Home ગુજરાત નથવાણીની એક ટ્‌વીટે દોડતી થઇ સરકાર, ગણતરીના કલાકોમાં જ અસામાજીકને ઝડપ્યા, સાંસદે...

નથવાણીની એક ટ્‌વીટે દોડતી થઇ સરકાર, ગણતરીના કલાકોમાં જ અસામાજીકને ઝડપ્યા, સાંસદે માન્યો આભાર

247
0

(જી.એન.એસ.) અમદાવાદ તા.19
અમદાવાદનાં સરદારનગરમાં અસામાજીક તત્વો દ્વારા ઉઘરાણી અર્થે આવેલા વેપારીને મારમારી દારૂ પીવડાવવાની ઘટનાથી વ્યથિત થઈને સાંસદ પરિમલ નથવાણીએ ટ્‌વીટ કરીને અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા કથળ્યા હોવાનું જણાવીને સીએમ વિજય રૂપાણી, ડે.સી.એમ નીતીન પટેલ, ડીજીપી તથા સીએમ કચેરીનો ઉલ્લેખ કરીને પગલા લેવાની માંગણી કરી હતી.
સાંસદનાં ટ્‌વીટની ત્વરીત નોંધ લઈને રાજ્ય સરકાર તથા પોલીસ તંત્રએ પગલા લઈને નરેશ શર્મા નામનાં વેપારી સાથે થયેલ હરકતનાં બનાવમાં સંડોવાયેલા અસામાજીક તત્વોને ઝડપી લેતા સાંસદ અને રીલાયન્સનાં ગુજરાતનાં હેડ પરીમલ નથવાણીએ ફરીથી ટ્‌વીટ કરીને જણાવ્યું હતુ કે ભોગ બનનાર વેપારી નરેશ શર્મા જે મારો મીત્ર પણ છે એ પોલીસ અને રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા પગલાથી તેઓ પોતે સંતુષ્ઠ છે અને આશા રાખું છું કે પોલીસ આવા અસામાજીક તત્વોને ભવિષ્યમાં છોડશે નહીં અને હું પણ પોલીસે લીધેલા ત્વરીત પગલા બદલ રાજ્ય સરકારનો આભાર માનું છું. (સાંસદ પરિમલ નથવાણી)

Previous articleધનજીનું વધુ એક કૌભાંડ…! કરોડોનું સોનુ માતંગી જેવેલર્સમાં બિલ વગર ઓગાળાયું
Next articleગાંધીનગર: જિલ્લામાં ફ્રેન્કિંગ તથા ઇ- સ્ટેમ્પીંગના ૨૨ સર્વિસ કેન્દ્રો કાર્યરત