Home ગુજરાત ગાંધીનગર: જિલ્લામાં ફ્રેન્કિંગ તથા ઇ- સ્ટેમ્પીંગના ૨૨ સર્વિસ કેન્દ્રો કાર્યરત

ગાંધીનગર: જિલ્લામાં ફ્રેન્કિંગ તથા ઇ- સ્ટેમ્પીંગના ૨૨ સર્વિસ કેન્દ્રો કાર્યરત

752
0

જી.એન.એસ ગાંધીનગર) તા.20/09

શુક્રવાર રાજય સરકાર દ્વારા નાગરિકોને સ્ટેમ્પ મેળવવામાં પડતી મુશ્કેલીઓ ઘ્યાને લઇ ઇ- સ્ટેમ્પિંગ રુલ્સ- ૨૦૧૪માં સુઘારો કરીને તા. ૧ ઓકટોબર, ૨૦૧૯ થી રાજયભરમાં નોન જયુડીશિયલ સ્ટેમ્પ પેપરનું ફિઝિકલ વેચાણ બંઘ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં તા.૧ ઓકટોબર, ૨૦૧૯ થી ફીઝીકલ સ્ટેમ્પ બંઘ થતાં નાગરિકોને સ્ટેમ્પ મેળવવામાં કોઇ તકલીફ ન પડે તે માટે જિલ્લામાં હાલમાં ફ્રેન્કિંગ તથા ઇ-સ્ટેમ્પિંગના કુલ- ૨૨ સર્વિસ કેન્દ્રો કાર્યરત છે. તેની સુવિઘા મેળવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
સમગ્ર રાજય સહિત ગાંધીનગર જિલ્લામાં તા. ૧ ઓક્ટોબર, ૨૦૧૯ થી ફિઝિકલ સ્ટેમ્પ પેપર બંઘ થાય છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં નાગરિકોને કોઇ તકલીફ ન પડે તો માટે ઇ-સ્ટેમ્પીંગની સુવિઘાથી શીડયુઅલ બેંકો, કેન્દ્ર અને રાજય સરકારના નિયંત્રણ હેઠળની નાણાકીય સંસ્થાઓ કે એકમો અને પોસ્ટ ઓફિસ ઉપરાંત લાયસન્સી સ્ટેમ્પ વેન્ડર, ચાર્ટ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી, બંદર/પોર્ટ ખાતેના સી એન્ડ એફ એજન્ટ, ઇ-ગર્વનન્સ પ્લાન હેઠળ કાર્યરત કોમન સર્વિસ સેન્ટર, આરબીઆઇ રજિસ્ટર્ડ નોન બેંકીગ ફાઇનાન્સીયલ કંપની અને લાયસન્સી નોટરી પૈકી જે વ્યક્તિઓ/ સંસ્થાઓ જે તે જિલ્લાની સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશનની કચેરી ખાતે ઇ-સ્ટેમ્પિંગનું લાયસન્સ મેળવવા અરજી કરી શકશે.
તે ઉપરાંત ગાંધીનગર જિલ્લામાં હાલમાં ફ્રેન્કિંગ તથા ઇ સ્ટેમ્પીંગના કુલ – ૨૨ સર્વિસ કેન્દ્રો કાર્યરત છે. જેમાં ઘી કલોલ નાગરિક સહકારી બેંક લિ, કલોલ, એકિસસ બેંક લિ. સેકટર-૧૬, ગાંધીનગર, ઘી ગાંઘીનગર નાગરિક કો.ઓ. બેંક લિ., સેકટર-૧૬, ગાંધીનગર, ઘી મહેસાણા ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો.ઓ.બેંક લિ, માણસા, ઘી કાલપુર કોમ. કો.ઓ. બેંક લી. કડી સર્વ વિશ્વ વિધાલય, સેકટર- ૨૩, ઘી પોસ્ટ માસ્ટર, ગાંઘીનગર હેડ પોસ્ટ ઓફિસ, સેકટર-૧૧, ગાંધીનગર, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ઉઘોગ ભવન, સેકટર-૧૧, ગાંધીનગર, ઘી વિજય કો.ઓ.બેંક લિ, કુડાસણ, ઘી અમદાવાદ ડિસ્ટ્રીકટ કો. ઓ. બેંક લિ. સેકટર-૬, અપના બજાર, અમરનાથ કો.ઓ. બેંક લિ. કુડાસણ, ઘ કાલુપુર કોમ.કો.ઓ.બેંક લી છત્રાલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, છત્રાલ, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિ. સેકટર-૧૬, ગાંધીનગર, સબ રજિસ્ટ્રાર કચેરી, ગાંધીનગર, જિલ્લા સેવા સદન, સેકટર-૧૧, ગાંધીનગર, સબ- રજીસ્ટ્રાર કચેરી, માણસા મામલતદાર કચેરી, કલોલ મામલતદાર કચેરી અને દહેગામ મામલતદાર કચેરી, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, કલોલ, ગાંધીનગર અને અડાલજ, પંજાબ નેશનલ બેંક શાખા સેકટર- ૧૬, તમિલનાડુ મર્કેન્ટાઇલ બેંક લિ સેકટર-૨૪, અને સી.એસ.સી. ઇ- ગવર્નન્સ ઇન્ડિયા લી. અમૃતલાલ પ્રજાપતિ, જાસપુર, તા. કલોલ નો સમાવેશ થાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનથવાણીની એક ટ્‌વીટે દોડતી થઇ સરકાર, ગણતરીના કલાકોમાં જ અસામાજીકને ઝડપ્યા, સાંસદે માન્યો આભાર
Next articleકેન્દ્ર સરકારની હોટેલ ઉદ્યોગને ભેટ, GST દરમાં ઘટાડાની જાહેરાત, જ્વેલરીની નિકાસ પણ કરમૂક્ત