Home મનોરંજન - Entertainment જ્હૉન અબ્રાહમ આ હકીકત જાણે છે ?એના અર્ધનગ્ન ફોટાનો દુરુપયોગ ગેની એડમાં...

જ્હૉન અબ્રાહમ આ હકીકત જાણે છે ?એના અર્ધનગ્ન ફોટાનો દુરુપયોગ ગેની એડમાં થયો છે

523
0

(S.yuLk.yuMk){wtçkE,íkk.29
અભિષેક બચ્ચન અને જ્હૉન અબ્રાહમને ચમકાવતી અને સજાતીય સંબંધોની કથા ધરાવતી ફિલ્મ દોસ્તાનાના એક ફોટોગ્રાફનો મેક્સિકોની ગે ક્રૂઝ નામની સજાતીય સંબંધોને લગતી સંસ્થાએ દુુરુપયોગ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. દોસ્તાનાના મૂળ ફોટોગ્રાફમાં જ્હૉન પીળા રંગની હાફ પેન્ટ પહેરીને ઊઘાડા ડિલે ઊભો છે એવું ચિત્રણ થયું હતું. ગે ક્રૂઝે એ હાફ પેન્ટ કાપી નાખીને બાકીનો ફોટો પોતાની એડમાં વાપર્યો હતો. મેક્સિકોના એક ટોચના સાહિત્યકાર લેખક નિયા લેવી કિંગે એક લેખમાં આ વાતનો ઉલ્લેખ કરીને પ્રશ્ન કર્યો હતો કે શું જ્હૉન અબ્રાહમ આ વાત જાણે છે કે ? વાસ્તવમાં આ રીતે કોઇ વિદેશી કલાકારનો ફોટો વાપરવામાં બે પ્રકારે ગુનો બને છે. એક, એ કલાકાર બદનક્ષીનો દાવો માંડી શકે છે. બીજું, આમાં કોપીરાઇટનો ભંગ થાય છે. જ્હૉન અબ્રાહમના ધ્યાનમાં કોઇ ચાહક આ વાત લાવે તો સારું એમ પણ આ સાહિત્યકારે લખ્યું હતું. નિયા લેવી કિંગે આ બાબતને ટ્વીટર પર પણ રજૂ કરી હતી. ટ્વીટર પર આ વાતના મિશ્ર પ્રત્યાઘાત પડયા હતા. એક જૂથે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે જ્હૉન આવા દુરુપયોગને અવગણી કાઢશે તો બીજા જૂથે લખ્યું હતું કે આમાં કશું ખોટું થયું હોય એવું લાગતું નથી. દરેક વ્યક્તિનો પોતીકો અભિપ્રાય હોય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહું હાલ કોઇ નવી ફિલ્મ સાઇન કરતો નથી શાહરુખ ખાનની જાહેરાત
Next articleહવે ઐશ્વર્યા રાય બચ્ચન ડબલ રોલ કરશે