Home ગુજરાત ઢોંગી ધનજી વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં થતા દીકરા માટે પિતા ઉતરશે અનશન...

ઢોંગી ધનજી વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં થતા દીકરા માટે પિતા ઉતરશે અનશન ઉપર

493
0

(જી.એન.એસ,કાર્તિક જાની)તા.૨૩
લોકોની આસ્થા સાથે ચેડા કરી લોકોના દર્દ દૂર કરવાની વાતો કરી ઉઘાડી લૂંટ કરનાર ઢબુડી ઉર્ફે ધનજી ઓડ આજે પોતાના ભક્તો સામે ખુલ્લો પડી ગયો છે. પરંતુ હવે ધનજી ઓડ સામે સૌ પ્રથમ બોટાદના રહેવાસી ભીખાભાઈ મણિયાએ પોતાના પુત્ર અલ્પેશની મોતને લઈ ગાંધીનગર પેથાપુર પોલીસ સ્ટેશનમાં ધનજી ઓડ વિરુદ્ધ અરજી કરી હતી. પરંતુ કેટલાક દિવસ ગુજરી ગયા હજુ પોલિસે માત્ર ધનજીને એક વખત નિવેદન માટે બોલાયો છે.જેને લઈ હવે બોટાદના ભીખાભાઇ મણિયા સરકારને અરજી કરી ધનજી સમક્ષ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. ભીખાભાઈએ હવે મુખ્યમંત્રી, ગુજરાત પોલીસ વડા, ગ્રહ મંત્રી, તેમજ વિજ્ઞાન જાથાના ચેરમેન જ્યંત પંડ્યા એ લેખિતમાં ધનજી ઓડ સમક્ષ કાર્યવાહી થાય તે માટે અરજી કરી છે.
ભીખાભાઇ મણિયાએ હાલમાં એક અરજી કરી છે. આ અરજી માં ભાઈખભાઈયે સરકાર પાસેથી ન્યાયની માંગ કરી છે. ત્યારે એમની એક ચેતવણી સરકારને એ પણ છે કે જો મને મારા પુત્રના મોતનો ન્યાય ન મળ્યો તો હું ગાંધી ચીંધ્યા માર્ગે અનશન આંદોલન કરીશ ભલે એ આંદોલનમાં મારુ જીવ કેમ ન નીકળી જાય. મેં મારો દીકરો ધનજી ઓડ ના કહેવાથી ગુમાવ્યો છે હવે મારે પણ જીવીને શુ કામનું.ધનજીને કહેવાથી મેં મારા પુત્ર ના કેન્સરની દવા બંધ કરી હતી જેનાથી મારા પુત્રનું મોત નીપજ્યું હતું. 27/08/2019 ના રોજ મેં અરજી કરી હતી છતાં આજ દિન સુધી પોલીસે ધનજી વિરુદ્ધ કોઈ પગલાં લીધા નથી.અને આજ દિન સુધી ફરિયાદ પણ નોંધી નથી.જ્યાં સુધી ધનજી ઓડ ને સજા નહિ થાય ત્યાં સુધી હું અન્ન નો ત્યાગ કરી ગાંધી માર્ગે આંદોલન કરીશું તેવો નિર્ણય ભીખાભાઇ મણિયાએ નક્કી કર્યું છે.
ત્યારે હવે સવાલ એ છે કે શું ગુજરાતમા કાનૂની તંત્ર એટલી ઢીલું પડી ગયું છે કે ન્યાય માટે પણ ઉપવાસ કરવાનો વારો આવે.આ એક સરકાર માટે શરમજનક વાત છે.વિકાસની વાતો કરતી સરકરમાં ન્યાય માટે અગ્નિપરીક્ષા આપવી પડશે..? શુ ભીખામણિયાને ઉપવાસ પર બેસ્યા વિના ન્યાય મળશે..? કે પછી નગરોર તંત્રને જગાડવા ઉપવાસ ઉપર જ બેસવુ પડશે…?

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતમા પેટા ચૂંટણીઓ જાહેર..! બાગી નેતા અલ્પેશ અને ધવલને મળશે ટીકીટ..?
Next articleઓનલાઇન તીનપત્તી ગેમની ચીપ્સ ખરીદી છેતરપીંડી કરતા બે આરોપી ઝડપાયા