Home વ્યાપાર જગત - BUSINESS ઈન્ડેક્સ બેઝડ બે તરફી અફડાતફડીના અંતે ભારતીય શેરબજારમાં ફંડોની દરેક ઉછાળે અપેક્ષિત...

ઈન્ડેક્સ બેઝડ બે તરફી અફડાતફડીના અંતે ભારતીય શેરબજારમાં ફંડોની દરેક ઉછાળે અપેક્ષિત નફારૂપી વેચવાલી યથાવત્…!!

80
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૦૪.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૯૪૪૭.૧૮ સામે ૫૯૩૩૩.૧૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૮૮૯૪.૪૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૬૧.૩૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૮૨.૬૧ પોઈન્ટના ઘટાડા સાથે ૫૮૯૬૪.૫૭ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૮૭૮.૭૫ સામે ૧૭૭૮૧.૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૬૯૦.૩૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૯.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૦.૭૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૭૨૮.૦૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝ, એફઆઈઆઈઝ આજે ભારતીય શેરબજારમાં ફરી શેરોમાં વેચવાલ બન્યા હતા. પેટ્રોલ, ડિઝલના ભાવમાં ૧૦ દિવસમાં રૂ.૧૦થી વધુ વધારો થઈ જતાં ફુગાવા કાબૂ બહાર અસહ્ય બની જતાં પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી હોવા સાથે હવે ઔદ્યોગિક એકમોને મોટો ફટકો પડવાના સંકેત સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ધિરાણ નીતિની સમીક્ષામાં ભારતીય રિઝર્વ બેન્કે નાણાકીય વર્ષની પ્રથમ બેઠકમાં રેપો રેટને યથાવત્ રાખ્યા હતા. આઇટી, ટેક,  કેપિટલ ગુડ્સ, ટેલિકોમ, ફાઇનાન્સ, બેન્કેક્સ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો અને એફએમસીજી શેરોમાં વેચવાલીએ ભારતીય શેરબજારમાં આજે ઈન્ડેક્સ બેઝડ ધોવાણ થયું હતું.

વૈશ્વિક સ્તરે ચાઈનામાં કોરોના સંક્રમણ ચિંતાજનક વધતાં અને યુક્રેન-રશિયા યુદ્વ કેમિકલ અથવા ન્યુક્લિયર વોરમાં પરિણમવાના ઊભા થયેલા જોખમને લઈ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો, એફઆઈઆઈઝની શેરોમાં વેચવાલી સાથે યુક્રેન-રશિયા યુદ્વના ચાલતાં રશિયા પર અમેરિકા, યુરોપ સહિતના દેશોએ મૂકેલા આર્થિક પ્રતિબંધોના કારણે ભીંસમાં આવેલા રશિયાએ પોતાના ક્રુડ ઓઈલના પુરવઠાને યુદ્વ પૂર્વેના ભાવથી બેરલ દીઠ સામે અમેરિકાએ રશિયા પાસેથી વધુ પુરવઠો ખરીદવા સામે દેશોને ચેતવણી આપતાં અને અમેરિકાએ તેના રિઝર્વમાંથી રોજીંદા ૧૦ લાખ બેરલ ક્રુડનો પુરવઠો છુટ્ટો કરવાના કરેલા નિવેદન વચ્ચે ક્રુડ ઓઈલના ભાવમાં અફડાતફડી વચ્ચે એશીયા – યુરોપના શેરબજારોમાં નરમાઈ પાછળ ભારતીય શેરબજારમાં આજે ઉછાળે નફારૂપી વેચવાલી રહી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર આઇટી, ટેક,  કેપિટલ ગુડ્સ, ટેલિકોમ, ફાઇનાન્સ, બેન્કેક્સ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો અને એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૮૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૫૬ અને વધનારની સંખ્યા ૨૦૯૯ રહી હતી, ૧૩૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ભારતના વિદેશી હૂંડિયામણ અનામતમાં સતત ચોથા સપ્તાહે ઘટાડો નોંધાયો છે. ૧લી એપ્રિલના રોજ સમાપ્ત થયેલા સપ્તાહે વિદેશી હૂંડિયામણ અનામતમાં ઈતિહાસનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. ફોરેન એક્સચેન્જ રિઝર્વ ગત સપ્તાહે ૧૧.૧૭૩ અબજ ડોલર ઘટીને ૬૦૬.૪૭૫ અબજ ડોલરના સ્તરે પહોંચ્યું છે. છેલ્લા ચાર સપ્તાહમાં દેશના રિઝર્વમાં ૨૭ અબજ ડોલરનો જંગી ઘટાડો જોવા મળ્યો છે. આ અગાઉનો સૌથી વધુ ઘટાડો ૧૧મી માર્ચના સપ્તાહે ૯.૬ અબજ ડોલરનો જોવા મળ્યો હતો. આરબીઆઈના સાપ્તાહિક રિપોર્ટ અનુસાર નવા વર્ષના પ્રથમ સપ્તાહે ફોરેન કરન્સી એસેટ ૧૦.૭૨૭ અબજ ડોલર ઘટીને ૫૩૯.૭૨૭ અબજ ડોલરના સ્તરે પહોંચ્યું છે. 

રશિયા – યુક્રેન યુદ્ધ શાંત પડતા આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવમાં ઘટાડો થયો છે અને સોનાનું ભંડાર ૫૦.૭ કરોડ ડોલર ઘટીને ૪૨.૭૩૪ અબજ ડોલર થયું છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસે રહેલ સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ ૫.૮ કરોડ ડોલર વધીને ૧૮.૮૭૯ અબજ ડોલર થયા છે. આ સિવાય આઈએમએફ પાસે રાખવામાં આવેલ દેશનું રિઝર્વ ૪૦ લાખ ડોલર વધીને ૫.૧૩૬ અબજ ડોલર થયું છે. યુક્રેન સાથે રશિયાના યુદ્ધ બાદ યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરતા ભારતમાંથી આઉટફ્લો વધતા ભારતના વિદેશી હૂંડિયામણ અનામતમાં દબાણ જોવા મળી રહ્યું છે. રૂપિયાના ઘસારાને અટકાવવા માટે આરબીઆઈ દ્વારા ડોલરનું વેચાણ થતા ફોરેક્સ રિઝર્વમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવિજળી વિભાગમાં એક લાઈનમેને આપઘાત જેવું અંતિમ પગલું ભરી લીધુ
Next articleનીતિ આયોગના ઉર્જા અને આબોહવા સૂચકાંકમાં ગુજરાત નંબર ૧ પર
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.