Home મનોરંજન હું હાલ કોઇ નવી ફિલ્મ સાઇન કરતો નથી શાહરુખ ખાનની જાહેરાત

હું હાલ કોઇ નવી ફિલ્મ સાઇન કરતો નથી શાહરુખ ખાનની જાહેરાત

510
0

(S.yuLk.yuMk){wtçkE,íkk.29
બોલિવૂડના બેતાજ બાદશાહ શાહરુખ ખાને કહ્યું હતું કે હું આજકાલ કોઇ નવી ફિલ્મ સાઇન કરતો નથી. સર્વપ્રથમ માા હાલ જે ફિલ્મનું કામ ચાલુ છે એ આનંદ એલ રાયની ફિલ્મ પૂરી કરવી છે. આનંદ એલ રાયની આ અનટાઇટલ્ડ ફિલ્મમાં લેટેસ્ટ ટેક્નોલોજીની મદદથી શાહરુખ ખાનને ઠિંગુજી તરીકે રજૂ કરાયો છે. હજુ સુધી એનો ફર્સ્ટ લૂક પણ રિલિઝ કરાયો નથી. આમ તો ૧૯૮૦ના દાયકામાં અપ્પુ રાજા ફિલ્મમાં આવો અખતરો સાઉથના સુપર સ્ટાર કમલ હાસને કર્યો હતો. કમલ હાસન અપ્પુ રાજામાં ડબલ રોલમા હતો. એક પાત્ર ઠિંગુજી હતું અને બીજું પાત્ર નોર્મલ હતું. મનોરંજન ઉદ્યોગમાં સફળ ફોર્મ્યુલા બાળપણમાં બે ભાઇ ગુમાયા જુવાનીમાં પાછાં મળ્યા જેવી હતી. ફિલ્મ હિટ નીવડી હતી. જો કે આનંદ એલ રાયનો દાવો એવો છે કે કમલ હાસન કરતાં અમે જુદી રીતે ઠિંગુજીને રજૂ કરવાના છીએ. અમે આધુનિક ટેક્નોલોજીની મદદ લીધી છે. શાહરુખ પોતાની આ ફિલ્મના ગેટપ અને બાહ્ય લૂકને ખાનગી રાખવા માગે છે. એની છેલ્લી કેટલીક ફિલ્મોએ બોક્સ ઑફિસ પર ધાર્યો બિઝનેસ કર્યો નહોતો એટલે આ ફિલ્મ પર એનો બહુ મોટો મદાર છે. આ ફિલ્મ પૂરી ન થાય ત્યાં સુધી પોતે બીજી કોઇ નવી ફિલ્મ લેવા માગતો નથી એવી સ્પષ્ટતા એણે કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવરસોની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે ઘર વસાવશે વરુણ ધવન
Next articleજ્હૉન અબ્રાહમ આ હકીકત જાણે છે ?એના અર્ધનગ્ન ફોટાનો દુરુપયોગ ગેની એડમાં થયો છે