Home ગુજરાત દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો, ભર ઉનાળે વરસાદ, સુરતમાં પણ માવઠું જોવા મળ્યું

દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો, ભર ઉનાળે વરસાદ, સુરતમાં પણ માવઠું જોવા મળ્યું

19
0

(જી.એન.એસ),તા.૨૬

સુરત,

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. સુરતમાં પણ માવઠું જોવા મળ્યું છે. કમોસમી વરસાદની સાથે અનેક વિસ્તારોમાં ઝાપટાં પડ્યા હતા. વરસાદના કારણે ખેડૂતો નુકસાનની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. સુરત શહેરમાં અડાજણ , ભાઠા , કતારગામ , જહાંગીરપુરા અને પીપલોદ સહિતના વિસ્તારમાં વરસાદે હાજરી પુરાવી છે. વરસાદનું જોર નબળું રહયું છે પણ છુટાછવાયા વરસાદના કારણે રસ્તા ભીના થયા હતા. વાદળછાયા વાતાવરણના કારણે બફારાનો અહેસાસ થઇ રહ્યો છે. ખેતી નિષ્ણાંત નિર્મલસિંહ યાદવ અનુસાર વરસાદ ઓછો હોવાથી ખેતીને ખાસ નુકસાન પહોંચશે નહિ, જોકે વાતાવરણના પલ્ટાની થોડી અસર ચોક્કસપણે જોવા મળશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપટના હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા બે જજોને ‘સજા’ આપી છે.
Next articleરોકાણકારોના નાણાં બમણાં કરનાર કંપની સંદુર મેંગેનીઝ એન્ડ આયર્ન ઓરેએ અગત્યની યોજના જાહેર કરી