Home ગુજરાત કેન્દ્ર સરકારની હોટેલ ઉદ્યોગને ભેટ, GST દરમાં ઘટાડાની જાહેરાત, જ્વેલરીની નિકાસ પણ...

કેન્દ્ર સરકારની હોટેલ ઉદ્યોગને ભેટ, GST દરમાં ઘટાડાની જાહેરાત, જ્વેલરીની નિકાસ પણ કરમૂક્ત

284
0

(જી.એન.એસ.),પણજી,તા20

કોર્પોરેટ ટેક્સમાં ઘટાડ્યા પછી નાણાં મંત્રી નિર્મલા સીતારામને હોટેલ જેવા ઉદ્યોગોને મહત્વની ભેટ આપી છે. શુક્રવારે  GST કાઉન્સિલની બેઠક પછી તેમણે હોટેલના ભાડાં પર જીએસટી ઘટાડવાની તેમજ કેફીનયુક્ત પીણા પર જીએસટીનો દરમાં બમણો વધારો કરીને 40 ટકા કર્યો હાવાની જાહેરાત કરી હતી. નાણામંત્રીની જાહેરાત પછી જ્વેલરીની નિકાસ કરમુક્ત કરી શકાશે.

GST કાઉન્સિલની બેઠક પછી નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે, કેફીનવાળા પીણાં  જેવા કે ચા-કોફી એનર્જી ડ્રિન્ક વગેરે પર જીએસટીનો વર્તમાન દર 18 ટકાથી વધારીને 28 ટકા કરવામાં આવ્યો છે આ સિવાય તેની પર વધારાની 12 ટકા સેસ લાગશે. નિર્મલા સીતારામને હોટેલ બિઝનેસને રાહત આપતા જાહેરાત કરી હતી કે, એક રૂમના રાત્રિદીઠ  7500 સુધીનો નાઇટ ચાર્જ ધરાવતાં હોટેલો પાસેથી હાલના 18 ટકાને બદલે 12 ટકાનો ચાર્જ વસૂલ કરવામાં આવશે અને 7500થી વધુ ભાડા પર જીએસટી ઘટાડીને 18 ટકા કરવામાં આવી છે. આ દર પહેલા 28 ટકા હતો. આ ઉપરાંત આઉટડોર કેટરિંગ પરનો ટેક્સ ઇનપુટ ટેક્સ ક્રેડિટ સાથે હાલના ૧૮ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો છે. સીતારામને કહ્યું છે કે દરિયાઇ બણતળ પરનો જીએસટી ઘટાડીને પાંચ ટકા કરાયો છે જ્યારે રેલવે વેગન્સ, કોચિઝ, રોલિંગ સ્ટોક પરનો દર પાંચ ટકાથી વધારીને 12 ટકા કરાયો છે.

ભારતમાં નિર્માણ પામતા સંરક્ષણ ક્ષેત્રની ચોક્કસ સાધનો-ચીજોની આયાતને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી છે. વુવન-નોન વુવન પોલિથિલીન બેગ્સ પર એકસમાન 12 ટકા જીએસટી લેવામાં આવશે. 10-13 વ્યક્તિઓની કેપિસિટી ધરાવતાં પેટ્રોલ વાહનો પર લાગૂ પડતો મહત્તમ 28 ટકાનો દર ઘટાડીને એક ટકા કરાયો છે. એવી જ રીતે ડીઝલ વાહનોનો દર ઘટાડીને ત્રણ ટકા કરાયો છે. બદામ દૂધ પરનો વેરો 18 ટકા રહેશે.

  • નાણામંત્રી સીતારામની જાહેરાત મુજબ તમામ દરો પહેલી ઓક્ટોબરથી અમલમાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગર: જિલ્લામાં ફ્રેન્કિંગ તથા ઇ- સ્ટેમ્પીંગના ૨૨ સર્વિસ કેન્દ્રો કાર્યરત
Next articleગુજરાતની પેટા ચૂંટણીની જાહેરાત તથા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ફાંંફે ચડ્યા..