Home વ્યાપાર જગત - BUSINESS કોર્પોરેટ ઈન્ડિયાના ત્રિમાસિક પરિણામો ઉપર ભારતીય શેરબજારની નજર…!!

કોર્પોરેટ ઈન્ડિયાના ત્રિમાસિક પરિણામો ઉપર ભારતીય શેરબજારની નજર…!!

78
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૦૪.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૮૯૬૪.૫૭ સામે ૫૮૭૪૩.૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૮૨૯૮.૫૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૯૬.૨૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૮૮.૨૦ પોઈન્ટના ઘટાડા સાથે ૫૮૫૭૬.૩૭ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૭૨૩.૯૫ સામે ૧૭૬૦૦.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૪૮૨.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૨.૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬૨.૬૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૫૬૧.૩૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. વૈશ્વિક મોરચે જીઓપોલિટીકલ ટેન્શન સાથે કોરોનાના નવા વેરિયન્ટનો ખોફ વિશ્વમાં ફેલાવા લાગતાં આર્થિક ચિંતાના પરિણામે વૈશ્વિક બજારોમાં ધોવાણ સાથે કોર્પોરેટ ઈન્ડિયાની માર્ચ ૨૦૨૨ના અંતના ત્રિમાસિક પરિણામોની સીઝનમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ(ટીસીએસ)ના રિઝલ્ટથી શરૂ થતાં આઈટી – સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં સાવચેતી અને મેટલ, એનર્જી, રિયલ્ટી, ઓઇલ એન્ડ ગેસ અને બેઝિક મટિરિયલ્સ શેરોમાં નરમાઈએ સેન્સેક્સ, નિફટી બેઝડ સતત વેચવાલી જોવા મળી હતી. પેટ્રોલ, ડિઝલના ભાવમાં સતત વધારો નોંધાતા ફુગાવા કાબૂ બહાર અસહ્ય બની જવા સાથે હવે ઔદ્યોગિક એકમોને મોટો ફટકો પડવાના સંકેત ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝ, એફઆઈઆઈઝની ભારતીય શેરબજારમાં વેચવાલ રહ્યા હતા.

રશિયા-યુક્રેન યુદ્વની કટોકટીએ વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શન વધવા સાથે વૈશ્વિક ફાઈનાન્શિયલ, કોમોડિટીઝ માર્કેટોમાં મોટી અફડાતફડી જોવાઈ રહી છે. વૈશ્વિક શેરબજાર ડામાડોળ બનવા સાથે ભારતીય શેરબજાર પણ સાવચેતી યથાવત છે. ભારતીય શેરબજારમાં પણ આજે સતત બીજા દિવસે સેન્સેક્સ, નિફટી બેઝડ ઘટાડો નોંધાયો હતો. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક વેચવાલી નોંધાતા રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૩.૧૭ લાખ કરોડ ઘટીને રૂ.૨૭૧.૯૯ લાખ કરોડ રહ્યું હતું. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ભારતીય શેરબજારમાં સ્મોલ, મિડ  કેપ, રોકડાના શેરોમાં સતત વેચવાલી થતાં માર્કેટબ્રેડથ નેગેટિવ રહી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૪૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૪૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેન્કેક્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૧૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૫૩ અને વધનારની સંખ્યા ૧૧૬૬ રહી હતી, ૯૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, માર્ચમાં દેશની ઈંધણ માગ વાર્ષિક ધોરણે ૪.૨૦% વધીને ત્રણ વર્ષની ઊંચી સપાટીએ રહી હોવાનું ઓઈલ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ અને એનાલિસિસ સેલના આંકડામાં જણાવાયું છે. પેટ્રોલ તથા ડીઝલનો વપરાશ કોરોના પહેલાના સ્તર કરતા પણ ઊંચો રહ્યો છે. માર્ચમાં પેટ્રોલિયમ પ્રોડકટસનો કુલ વપરાશ કુલ ૧.૯૪ કરોડ ટન્સ રહ્યો હતો, જે માર્ચ ૨૦૧૯ બાદ સૌથી વધુ છે. દેશના અર્થતંત્રમાં સુધારાને પગલે માર્ચમાં ટ્રાન્સપોર્ટ ફ્યુઅલ માટેની માગ ઊંચી રહી હતી. દેશમાં પેટ્રોલિયમ પ્રોડકટસના કુલ વપરાશમાં ૪૦% હિસ્સો ધરાવતા ડીઝલની માગ ૬.૭૦ ટકા વધી ૭૭ લાખ ટન્સ રહી હતી.  ગેસોલિન અથવા પેટ્રોલનું વેચાણ ૬.૨૦% વધી ૨૯.૧૦ લાખ ટન્સ રહ્યું હતું. આમ પેટ્રોલ તથા ડીઝલની માગ કોરોના પહેલાના સ્તર કરતા ઊંચી રહી છે.

કૃષિ ક્ષેત્ર તરફથી મજબૂત માગને કારણે ડીઝલના વપરાશમાં વધારો થયો છે. આ ઉપરાંત ભાવ વધવાની ભીતિએ સ્ટોક કરવાને કારણે પણ માગ વધી હતી. રાંધણ ગેસ અથવા લિક્વિફાઈ  પેટ્રોલિયમ ગેસનું વેચાણ ૯.૯૦% વધી ૨૪.૮૦ લાખ ટન્સ રહ્યાનું પણ આંકડા જણાવે છે. આ ઉપરાંત નાફથાનું વેચાણ ૧૩.૨૦% વધી ૧૧.૧૦ લાખ ટન્સ રહ્યું હતું. સમાપ્ત થયેલા નાણાંકીય વર્ષમાં ઈંધણની માગ વાર્ષિક ધોરણે ૪.૩૦% વધી ૨૦.૨૭ કરોડ ટન્સ રહી હતી, જે નાણાં વર્ષ ૨૦૨૦ બાદ સૌથી વધુ છે. સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં પેટ્રોલની માગમાં ૧૦.૩૦ ટકા જ્યારે ડીઝલની માગ ૫.૪૦% વધી હતી. જેટ ફ્યુઅલની માગ ૩૫% વધી પ૦ લાખ ટન્સ રહી હતી. જો કે કોરોના પહેલાના વર્ષમાં ૮૦ લાખ ટન્સની સરખામણીએ તે વિતેલા નાણાં વર્ષમાં નોંધપાત્ર નીચી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનીતિ આયોગના ઉર્જા અને આબોહવા સૂચકાંકમાં ગુજરાત નંબર ૧ પર
Next articleઅગામી સપ્તાહમાં વિદેશી ફંડો – રોકાણકારોની ખરીદી કે વેચવાલી ઉપર ભારતીય શેરબજારની નજર…!!!
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.