Home ગુજરાત ટાટા સુમો ગાડીની ચોરી કરતો આરોપી ક્રાઇમ બ્રાન્ચનાં હાથે ઝડપાયો

ટાટા સુમો ગાડીની ચોરી કરતો આરોપી ક્રાઇમ બ્રાન્ચનાં હાથે ઝડપાયો

260
0

(જી.એન.એસ.-રવિન્દ્ર ભદૌરિયા),તા.16
ગાંધીનગર શહેરમાં કેટલાક સમયથી ટાટા સુમો ગોલ્ડ ગાડીની ચોરીના બનાવો વધ્યા છે, આવા બનાવો ને ગાંધીનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા તથા જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ ઉપરોકત ટાટા સુમો ગાડીની ચોરી અટકાવવા તથા શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચના તમામ અધિકારી તથા માણસોને જીલ્લા વિસ્તારમાં સધન પેટ્રોલીંગ હાથ ધરવા તેમજ ટાટા સુમો ગાડીઓની ચોરીમાં અગાઉ પકડાયેલ આરોપીને ચેક કરવા સારૂ સુચના આપી હતી. તથા આવા ગુન્હાઓ અટકાવવા તથા શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી.
ગાંધીનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી આ આરોપી ટાટા સુમો ગોલ્ડ ગાડીનીની ચોરી કરતો હતો. ત્યારે પોલીસની પેટ્રોલિંગ દરમિયાન અને પો . કો વિજયસિંહ નવલસિંહની ટીમ જીલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન સાથેના પો . કો રાજવિરસિંહ અત્તરસિંહ , તથા પો . કો વિજયસિંહ નવલસિંહ ને મળેલ સંયુકત બાતમી આધારે તાજેતરમાં સેકટર – ર૧ પોલીસ સ્ટેશનમાં ટાટા સુમો ચોરી ના ગુન્હામાં પકડાયેલ આરોપી લાડુરામ ઉર્ફે હનુમાન જોરારામ માનાજી બિશ્નોઇ જે રાજસ્થાનનો મૂળ વતની છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીને એક નંબર વગર ની ટાટા સુમો ગાડી સાથે તેરસાપરા ચોકડી પાસે નારદીપુર તરફ થી આવતા રોડ પાસેથી પકડી પાડવામાં આવ્યો હતો. ઉપરોકત ઇસમને નંબર વગરની ટાટા સુમો બાબતે આધાર પુરાવા માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગેલ જેથી તેની ઉંડાણ પૂર્વક પુછપરછ કરતા આ ગાડી આજથી પાંચેક મહીના અગાઉ સેકટર – ૭ માંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી, જેથી તેની વધુ અને ઉંડાણ પૂર્વક પુછપરછ કરતા તેણે આજથી છેલ્લા નો માસ દરમ્યાન ગાંધીનગર શહેરના સેકટર – ૭ તેમજ સેકટર – ર૧ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટાટા સુમો ગોલ્ડ ગાડીઓની ચોરીના કુલ – ૬ ગુન્હાઓ આચરેલ હતા . જેમાં ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી આગળની કાર્યવાહી તેજ ધરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનવો રૂપાણી મંત્ર-હમ નહીં સુધરેંગે….લો બોલો, ફરી એક પરીક્ષા રદ કરાઇ…..!
Next articleમિ. અમૂલકુમાર, અમારે પણ ઘરનું પોષણ કરવાનું છે, હોં….બહાનાબાજી બંધ કરો…!