Home ગુજરાત ઓનલાઇન તીનપત્તી ગેમની ચીપ્સ ખરીદી છેતરપીંડી કરતા બે આરોપી ઝડપાયા

ઓનલાઇન તીનપત્તી ગેમની ચીપ્સ ખરીદી છેતરપીંડી કરતા બે આરોપી ઝડપાયા

385
0

(જી.એન.એસ,રવિન્દ્ર ભદૌરિયા),તા.૨૩
સોશિયલ મીડિયા પર સાયબર સેલની નજર 24 કલાક હોય છે છતાં આવા આરોપી સોશિયલ મીડિયા પર ગુન્હાહિત પ્રવૃત્તિ કરતા હોય છે ત્યારે ફરીયાદીની જાણ વગર અને ઓટીપી મેળવ્યા વગર ડેબીટ કાર્ડમાંથી જાણ બહાર ઓનલાઇન તીન-પત્તી ગેમની ચીપ્સ ખરીદી છેતરપીંડી કરનાર બે આરોપીની ધરપકડ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે કરી હતી. પકડાયેલ આરોપીઓની પૂછપરછ દરમિયાન આરોપી નિકુંજ સિવિલ એન્જીનીયરીંગ માં અભ્યાસ કરે છે. નિકુંજને પબજી ગેમ રમવાની આદત છે જેથી તે બીજા મિત્રોના મોબાઈલથી ઓટીપી લઈ ગેમની ચીપ્સ ખરીદી છેતરપીંડી કરતો હતો. પરંતુ આરોપી હિતેશ અને નટુ ઠાકોર ઓનલાઇન ગેમની ચિપ્સ તથા રોયલ પાસ ખરીદી કરવા આરોપી નિકુંજના મોબાઈલ ફોનનો ઉપયોગ કરી ફરિયાદીના ડેબીટકાર્ડમાંથી પૈસા મેળવી તીનપત્તી ઓક્ટ્રોની ચિપ્સ ખરીદ કરતા ફરિયાદીના એકાઉન્ટમાંથી પેસા કપાઈ જતા હતા. અને આરોપી ફરિયાદીની ચિપ્સ ચોરી કરી બીજાને ઓનલાઇન ગેમ રમી વેચી દેતા હતા.
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે આખરે તીનપત્તી તથા પબજી રમનાર નિકુંજ, હિતેશ અને નટુની ધરપકડ કરી હતી. આરોપી નિકુંજ, હિતેશ અને નટુ ઠાકોર મે 2019 દરમિયાન મુલુંડ પોલીસ સ્ટેશન મુંબઈ ખાતે સરખી મોડ્સ ઓપરન્ડી પ્રકારના ગુન્હામાં પકડાયેલ હતા. જેમાં બે આરોપીઓ બે વર્ષ સુધી જેલ ભોગી આવેલ છે. ત્યારે આરોપી હિતેશ ધોરણ 12 નો વિદ્યાર્થી છે. જેને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડેલ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઢોંગી ધનજી વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં થતા દીકરા માટે પિતા ઉતરશે અનશન ઉપર
Next articleકલેકટર બનાવવાની લાલચ આપી કરોડો રૂપિયાનો પ્લોટ પડાવી લીધો..