Home ગુજરાત ધનજીનું વધુ એક કૌભાંડ…! કરોડોનું સોનુ માતંગી જેવેલર્સમાં બિલ વગર ઓગાળાયું

ધનજીનું વધુ એક કૌભાંડ…! કરોડોનું સોનુ માતંગી જેવેલર્સમાં બિલ વગર ઓગાળાયું

792
0

(જી.એન.એસ.ગાંધીનગર) તા.20/09

ઢોંગી ધનજીની ચૂંદડી પાછળની સત્ય હકીકત હવે ભોળી જનતા સમક્ષ આવી ગઇ છે. ઢબુડી માતાના નામે લોકો સાથે છેતરપિંડી કરવાનો ઈરાદો આજે ખુલ્લો પડી ગયો છે. ધનજીની ધતિંગ બહાર આવવાના કારણે હવે જેની સાથે છેતર પિંડી કરવામાં આવી છે એવા ભોળા ભક્તો હવે ધનજી સામે આવ્યા છે અને એના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી રહ્યા છે. પરંતુ હવે જેટલો મોટો ગુન્હેગાર ધનજી છે એના કરતાં વધારે ગુનેગાર માતંગી જવેલર્સ વાળો છે. કારણ કે ગાંધીનગર સેક્ટર 24 માં આવેલ માતંગી જવેલર્સમાં અવાર નવાર ધનજી ઓડ આવી પોતાના ખેલનો એક રહસ્ય માતંગી જવેલર્સમાં છુપાવતો હતો.

કેટલાક સમયની સફળતા બાદ આખરે GNS ટીમે ભૂતકાળના અંગત સેવક જીતુ મિસ્ત્રી સાથે મુલાકાત કરી તેનું ઈન્ટરવ્યું કર્યું ત્યારે તેમને ધનજી ઓડની ચૂંદડી પાછળની સત્ય હકીકત ખુલ્લી પાડી. જીતુ મિસ્ત્રી એ જણાવ્યું કે હજારો કરોડોનું સોનું ધનજી ઓડે માતંગી જવેલર્સમાં ઓગળતો હતો અને નવા નવા દાગીના બનાવતો હતો. ત્યારે એ જેવલર્સનું કોઈ બિલ નહિ….માત્ર એ બ્લેક માં સોનું ઓગાળીને ધનજીનું સોનુ બનાવતો હતો.હવે સવાલ એ થાય છે કે માતંગી જવેલર્સમાં છેલ્લા 4 વર્ષ માં કેટલા કરોડોનું સોનું ત્યાં ઓગળીને બનાવાયું છે..?  આ સમગ્ર બાબતે GNS ટીમે માતંગી જવેલર્સને સ્પષ્ટતા કરવાનું કીધું ત્યારે GNS મીડિયાના કેમેરા સમક્ષ માતંગી જવેલર્સના મલિક બિપિનભાઈ તેમજ મહેશભાઈ એ આવવાનું ના પાડી દીધી હતી.

જીતુ મિસ્ત્રીએ જણાવ્યું ધનજીનું તમામ સોનુ ચાંદી ગાંધીનગર સેક્ટર 24મા આવેલા માતંગી જેવેલર્સમાં ધનજીના પુત્ર વિપુલ ઓડ, સંજય દરજી બનવા જતા હતા ઘણી વખત આ જેવેલર્સના માલિકો ધનજીના ઘરે જઈને પણ સોનુ લઈ આવતા હતા.ઘણી વખત ધનજી ઓડ પોતે પણ જેવેલર્સમાં સોનુ ઓગળી નવું બનાવવા જતો હતો. જેટલો ધનજી ઓડ ગુનેગાર છે તેટલો જ ગુનેગાર માતંગી જેવેલર્સના માલિકો પણ છે.કેમ કે આ જેવેલર્સના સહારે ધનજીએ પોતાનું કાળું નાણું બિલવગર સોનુ બનાવી સરકરી તિજોરીને નુકશાન પોહચડાયું છે. આ જવેલર્સમાં ધનજીના બેંક એકાઉન્ટની લિંક પણ અહીંયા મળતી હતી. માતંગી જવેલર્સમાં બેસીને ત્યાં જ ધનજી ઓડનું એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું અને બેન્ક મેનેજર અંધારી રાતના સમયે આ જેવેલર્સમાં આવી ખાતા ખોલી જતો હતો તેવી પણ માહિતી સૂત્રો થી મળી રહી છે.
ત્યારે હવે સવાલ એ છે કે ધનજીનું જેટલું સોનુ બન્યું તેનું કેમ પાકું બિલ માતંગી જેવેલર્સ દ્વારા બનાવવામાં આવ્યું નથી..? ધનજી ઓડ જે સોનુ ઓગળવા આવતો હતો તેની કેમ માતંગી જેવેલર્સ દ્વારા તપાસ કરવામાં આવી નહીં..? ધનજી ઓડ gst બીલની ચોરી કરી લાખો રૂપિયાનો ચૂનો સરકરી તિજોરીને લગાયો છે. શુ માતંગી જેવેલર્સમાં ચોરીનું સોનુ પણ ઓગાળાતું હશે..? ધનજી ઓડ અને માતંગી જેવેલર્સ સાથે શુ સંબધ હતો..? કેમ ધનજીઓડના કાળા નાણાં છુપાવામાં માતંગી જેવેલર્સ દ્વારા મુખ્ય ભાગ ભજવવામાં આવ્યું..?
એટલે કહી શકાય કે લોકો સાથે છેતરપિંડી કરવામાં જેટલો ફાળો ધનજીનો છે એટલો જ ફાળો માતંગી જવેલર્સનો પણ છે. એટલે જો હવે સંપૂર્ણ તપાસ માતંગી જવેલર્સ ની કરવામાં આવે તો ધનજીની પાપ લીલાના કિસ્સાઓ એક નવું કૌભાંડ બહાર આવે તેમ કોઈ નવાહી નહિ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગર ખાતે ઋષિવંશી સમાજે વડાપ્રધાન મોદીના જન્મ દિવસની કેક કાપી કરી ઉજવણી
Next articleનથવાણીની એક ટ્‌વીટે દોડતી થઇ સરકાર, ગણતરીના કલાકોમાં જ અસામાજીકને ઝડપ્યા, સાંસદે માન્યો આભાર