા હરિભક્તો દ્વારા સમૂહમાં કીર્તન, પ્રશ્નોતરી કરવામાં આવી રહી હતી. કુલ દેશ વિદેશના ૧૧૮૩ હરિભક્તોએ સરેરાશ ૨૦૦૦ વચનામૃત પરાયણ કરી છે.વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવનો આયોજન સમાજ સુખી રહે અને સ્વામીનારાયનનો નામ અંકિત થાય એવા શુભ અવસર સાથે વચનામૃત દ્વિશતાબ્દી જ્ઞાનવર્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યો છે. આ જ્ઞાનવર્ષાનો એક અનેરો ઉત્સવ ગાંધીનગરમાં ઉજવાયો જેમાં હરિભક્તોએ હળીમળીને ભાગ લઈ સ્વામીની ભક્તિ કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહાલીસા મુકામે મ.દે.ગ્રામસેવા સંકુલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
Next articleનવો રૂપાણી મંત્ર-હમ નહીં સુધરેંગે….લો બોલો, ફરી એક પરીક્ષા રદ કરાઇ…..!